WTC Final: આ છે ભારતની હારના પાંચ વિલન, જેના કારણે ટીમ ઈન્ડિયાએ ગુમાવી ફાઈનલ

WTC Final 2023: ટેસ્ટ ચેમ્પિયનશિપની પ્રથમ એડિશન ન્યૂઝીલેન્ડે જીતી હતી. બીજી વખત ઓસ્ટ્રેલિયાએ બાજી મારી. બંને વખત ફાઈનલ હારનારી ટીમ ભારત હતી. રેકોર્ડ 444 રનના જવાબમાં ટીમ ઈન્ડિયા 234 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 
 

WTC Final: આ છે ભારતની હારના પાંચ વિલન, જેના કારણે ટીમ ઈન્ડિયાએ ગુમાવી ફાઈનલ

લંડનઃ ભારતે આઈસીસી ટ્રોફીનો દુષ્કાળ સમાપ્ત કરવા માટે હજુ રાહ જોવી પડશે. ભારતે સતત બીજીવાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. કરોડો ક્રિકેટ ફેન્સને ફરીવાર નિરાશા હાથ લાગી છે. ઓસ્ટ્રેલિયાએ 444 રનનો લક્ષ્ય આપ્યા બાદ ટીમ ઈન્ડિયાને પાંચમાં દિવસે 209 રનથી હરાવતા અલ્ટીમેટ ટેસ્ટ પોતાના નામે કરી. ટોસ જીતવા સિવાય કેપ્ટન રોહિત શર્માની ટીમ કંઈ કરી શકી નહીં. ચાલો નજર કરીએ ભારતની હારના પાંચ વિલન પર...

રોહિત શર્મા (56 રન)
કેપ્ટન તરીકે સૌથી વધુ જવાબદારી રોહિત શર્માની પાસે હતી, પરંતુ હિટમેનનું ખરાબ ફોર્મ ટીમ ઈન્ડિયા પર ભારે પડી ગયું. આઈપીએલમાં રોહિતનું બેટ શાંત હતું અને તે અલ્ટીમેચ ટેસ્ટમાં પણ ફ્લોપ રહ્યો. પ્રથમ ઈનિંગમાં રોહિતે 15 રન તો બીજી ઈનિંગમાં 43 રન બનાવ્યા હતા. શોટ સિલેક્શન પર પણ સવાલ ઉઠશે. તેની કેપ્ટનશિપ પર પણ સવાલો ઉભા થયા છે. 

વિરાટ કોહલી (63 રન)
બંને ઈનિંગમાં સારી શરૂઆત બાદ ખરાબ શોટ રમીને પોતાની વિકેટ ફેંકી દીધી. વિરાટ કોહલી ભારતનો સ્ટાર પ્લેયર છે. વિશ્વમાં તેના કરોડો ફેન્સ છે, જે મહત્વની મેચમાં તેની પાસે સારા પ્રદર્શનની આશા કરે છે. પરંતુ વિરાટ આઈપીએલ જેવું ફોર્મ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં દેખાડી શક્યો નહીં. 

ચેતેશ્વર પુજારા (41 રન)
ટેસ્ટ સ્પેશલિસ્ટ મનાતા ચેતેશ્વર પુજારા તો લાંબા સમયથી ફાઈનલની તૈયારી કરી રહ્યો હતો. ઈંગ્લેન્ડમાં રહીને સર્રે તરફથી કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યો હતો. બંને ઈનિંગમાં મળીને તે કુલ 72 બોલ રમી શક્યો. મેદાન પર ટકવાની નીયત જોવા મળી નહીં. તેનાથી વધુ રન તો શાર્દુલ ઠાકુરે બનાવ્યા. 

રવિન્દ્ર જાડેજા (48 રન અને ચાર વિકેટ)
રવિચંદ્રન અશ્વિનની જગ્યાએ જાડેજાને પ્લેઇંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ નિર્ણય પર પણ વિવાદ થયો, પરંતુ જડ્ડુ તે કમાલ ન કરી શક્યો જે ઓસ્ટ્રેલિયન સ્પિનર નાથન લાયને કર્યોત તેણે પ્રથમ ઈનિંગમાં જરૂર 48 રન બનાવ્યા, પરંતુ જ્યારે બીજી ઈનિંગમાં ટીમને જરૂર હતો તો તે શૂન્ય રન બનાવી આઉટ થયો હતો. 

શ્રીકર ભરત (28)
રિષભ પંતની ગેરહાજરીમાં શ્રીકર ભરતને મહત્વની મેચ તક આપવામાં આવી હતી. ઈશાન કિશન પર સ્ક્વોડમાં હાજર હતો, પરંતુ ભરતને પસંદ કરી ટીમ મેનેજમેન્ટ તે દર્શાવવા ઈચ્છતું હતું કે તેની બેટિંગ અને વિકેટકીપિંગ ટેકનિક સારી છે, પરંતુ તે ખેલાડી ટીમ પર ભારે પડ્યો. બંને ઈનિંગમાં મળીને તે કુલ 28 (5+23) રન બનાવી શક્યો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news