T20 World Cup 2021: દાવ અવળો પડ્યો! રોનાલ્ડો બનવાની કોશિશમાં David Warner સાથે થઈ જોવા જેવી!!!
ઓસ્ટ્રેલિયન ટીમના જીતના નાયક ડેવિડ વોર્નર જ્યારે પ્રેસ ફોન્ફરન્સ કરવા પહોંચ્યા, ત્યારે તેમણે કંઈક એવું કર્યું કે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
Trending Photos
ICC Mens T20 World Cup 2021, Australia vs Sri Lanka: શ્રીલંકા વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાએ મેળવેલી જીતમાં ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નર (David Warner)ની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. વોર્નર લાંબા સમય પછી ફોર્મમાં જોવા મળ્યો હતો અને તેણે 42 બોલમાં 10 ચોગ્ગાની મદદથી 65 રનની ઈનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયન ટીમના જીતના નાયક ડેવિડ વોર્નર જ્યારે પ્રેસ ફોન્ફરન્સ કરવા પહોંચ્યા, ત્યારે તેમણે કંઈક એવું કર્યું કે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
જોકે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ડેવિડ વૉર્નરની સામે કોકા કોલાની બે બોતલો પડી હતી. વોર્નર આ બોટલોને ઉઠાવીને ટેબલ પાછળ પગની નીચે મૂકવા વાગ્યા હતા. વોર્નરે કહ્યું, મારે અહીં જ રાખવી પડશે. જો આ રોનાલ્ડો માટે યોગ્ય છે તો મારા માટે પણ યોગ્ય છે. પરંતુ ત્યાં હાજર ICC અધિકારીએ તેમણે આવું કરતા રોકી દીધા હતા.
એક બાજુ જ્યાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo) જેવું કરવાની કોશિશમાં ડેવિડ વોર્નર આ બોતલોને હટાવવા લાગ્યા હતા, પરંતુ બીજી બાજુ તેમણે જ આ બોતલોને ફરીથી ટેબલ પાસે રાખવી પડી હતી. કેટલાક પ્રશંસકોએ તેને વિપરીત ડેવિડ વોર્નરની મુશ્કેલી ગણાવી છે.
— Hassam (@Nasha_e_cricket) October 28, 2021
અત્રે નોંધનીય છે કે, ગુરુવારે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ફોર્મમાં પાછા ફરવાના સંકેતો દર્શાવતા ડેવિડ વોર્નરે (42 બોલમાં 65) બોલરોના શાનદાર પ્રદર્શન પછી પણ અડધી સદી ફટકારી હતી. જેના કારણે ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકા સામે 7 વિકેટથી જીત મેળવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 6 વિકેટ ગુમાવીને 154 રન બનાવ્યા હતા. લક્ષ્યાંકનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ 17 ઓવરમાં મેચ જીતી લીધી હતી. ઓપનર એરોન ફિન્ચ અને ડેવિડ વોર્નરે ઓસ્ટ્રેલિયાને સારી શરૂઆત અપાવી, પાવરપ્લેમાં 63 રન બનાવ્યા, જે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીનો સૌથી વધુ સ્કોર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે