સૌરવ ગાંગુલી બન્યા 39મા બીસીસીઆઈ પ્રમુખ, આવો જાણીએ અત્યાર સુધી કોણ-કોણ રહ્યું આ પદ પર

ગાંગુલી (47)ને અહીં બીસીસીઆઈની સામાન્ય સભાની આગામી બેઠક સુધી આગામી 9 મહિના માટે સત્તાવાર રૂપે ભારતીય ક્રિકેટના પ્રમુખની જવાબદારી સોંપવમાં આવી છે. આ સાથે સર્વોચ્ચ કોર્ટ દ્વારા નિયુક્ત પ્રશાસકોની સમિતિનો 33 મહિનાનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ ગયો છે. 

સૌરવ ગાંગુલી બન્યા 39મા બીસીસીઆઈ પ્રમુખ, આવો જાણીએ અત્યાર સુધી કોણ-કોણ રહ્યું આ પદ પર

મુંબઈઃ પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ બુધવારે બીસીસીઆઈના 39મા અધ્યક્ષ તરીકે પદભાર સંભાળી લીધો છે. તે વિશ્વના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડના પ્રમુખ બનનાર સૌથી મોટુ નામ છે. ગાંગુલી (47)ને અહીં બીસીસીઆઈની સામાન્ય સભાની આગામી બેઠક સુધી આગામી 9 મહિના માટે સત્તાવાર રૂપે ભારતીય ક્રિકેટના પ્રમુખની જવાબદારી સોંપવમાં આવી છે. આ સાથે સર્વોચ્ચ કોર્ટ દ્વારા નિયુક્ત પ્રશાસકોની સમિતિનો 33 મહિનાનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ ગયો છે. 

બીસીસીઆઈએ પોતાના ટ્વીટર હેન્ડલ પર લખ્યું, 'આ સત્તાવાર છે- સૌરવ ગાંગુલીને ઔપચારિક રૂપથી બીસીસીઆઈના અધ્યક્ષ ચૂંટવામાં આવ્યા.' ગાંગુલીની નિમણૂકને પાછલા સપ્તાએ અંતિમ રૂપ આપવામાં આવ્યું હતું. સીઓએની નિયુક્તિ પહેલા બોર્ડ સાથે જોડાયેલા કેટલાક નામ એકવાર ફરી સાથે કામ કરતા જોવા મળશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના પુત્ર જય શાહને સચિવ બનાવવામાં આવ્યા છે. આવો જાણીએ, કોણ ક્યારથી ત્યાં સુધી બીસીસીઆઈના પ્રમુખની ખુરશી પર બેઠુ છે. 

  • આરઈ ગ્રાન્ટ ગોવન (1928–1933)
  • સર સિકંદર હયાત ખાન (1933–1935)
  • નવાબ હમીદુલ્લાહ ખાન (1935–1937)
  • મહારાજા કે.એસ. દિગ્વિજય સિંઘ (1937–1938)
  • પી.સુબ્રહ્યાન (1938–1946)
  • એન્થોની એસ. ડિમેલો (1946–1951)
  • જે.સી. મુખર્જી (1951–1954)
  • વિજયનગ્રામના મહારાજકુમાર (1954–1956)
  • સરદાર એસ.એસ.મજીઠીયા (1956–1958)
  • આર.કે.પટેલ (1958–1960)
  • એમ.એ.ચિદમ્બરમ (1960–1963)
  • મહારાજા એફ. ગાયકવાડ (1963–1966)
  • ઝેડ. આર. ઇરાની (1966–1969)
  • એએન ઘોષ (1969 191972)
  • પીએમ રુંગતા (1972–1975)
  • રામપ્રકાશ મહેરા (1975–1977)
  • એમ.ચિન્નાસ્વામી (1977–1980)
  • એસ.કે. વાનખેડે (1980–1982)
  • એનકેપી સાલ્વે (1982–1985)
  • એસ. શ્રીરામન (1985–1988)
  • બી.એન.દત્ત (1988–1990)
  • માધવરાવ સિંધિયા (1990–1993)
  • આઈએસ બિન્દ્રા (1993–1996)
  • રાજસિંહ ડુંગરપુર (1996–1999)
  • એસી મુથૈયા (1999 (2001)
  • જગમોહન દાલમિયા (2001-2004)
  • રણબીરસિંહ મહેન્દ્ર (2004-2005)
  • શરદ પવાર (2005-2008)
  • શશાંક મનોહર (2008-2011)
  • એન. શ્રીનિવાસન (2011-2013)
  • જગમોહન દાલમિયા (વચગાળાના) (2013-2013)
  • એન. શ્રીનિવાસન (2013-2014)
  • શિવલાલ યાદવ (વચગાળાના) (2014-2014)
  • સુનિલ ગાવસ્કર (આઈપીએલ વચગાળાના) (2014-2014)
  • જગમોહન દાલમિયા (કાર્યકાળમાં અવસાન) (2015-2015)
  • શશાંક મનોહર (રાજીનામું) (2015-2016)
  • અનુરાગ ઠાકુર (બરતરફ) (2016-2017)
  • સી.કે. ખન્ના (વચગાળાના) (2017-2019)
  • સૌરવ ગાંગુલી (2019-વર્તમાન)

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news