Commonwealth Games 2022: તેજસ્વીન શંકરે રચ્યો ઈતિહાસ, મેડલ ટેલીમાં કયા ક્રમે છે ભારત તે જાણો

તેજસ્વીન શંકરે ભારતને ઊંચી કૂદમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. નેશનલ રેકોર્ડધારી તેજસ્વીન શંકરે એથલેટિક્સની ઊંચી કૂદમાં 2.22 મીટરની છલાંગ લગાવી અને દેશ માટે પહેલો બ્રોન્ઝ જીત્યો. તેમનું સીઝનનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 2.27 મીટર છે જ્યારે પર્સનલ બેસ્ટ પ્રદર્શન 2.29 મીટર છે. બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સમાં 72 દેશે ભાગ લીધો છે. આ દરમિયાન ટીમ 19 જેટલા અલગ અલગ ખેલોમાં ભાગ લઈ રહી છે. આ વખતે 72 દેશના 1800થી વધુ ખેલાડીઓ બર્મિંઘમમાં ભેગા થયા છે. મહિલા ટી20 ક્રિકેટ, 3X3 બાસ્કેટબોલ અને 3X3 વ્હીલ ચેર બાસ્કેટબોલ એમ ત્રણ નવા ખેલને જગ્યા અપાઈ છે.

Commonwealth Games 2022: તેજસ્વીન શંકરે રચ્યો ઈતિહાસ, મેડલ ટેલીમાં કયા ક્રમે છે ભારત તે જાણો

Commonwealth Games 2022: કોમવવેલ્થ ગેમ્સમાં ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. ભારતે અત્યાર સુધીમાં કુલ 18 મેડલ મેળવ્યા છે. જેમાં 5 ગોલ્ડ, 6 સિલ્વર અને 7 બ્રોન્ઝ મેડલ છે. અત્રે જણાવવાનું કે કોમનવેલ્થ ગેમ્સમાં સૌથી સારું પ્રદર્શન ભારતે 2010માં કર્યું હતું. તે સમયે ભારતમાં તેનું આયોજન થયું હતું. જેમાં ભારતે 39 ગોલ્ડ મેડલ જીત્યા હતા. ગોલ્ડ ઉપરાંત ભારતને 26 સિલ્વર અને 36 બ્રોન્ઝ મેડલ મળ્યા હતા. બધા મળીને કુલ 101 મેડલ મળ્યા હતા. આ વખતે બર્મિંઘમમાં ખેલાઈ રહેલા કોમનવેલ્થ ગેમ્સમાં પણ ભારતીય ખેલાડીઓ પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા છે. જો કે આ વખતે શુટિંગ તેમાં સામેલ નથી. જ્યારે મહિલા ટી20 ક્રિકેટને કોમનવેલ્થ ગેમ્સમાં જગ્યા મળી છે. 

બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સમાં 72 દેશે ભાગ લીધો છે. આ દરમિયાન ટીમ 19 જેટલા અલગ અલગ ખેલોમાં ભાગ લઈ રહી છે. આ વખતે 72 દેશના 1800થી વધુ ખેલાડીઓ બર્મિંઘમમાં ભેગા થયા છે. મહિલા ટી20 ક્રિકેટ, 3X3 બાસ્કેટબોલ અને 3X3 વ્હીલ ચેર બાસ્કેટબોલ એમ ત્રણ નવા ખેલને જગ્યા અપાઈ છે.

ટ્રેક એન્ડ ફિલ્ડ, વેઈટલિફ્ટિંગમાં મેડલ
બુધવારે ભારતને વેઈટલિફ્ટિંગમાં વધુ એક મેડલ મળ્યો. વેઈટલિફ્ટિંગમાં ભારતીય ટીમે પોતાનો ઓલટાઈમ રેકોર્ડ તોડતા 10 મેડલ મેળવ્યા છે. ગુરદીપ સિંહે ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો. એથલેટિક્સમાં પણ ભારતને કોમનવેલ્થ ગેમ્સનો પહેલો મેડલ મળ્યો છે. આ મેડલની ખાસિયત એ નથી કે તે 22માં કોમનવેલ્થ ગેમ્સમાં આ સ્પર્ધાઓનો પહેલો મેડલ છે પણ એ છે કે જે ખેલમાંથી આ મેડલ આવ્યો છે તેમાં આ અગાઉ ભારતે ક્યારેય મેડલ જીત્યો નથી. તેજસ્વીન શંકરે ભારતને ઊંચી કૂદમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. નેશનલ રેકોર્ડધારી તેજસ્વીન શંકરે એથલેટિક્સની ઊંચી કૂદમાં 2.22 મીટરની છલાંગ લગાવી અને દેશ માટે પહેલો બ્રોન્ઝ જીત્યો. તેમનું સીઝનનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 2.27 મીટર છે જ્યારે પર્સનલ બેસ્ટ પ્રદર્શન 2.29 મીટર છે. 

