Ind vs Eng: ટીમ ઇન્ડીયાએ ઇગ્લેંડને ચટાડી ધૂળ, 10 વિકેટે શાનદાર જીત, રોહિતનું શાનદાર પ્રદર્શન

ભારત અને ઇગ્લેંડ વચ્ચે પહેલી વનડેનો મુકાબલો લંડનના કેનિંગ્ટન ઓવલમાં રમાયો હતો. બંને ટીમો વચ્ચે 3 મેચ રમાવવાની છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ઇગ્લેંડ વિરૂદ્ધ પહેલી વનડેમાં ટોસ જીતીને ફીલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રોહિત શર્માએ જણાવ્યું કે વિરાટ કોહલી ગ્રોઇનના દુખાવાના કારણે રમી શક્યા ન હતા. 

Ind vs Eng: ટીમ ઇન્ડીયાએ ઇગ્લેંડને ચટાડી ધૂળ, 10 વિકેટે શાનદાર જીત, રોહિતનું શાનદાર પ્રદર્શન

Ind vs Eng: ભારત અને ઇગ્લેંડ વચ્ચે પહેલી વનડેનો મુકાબલો લંડનના કેનિંગ્ટન ઓવલમાં રમાયો હતો. બંને ટીમો વચ્ચે 3 મેચ રમાવવાની છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ઇગ્લેંડ વિરૂદ્ધ પહેલી વનડેમાં ટોસ જીતીને ફીલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રોહિત શર્માએ જણાવ્યું કે વિરાટ કોહલી ગ્રોઇનના દુખાવાના કારણે રમી શક્યા ન હતા. 

પ્રથમ વનડેમાં ઇગ્લેંડને 188 બોલ બાકી હતા અને 10 વિકેટના વિશાળ અંતરથી હરાવ્યું હતું. ઇંગ્લેંડે પ્રથમ બેટીંગ કરી અને આખી ટીમ 25.2 ઓવરમાં 110 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. જેના જવાબમાં ભારતીય ટીમે 18.4 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના મેચ જીતી લીધી હતી. ભારતીય ટીમ વનડેમાં પ્રથમવાર ઇગ્લેંડને 10 વિકેટ માત આપી છે. 

111 રનના સરળ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે સીધી શરૂઆત કરી. રોહિત શર્મા અને શિખર ધવન બંનેને ક્રીઝ પર જામવા માટે સમય લીધો અને પોત પોતાની વિકેટને સુરક્ષિત રાખી. રોહિતે પુલ અને હુક શોટ રમીને શાનદાર સિક્સર ફટકારી અને ભારતની રનગતિને આગળ વધારી. રોહિત શર્માએ 49 બોલમાં 6 ચોગ્ગા અને ત્રણ સિક્સરની મદદથી પોતાની ફિફ્ટી પુરી કરી. રોહિતને ધવનનો સારો સાથ મળ્યો. બંનેએ 18મી વાર સદીની ભાગીદારી કરી. ઇગ્લેંડના બોલરોને આ બંને બેટ્સમેનોને આઉટ કરવાની કોઇ તક મળી નહી. 

રોહિત શર્માએ 58 બોલમાં 7 ચોગ્ગા અને પાંચ સિક્સરની મદદથી અણનમ 76 રન બનાવ્યા. તો બીજી તરફ શિખર ધવને 54 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી અણનમ 31 રન બનાવ્યા. ઇગ્લેંડે 7 રન એકસ્ટ્રા આપ્યા. 

ઇગ્લેંડે પહેલાં બેટીંગના આમંત્રણને સ્વિકાર કર્યું, પરંતુ તેના બેટ્સમેન જસપ્રીત બુમરાહ અને મોહમંદ શમીની સામે ધ્રૂજી ઉઠ્યા. જસપ્રીત બુમરાહે બીજી ઓવરમાં જેસન રોયને બોલ્ડ કરીને મેચમાં પોતાની વિકેટોનું ખાતું ખોલ્યું. રોય ખાતું ખોલી શક્યા નહી. ત્યારબાદ બુમરાહનો સિક્કો ચાલ્યો. તેમણે જો રૂટ, જોની બેયરસ્ટો અને અને લિયામ લિવિંગસ્ટોનને જલદી-જલદી પ્વેલિયન મોકલ્યા. મોહમંદ શમીએ બેન સ્ટોક્સને વિકેટકીપર પંત હાથે કેચ અપાવી દીધો. ઇગ્લેંડના ટોપ ઓર્ડરના ચાર બેટ્સમેન જેસન રોય, જો રૂટ, બેન સ્ટોક્સ અને લિયામ લિવિંગસ્ટોન ખાતું પણ ખોલાવી શક્યા નહી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news