IPL 2021 પહેલાં ક્લીન બોલ્ડ થયો SRHનો ક્રિકેટર, લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન

આઈપીએલ 2021નો બીજો ફેઝ આગામી મહિને યૂએઈમાં શરૂ થઈ જશે. પરંતુ તેની પહેલાં સનરાઈઝર્સ હૈદરાબાદના ઝડપી બોલર સંદીપ શર્માએ પોતાની જિંદગીની નવી શરૂઆત કરી દીધી છે.

IPL 2021 પહેલાં ક્લીન બોલ્ડ થયો SRHનો ક્રિકેટર, લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન

નવી દિલ્લી: આઈપીએલ 2021નો બીજો ફેઝ આગામી મહિને યૂએઈમાં શરૂ થઈ જશે. પરંતુ તેની પહેલાં સનરાઈઝર્સ હૈદરાબાદના ઝડપી બોલર સંદીપ શર્માએ પોતાની જિંદગીની નવી શરૂઆત કરી દીધી છે. સંદીપ શર્માએ પોતાની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ નતાશા સાત્વિક સાથે લગ્ન કરી લીધા છે. જેની જાણકારી સનરાઈઝર્સ હૈદરાબાદના ટ્વિટર હેન્ડલ પર આપવામાં આવી.
 

SRHની ટીમે આપી શુભેચ્છા:
સનરાઈઝર્સ હૈદરાબાદે સંદીપ શર્મા અને નતાશા સાત્વિકના લગ્નનો ફોટો શેર કરતાં લખ્યું કે SRH ફેમિલીમાં એક ખાસ વ્યક્તિની એન્ટ્રી. મિસ્ટર અને મિસીઝ શર્માને શુભેચ્છા એક લાંબી ભાગીદારી માટે.

 

સાઉથ ઈન્ડિયન લુકમાં સંદીપ-નતાશા:
સંદીપ શર્મા અને નતાશા સાત્વિક સાઉથ ઈન્ડિયન વેડિંગ આઉટફીટમાં એકબીજાને કોમ્પ્લીમેન્ટ કરતાં જોવા મળી રહ્યા છે. જ્યાં સંદીપે સફેદ રંગનો ધોતી કુર્તા પહેર્યો છે. જ્યારે નતાશાએ  ઓરેન્જ-રેડ શેડની કાંજીવરમ સાડી પહેરેલી છે. પારંપરિક ઘરેણાં અને ગજરામાં તેનો લુક પરફેક્ટ લાગી રહ્યો છે.

લગ્ન પછી ચમકશે નસીબ:
સંદીપ શર્માએ ભારતમાં થયેલી આઈપીએલ 2021ના પહેલાં ફેઝમાં હૈદરાબાદ તરફથી માત્ર 3 મેચમાં ભાગ લીધો છે. જેમાં તેણે 109 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. હવે જોવાનું એ રહેશે કે લગ્ન પછી તેનું નસીબ કેટલું ચમકે છે.
 

31 ઓગસ્ટે UAE જવાની તૈયારી:
સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ આઈપીએલ 2021 માટે 31 ઓગસ્ટે યૂએઈ જવા રવાના થશે. હાલની સિઝનમાં ટીમનું પ્રદર્શન બહુ ખરાબ રહ્યું છે. હૈદરાબાદે 7માંથી માત્ર 1 મેચ જીતી છે અને તે પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે.
 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news