ડોનાલ્ડ ટ્રમ્પથી લઈને બરાક ઓબામા સુધી, કોબી બ્રાયન્ટના મોતથી અમેરિકા શોકમાં ડૂબી ગયું

મહાન બાસ્કેટબોલરોમાંથી એક કોબી બ્રાયન્ટનું રવિવારે એક હેલિકોપ્ટન ક્રેશમાં નિધન થઈ ગયું છે. આ દુર્ઘટનામાં તેમના સિવાય 8 અન્યના પણ મોત થયા છે, જેમાં બ્રાયન્ટની 13 વર્ષીય પુત્રી ગિયેના પણ સામેલ છે.
 

 ડોનાલ્ડ ટ્રમ્પથી લઈને બરાક ઓબામા સુધી, કોબી બ્રાયન્ટના મોતથી અમેરિકા શોકમાં ડૂબી ગયું

નવી દિલ્હીઃ મહાન બાસ્કેટબોલરોમાંથી એક કોબી બ્રાયન્ટનું રવિવારે એક હેલિકોપ્ટન ક્રેશમાં નિધન થઈ ગયું છે. આ દુર્ઘટનામાં તેમના સિવાય 8 અન્યના પણ મોત થયા છે, જેમાં બ્રાયન્ટની 13 વર્ષીય પુત્રી ગિયેના પણ સામેલ છે. બ્રાયન્ટના મોતથી અમેરિકા શોકમાં ડુબી ગયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી લઈને બરાક ઓબામા સુધીના લોકોએ ટ્વીટર પર શોક વ્યક્ત કર્યો છે. શોક વ્યક્ત કરનારમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી પણ સામેલ છે. 

દુર્ઘટનાના સમાચારથી ચોંકી ગયેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું- બાસ્કેટબોલર મહાન કોબી બ્રાયન્ટનું હેલિકોપ્ટર ક્રેશમાં મોતના સમાચાર આવી રહ્યાં છે. આ ચોંકાવનારુ છે. 

— Donald J. Trump (@realDonaldTrump) January 26, 2020

પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ લખ્યું- કોબે કોર્ટમાં એક દંતકથા હતા અને ત્યારબાદ પુત્રીના રૂપમાં બીજી ઈનિંગ શરૂ થઈ રહી હતી. ગિન્નાને ખોવી માતા-પિતાના રૂપમાં અમારા માટે વધુ દિલ તોડનારુ છે. મિશેલ અને હું વેનેસા (બ્રાયન્ટની પત્ની) અને બ્રાયન્ટ પરિવારને અકલ્પનીય દિવસ પર પ્રેમ અને પ્રાર્થના મોકલીએ છીએ. 

— Barack Obama (@BarackObama) January 26, 2020

મહાન બાસ્કેટબોલર બિલી રસેલે લખ્યું- મારા સૌથી પ્રેમાળ લોકોમાંથી બ્રાયન્ટના મોતથી ચોંકી ગયો છું. વેનેસા અને તેમના પરિવારની સાથે મારી સદ્ભાવના છે. કોબે તમે મારા મોટા ફેન હતા, પરંતુ હકિકતમાં હું તમારો ફેન હતો. 

— TheBillRussell (@RealBillRussell) January 26, 2020

સચિન તેંડુલકરે પોતાના ટ્વીટર હેન્ડલ પર લખ્યું, કોબી બ્રાયન્ટ, તેમની પુત્રી ગિયેના અને હેલિકોપ્ટરમાં સવાસ અન્ય લોકોના આકસ્મિક મોતથી દુખી છું. તેમના પરિવાર, મિત્રો અને વિશ્વભરના પ્રશંસકો પ્રત્યે મારી સંવેદનાઓ છે. 

— Sachin Tendulkar (@sachin_rt) January 27, 2020

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ લખ્યું- આજે આ સમાચાર સાંભળીને ખુબ દુખી છું. બાળપણની ઘણી યાદો જોડાયેલી છે. સવારે વહેલા ઉઠીને કોર્ટ પર તેમની જાદૂગરી જોવી, જેથી હું મંત્રમુગ્ધ થઈ જતો હતો. જીવન કેટલું અનિશ્ચિત અને અસ્થિર છે. દુર્ઘટનામાં તેમની પુત્રી ગિયેનાનું પણ મોત થયું. હું તેનાથી શોકમાં છું. ઈશ્વર તેમની આત્માને શાંતિ પ્રદાન કરે. પરિવાર પ્રત્યે સંવેદના. ઈશ્વર તેમને મજબૂતી આપે. 

A post shared by Virat Kohli (@virat.kohli) on

ઓસ્ટ્રેલિયન ક્રિકેટર શેન વોર્ને લખ્યું- કોબી બ્રાયન્ટ અને તેમની 13 વર્ષીય પુત્રીના ભયાનક દુર્ઘટનામાં મોતના સમાચારથી અન્યની જેમ હું પણ ચોંકી ગયો છું. આ દુખદ સમયમાં હું તેમના પરિવારની સાથે છું. 

— Shane Warne (@ShaneWarne) January 26, 2020

બોલીવુડ અભિનેતા રણવીર સિંહે પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા આ મહાન ખેલાડીને પોતાની શ્રદ્ધાંજલિ પાઠવી છે. 

A post shared by Ranveer Singh (@ranveersingh) on

રિચર્ડ્સે કહ્યું- ખેલ જગતના વાસ્તવિક દિગ્ગજ. પ્રિય કોબે અને તેમની પુત્રીની આત્માને ઈશ્વર શાંતિ પ્રદાન કરે. ઈશ્વર પરિવારને આ દુખ સમયમાંથી બહાર નિકળવાની શક્તિ અર્પે. 
 

Rest In Peace dear Kobe and his daughter. May the family have immense strength to overcome this sad time. #RIPLegend pic.twitter.com/N8WDGZCHK1

— Sir Vivian Richards (@ivivianrichards) January 26, 2020

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news