બીસીસીઆઈના લોકપાલ સામે રજૂ થયો હાર્દિક પંડ્યા, વિશ્વ કપ ટીમની જાહેરાત પહેલા આવશે રિપોર્ટ

હાર્દિક પંડ્યાએ ટીવી ચેટ શો પર વિવાદાસ્પદ નિવેદનના મામવામાં બીસીસીઆઈના લોકપાલ સાથે મુલાકાત કરી હતી. કેએલ રાહુલ બુધવારે રજૂ થશે. 
 

બીસીસીઆઈના લોકપાલ સામે રજૂ થયો હાર્દિક પંડ્યા, વિશ્વ કપ ટીમની જાહેરાત પહેલા આવશે રિપોર્ટ

નવી દિલ્હીઃ ટીવી ચેટ શો પર વિવાદાસ્પદ નિવેદન બાદ સમસ્યાઓમાં ઘેરાયેલા હાર્દિક પંડ્યા મંગળવાર (9 એપ્રિલ)એ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના લોકપાલ ડીકે જૈનની સામે હાજર થયો હતો. આ વિવાદમાં પંડ્યાની સાથે ફસાયેલા લોકેશ રાહુલ બુધવારે જૈન સામે હાજર થશે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આ સમયે ઈન્ડિયન ટી20 લીગ (આઈપીએલ)ની 12મી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે રમી રહ્યો છે. ઓપનર કેએલ રાહુલ કિંગ્સ ઈલેવન પંજાબની ટીમમાં છે. 

બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે લોકપાલ આ મુદ્દા પર પ્રશાસકોની સમિતિને વિશ્વ કપ ટીમ પસંદગી માટે થયેલી પસંદગીકારોની બેઠક પહેલા પોતાનો રેપોર્ડ આપી દેશે. આ અધિકારીએ કહ્યું, આ મામલામાં એવી કોઈ સમય સીમા નથી. પરંતુ અમને આશા છએ કે લોકપાલ મુંબઈમાં સોમવારે યોજાનારી પસંદગી સમિતિની બેઠક પહેલા પોતાનો રિપોર્ટ સીઈઓની સામે દાખલ કરી દેશે. 

બીસીસીઆઈના આ અધિકારીએ કહ્યું, કોઈપણ કોઈના મગજને વાંચી શકતું નથી, પરંતુ સજા ગુનાથી વધાને ન હોવી જોઈએ. જોવાનું રહ્યું કે, લોકપાલનો રિપોર્ટ આ બંન્ને વિશે શું કહે છે. 

હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલે બોલીવુડના ડાયરેક્ટર કરણ જોહરના શો કોફી વિથ કરણમાં મહિલાઓને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ત્યારબાદ બંન્ને પર અસ્થાયી રૂપથી પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. બંન્ને ખેલાડીઓએ આ મુદ્દા પર માફી માગતા સાર્વજનિક રૂપથી માફીનામું પણ રજૂ કર્યું હતું. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news