અત્રે જણાવવાનું કે તેજસ્વીન શંકરનું શરૂઆતમાં કોમનવેલ્થ ગેમ્સ માટે પસંદ કરાયેલા એથલેટ્સમાં નામ નહતું પરંતુ જ્યારે દિલ્હી હાઈકોર્ટે આ મામલે હસ્તક્ષેપ કર્યો તો એથલેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ તેમને કોમનવેલ્થ ગેમ્સ ટીમ સાથે બર્મિંઘમ મોકલ્યા અને હવે તેમણે ઈતિહાસ રચી નાખ્યો. 

કોમનવેલ્થ ગેમ્સમાં અત્યાર સુધીમાં ભારતના પદકવીર

1. સંકેત મહાદેવ- સિલ્વર મેડલ (વેઈટલિફ્ટિંગ 55 કિલોગ્રામ)
2. ગુરુરાજા-  બ્રોન્ઝ મેડલ (વેઈટલિફ્ટિંગ 61 કિલોગ્રામ)
3. મીરાબાઈ ચાનુ- ગોલ્ડ મેડલ (વેઈટલિફ્ટિંગ 49 કિલોગ્રામ)
4. બિંદિયારાની દેવી- સિલ્વર મેડલ (વેઈટલિફ્ટિંગ 55 કિલોગ્રામ)
5. જેરેમી લાલરિનુંગા- ગોલ્ડ મેડલ (વેઈટલિફ્ટિંગ 67 કિલોગ્રામ)
6. અચંતિા શેઉલી- ગોલ્ડ મેડલ (વેઈટલિફ્ટિંગ 73 કિલોગ્રામ)
7. સુશીલા દેવી- સિલ્વર મેડલ (જૂડો 48 કિલોગ્રામ)
8. વિજયકુમાર યાદવ- બ્રોન્ઝ મેડલ (જૂડો 60 કિલોગ્રામ)
9. હરજિંદર કૌર- બ્રોન્ઝ મેડલ (વેઈટલિફ્ટિંગ 71 કિલોગ્રામ)
10. વીમેન્સ ટીમ- ગોલ્ડ મેડલ (લોન બોલ્સ)
11. મેન ટીમ- ગોલ્ડ મેડલ (ટેબલ ટેનિસ)
12. વિકાસ ઠાકુર- સિલ્વર મેડલ (વેઈટલિફ્ટિંગ 96 કિલોગ્રામ)
13. મિક્સ્ડ બેડમિન્ટન ટીમ- સિલ્વર મેડલ
14. લવપ્રીત સિંહ- બ્રોન્ઝ મેડલ (વેઈટલિફ્ટિંગ 109 કિલોગ્રામ)
15. સૌરવ ઘોષાલ- બ્રોન્ઝ મેડલ (સ્ક્વોશ)
16. તુલિકા માન- સિલ્વર મેડલ (જૂડો)
17. ગુરદીપ સિંહ- બ્રોન્ઝ મેડલ (વેઈટલિફ્ટિંગ 109+ કિલોગ્રામ કેટેગરી)
18. તેજસ્વીન શંકર- બ્રોન્ઝ મેડલ (હાઈજમ્પ)

મેડલ ટેલીમાં ભારત સાતમા સ્થાને
મેડલ ટેલીમાં છઠ્ઠા દિવસે ભારત છઠ્ઠા સ્થાને હતું જે હવે સાતમા સ્થાને છે. પહેલા નંબરે 46 ગોલ્ડ મેડલ 38 સિલ્વર અને 39 બ્રોન્ઝ મેડલ સાથે ઓસ્ટ્રેલિયા છે. જ્યારે 39 ગોલ્ડ મેડલ સાથે ઈંગ્લેન્ડ બીજા સ્થાને, 16 ગોલ્ડ સાથે કેનેડા ત્રીજા સ્થાને, 16 ગોલ્ડ અને કુલ 36 મેડલ સાથે ન્યૂઝીલેન્ડ ચોથા સ્થાને જ્યારે 7 ગોલ્ડ મેડલ સાથે સ્કોટલેન્ડ પાંચમા સ્થાને છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news