ENGvsWI: ક્રિસ ગેલ પ્રચંડ ફોર્મમાં, 97 બોલમાં ફટકાર્યા 162 રન, 7 દિવસમાં 2 સદી અને 1 ફિફ્ટી

વિસ્ફોટક ઓપનર ક્રિસ ગેલ (Chris Gayle)એ વેસ્ટઇન્ડિઝની ક્રિકેટ ટીમમાં ગજબના ફોર્મની સાથે વાપસી કરી છે. તેમણે બુધવારે (27 ફેબ્રુઆરી)ને એકવાર ફરી 162 રનની ઇનિંગ રમીને દુનિયાભરના બોલરોને ચેતાવણી આપી છે. જોકે તે આ શાનદાર ઇનિંગ છતાં પોતાની ટીમને જીતાડી શક્યા નથી. ઇગ્લેંડે આ મેચ 29 રનથી જીતી અને 5 વન-ડે મેચોની સીરીઝ (West Indies vs England)માં 2-1 બઢત બનાવી લીધી. બંને ટીમોની વચ્ચે સીરીઝની ત્રીજી મેચ વરસાદની ભેંટ ચઢી ગઇ છે. 
ENGvsWI: ક્રિસ ગેલ પ્રચંડ ફોર્મમાં, 97 બોલમાં ફટકાર્યા 162 રન, 7 દિવસમાં 2 સદી અને 1 ફિફ્ટી

નવી દિલ્હી: વિસ્ફોટક ઓપનર ક્રિસ ગેલ (Chris Gayle)એ વેસ્ટઇન્ડિઝની ક્રિકેટ ટીમમાં ગજબના ફોર્મની સાથે વાપસી કરી છે. તેમણે બુધવારે (27 ફેબ્રુઆરી)ને એકવાર ફરી 162 રનની ઇનિંગ રમીને દુનિયાભરના બોલરોને ચેતાવણી આપી છે. જોકે તે આ શાનદાર ઇનિંગ છતાં પોતાની ટીમને જીતાડી શક્યા નથી. ઇગ્લેંડે આ મેચ 29 રનથી જીતી અને 5 વન-ડે મેચોની સીરીઝ (West Indies vs England)માં 2-1 બઢત બનાવી લીધી. બંને ટીમોની વચ્ચે સીરીઝની ત્રીજી મેચ વરસાદની ભેંટ ચઢી ગઇ છે. 

વેસ્ટઇંડીઝ અને ઇગ્લેંડ વચ્ચે બુધવારે ચોથા વન-ડે રમાઇ હતી. ઇગ્લેંડે પહેલાં બેટીંગ કરી. તેણે 50 ઓવરમાં 418 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. ઇગ્લેંડની બેટીંગના સુપરસ્ટાર રહેલા જોસ બટલર (Jos Buttler) રહ્યા. તેમણે 77 બોલમાં 150 રન ફટકાર્યા. બટલરની આ ઇનિંગમાં 12 ચોગ્ગા અને 12 સિક્સર સામેલ હતી. આ વિસ્ફોટક ઇનિંગ રમતી વખતે બટલરને ઇયોન મોર્ગન (Eoin Morgan)નો પુરો સાથ મળ્યો, જેમણે 88 બોલમાં 103 રન બનાવ્યા. એલેક્સ હેલ્સે 73 બોલમાં 82 અને જોની બેયરસ્ટો 43 બોલમાં 56 રન ફટકાર્યા. 

વેસ્ટઇંડીઝને જીત માટે 419 રનનો ટાર્ગેટ મળ્યો. આ ટાર્ગેટની સામે મોટી-મોટી ટીમો હથિયાર પડતા મુકી દે. પરંતુ જે ટીમમાં ક્રિસ ગેલ હોય, તે આમ કેમ કરે. તેમણે આમ કર્યું પણ નહી. ક્રિસ ગેલે ક્રીજ પર આવતાં જ તોફાન મચાવી દીધું. તેમણે 97 બોલમાં 162 રન ફટકાર્યા. ક્રિસ ગેલે પોતાની આ ઇનિંગમાં 14 સિક્સર અને 11 ચોગ્ગા ફટકાર્યા. તે 35મી ઓવરની પહેલા બોલ પર જ્યારે આઉટ થયો તો વેસ્ટઇન્ડીઝનો સ્કોર 195 રન થઇ ચૂક્યા હતા. એટલે કે તે લક્ષ્યથી 123 રન દૂર હતો અને તેની ઇનિંગમાં 95 બોલ બ આકી હતા. જોકે વિંડીઝની ટીમ ગેલના આઉટ થતાં ટીમ વિખેરાઇ ગઇ અને 48 ઓવરમાં 389 રન બનાવીને આઉટ થઇ ગઇ. આ પ્રકારે ગેલની ઇનિંગ પર પાણી ફરી વળ્યું.
chris Gayle

ક્રિસ ગેલની ઇનિંગ ભલે ટીમને જીત અપાવી ન શકી. પરંતુ તેણે ઘણી ઉપલબ્ધિઓ જરૂર વેસ્ટઇંડિઝને આ દિગ્ગજના નામ કરી દીધી. ક્રિસ ગેલે આ સીરીઝમાં ત્રણ મેચ રમી છે. તેમણે પહેલી મેચમાં 135 રનની ઇનિંગ રમી હતી. બીજી વનડેમાં 50 રન બનાવી હતી. ત્રીજી મેચ વરસાદના લીધે રમાઇ શકી નહી. ચોથી વનડે મેચમાં ક્રિસ ગેલે 162 રન ફટકાર્યા. 

ક્રિસ ઇગ્લેંડે પોતાની શતકીય ઇનિંગ દરમિયાન વનડેમાં પોતાના 10 હજાર રન પુરા કરી લીધા. તે વનડે ક્રિકેટમાં વિંડીઝ ટીમ દ્વારા આટલા રન બનાવનાર બીજા બેટ્સમેન બન્યા. તેના પહેલાં ફક્ત બ્રાયન લારા (Brian Lara) જ આમ કરી શક્યા છે. વિંડીઝના પૂર્વ કેપ્ટન બ્રાયન લારાના નામે 295 વનડેમાં 10348 વનડે રન છે. 288 વનડે મેચમાં 10074 રન થઇ ગયા છે. ગેલે આ કેરિયર રેકોર્ડમાં વર્લ્ડ ઇલેવન દ્વારા રમાયેલી ત્રણ મેચ પણ સામેલ છે. તેમણે આ ત્રણ મેચમાં 55 રન પણ બનાવ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news