World Test Championship: પાકિસ્તાનનું ખાતુ ખુલવાથી ટીમ ઈન્ડિયાને પડ્યો મોટો ફટકો

CRICKET: દુનિયામાં આ અઠવાડિયામાં બે અલગ અલગ દેશોમાં ટેસ્ટ મેચ રમાઈ હતી. ઓસ્ટ્રેલિયા (Australia) એ પર્થમાં રમાયેલ ડે-નાઈટ ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડને 296 રનથી હરાવ્યું. તો રાવલપિંડીમાં હોસ્ટ પાકિસ્તાન (Pakistan) અને શ્રીલંકાની વચ્ચેની ટેસ્ટ મેચ ડ્રો રહી. આ બંને મેચ એકસાથે જ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ICC World Test Championship) માં મોટા બદલાવ આવ્યો છે. ટોચ પર કબજો જમાવીને બેસેલ ભારત (India)ની બઢતમાં ઘટાડો થયો છે. તો પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનના નામની સામે પહેલીવાર ઝીરો નહિ, પણ કેટલાક અંક દેખાઈ રહ્યાં છે.

World Test Championship: પાકિસ્તાનનું ખાતુ ખુલવાથી ટીમ ઈન્ડિયાને પડ્યો મોટો ફટકો

અમદાવાદ :દુનિયામાં આ અઠવાડિયામાં બે અલગ અલગ દેશોમાં ટેસ્ટ મેચ રમાઈ હતી. ઓસ્ટ્રેલિયા (Australia) એ પર્થમાં રમાયેલ ડે-નાઈટ ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડને 296 રનથી હરાવ્યું. તો રાવલપિંડીમાં હોસ્ટ પાકિસ્તાન (Pakistan) અને શ્રીલંકાની વચ્ચેની ટેસ્ટ મેચ ડ્રો રહી. આ બંને મેચ એકસાથે જ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ICC World Test Championship) માં મોટા બદલાવ આવ્યો છે. ટોચ પર કબજો જમાવીને બેસેલ ભારત (India)ની બઢતમાં ઘટાડો થયો છે. તો પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનના નામની સામે પહેલીવાર ઝીરો નહિ, પણ કેટલાક અંક દેખાઈ રહ્યાં છે.

બેંકનો આ નવો નિયમ જાણી લેવો જરૂરી, 24 કલાક અને 7 દિવસ મળશે મની ટ્રાન્સફરની સુવિધા

ઓસ્ટ્રેલિયાએ અહીં વાકા સ્ટેડિયમમાં રમાયેલ ટેસ્ટ મેચના ચોથા દિવસે રવિવાર (15 ડિસેમ્બર)ના રોજ ન્યૂઝીલેન્ડને કરારી મ્હાત આપી હતી. આ જીતથી તેને 40 અંક મળ્યા છે. હવે આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપ (ICC Test Championship) માં તેની 8 મેચોમાં 216 પોઈન્ટ થઈ ગયા છે. ભારતીય ટીમ (Team India) સાત મેચોમાં સાત જીતની સાથે 360 અંકની સાથે ટોપ પર રહી છે. પર્થ ટેસ્ટ મેચથી પહેલા ભારત અને ઓસ્ટ્રિલિયાની વચ્ચે 184 અંકોનું અંતર હતુ, જે હવે ઘટીને 144 થઈ ગયું છે. 

પાકિસ્તાન અને શ્રીલંકાની વચ્ચે પહેલી ટેસ્ટ મેચ ડ્રો થઈ. આ મેચના પહેલા ચાર દિવસ વરસાદમાં વિત્યા. પાંચમા અને છેલ્લા દિવસે રવિવારે આખી મેચ પૂરી થઈ. તેમાં પાકિસ્તાના આબિદ અલી તથા બાબર આઝમે સદી ફટકારી હતી. આ મેચના ડ્રો થવાની સાથે પાકિસ્તાન અને શ્રીલંકા બંનેને 20-20 અંક મળ્યા. આ રીતે ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) માં પાકિસ્તાનનું ખાતુ ખૂલી ગયું છે. તેની ત્રણ મેચમાં 20 અંક થઈ ગયા છે. 

ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (World Test Championship) માં 360 અંકની સાથે ટોપ પર રહી છે. તેણે ચેમ્પિયનશિપમાં અત્યાર સુધી કુલ 7 મેચમાં જીત મેળવી છે. ભારત દુનિયામાં એકમાત્ર એવી ટીમ છે, જે ચેમ્પિયનશિપમાં એક પણ મેચ હારી નથી. ચેમ્પિયનશિપમાં હવે ઓસ્ટ્રેલિયા (216) બીજા અને શ્રીલંકા ત્રીજા સ્થાન પર પહોંચી ગયું છે. ન્યૂઝીલેન્ડ (60) ચોથા, ઈંગ્લેન્ડ (પાંચમા) અને પાકિસ્તાન (20) છઠ્ઠા સ્થાન પર છે. વેસ્ટ ઈન્ડીઝ, સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશનું ખાતુ ખૂલવાનું હજી બાકી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news