ICC વિશ્વકપ માટે ગંભીરે પસંદ કરી ટીમ, આ 15 ખેલાડીઓને કર્યા સામેલ

આગામી આઈસીસી ક્રિકેટ વિશ્વકપનો પ્રારંભ 5 મેથી ઈંગ્લેન્ડમાં રમાવાનો છે. તમામ ટીમો પોતાની તૈયારીને આખરી ઓપ આપી રહી છે, સાથે સાથે વિશ્વકપમાં ક્યાં ખેલાડીઓને તક મળશે તેની ચર્ચા પણ ચાલી રહી છે. આ વચ્ચે પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરે વિશ્વકપ માટે ભારતના 15 ખેલાડીઓની ટીમ તૈયાર કરી છે. 
 

ICC વિશ્વકપ માટે ગંભીરે પસંદ કરી ટીમ, આ 15 ખેલાડીઓને કર્યા સામેલ

નવી દિલ્હીઃ ICC ક્રિકેટ વિશ્વકપ શરૂ થવાને હવે થોડો સમય બાકી છે. વિશ્વભરની ટીમો વિશ્વકપની તૈયારીને આખરી ઓપ આપી રહી છે. આવનારા સમયમાં ટીમની જાહેરાત પર તમામનું ધ્યાન છે. આ વચ્ચે ભારતના પૂર્વ ઓપનર અને 2011 વિશ્વકપ વિજેતા ટીમના સભ્ય રહેલા ગૌતમ ગંભીરે વિશ્વકપ માટે સંભવિત ખેલાડીઓની એક યાદી જાહેર કરી છે. ગંભીરે પોતાની ટીમમાં 15 ખેલાડીઓને સ્થાન આપ્યું છે. મહત્વનું છે કે વિશ્વ કપનો પ્રારંભ 30 મેથી ઈંગ્લેન્ડમાં થશે. 

ગંભીરે પંતને ન આપ્યું સ્થાન
આમ તો ગૈતમ ગંભીરની ટીમમાં તે તમામ ખેલાડીઓનું નામ છે, જેના વિશે પહેલાથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પરંતુ ગંભીરે કેટલાક ચોંકાવનારા ખેલાડીઓને ટીમમાં સ્થાન આપ્યું છે. ગંભીરે આર અશ્વિનને ટીમમાં સ્થાન આપ્યું છે, જ્યારે જાડેજાને બહાર રાખ્યો છે. આ સિવાય રિષભ પંતને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. વિકેટકીપિંગ માટે દિનેશ કાર્તિક અને એમએસ ધોનીનું નામ સામેલ કર્યું છે. 

જાડેજાના સ્થાને અશ્વિનને કર્યો સામેલ
આ સિવાય જાડેજાની જગ્યાએ અશ્વિનની પસંદગી કરી છે. મહત્વનું છે કે અશ્વિન લાંબા સમયથી વનડે ટીમમાંથી બહાર છે. વિશ્વકપમાં તેના નામની ચર્ચા પણ નથી. 

આ છે ગંભીરે પસંદ કરેલી 15 સભ્યોની ટીમ
રોહિત શર્મા, શિખર ધવન, કેએલ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન), એમએસ ધોની (વિકેટકીપર), અંબાતી રાયડૂ, કેદાર જાધવ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, રવિચંદ્રન અશ્વિન, યુજવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news