India vs England: ટીમ ઇન્ડિયાના આ ખેલાડીઓને કેપ્ટન બુમરાહે છેતર્યા, ઇંગ્લેન્ડ તો લઈ ગયા પરંતુ...
India vs England: ઇંગ્લેન્ડ સામે કેપ્ટન જસપ્રીત બુમરાહએ ત્રણ ખેલાડીઓને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કર્યા. જ્યારે આ ખેલાડીઓ પોતાના દમ પર ટીમ ઇન્ડિયાને ઘણી મેચો જીતાડી છે.
Trending Photos
India vs England: ભારતીય ટીમ આ સમયે ઇંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની સીરિઝ રમી રહી છે. આ મેચમાં ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રોહિત શર્મા કોરોના પોઝિટિવ હોવાને કારણે જસપ્રીત બુમરાહ ભારતીય ટીમની આગેવાની કરી રહ્યો છે. તેણે મેચમાં કેટલાક ચોંકાવનારા નિર્ણય લીધા છે. તેણે 3 ધાકડ ખેલાડીને પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા ન આપી.
1. મયંક અગ્રવાલ
મયંક અગ્રવાલ ઇંગ્લેન્ડની સામે પાંચ ટેસ્ટ મેચમાં ઓપનિંગ કરવા માટે મોટો દાવેદાર માનવામાં આવી રહ્યો હતો, પરંતુ કેપ્ટન જસપ્રીત બુમરાહે તેને પ્લેઇંગ ઇલેવનમાં લેવા માટે યોગ્ય સમજ્યો નહીં. જ્યારે મયંક અગ્રવાલે ઓપનિંગ કરી ટીમ ઇન્ડિયાને ઘણી મેચ જીતાડી છે. તેની પાસે ઘણો અનુભવ છે, જે ટીમ ઇન્ડિયાને કામ લાગી શકતો હતો. મયંક અગ્રવાલે 21 ટેસ્ટ મેચમાં 1488 રન બનાવ્યા છે. તેમ છતાં આટલા ધાકડ બેટ્સમેનને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરવામાં આવ્યો છે.
2. કેએસ ભરત
કેએસ ભરતે પ્રેક્ટિસ મેચમાં શાનદાર રમત દેખાડી હતી. તેણે 70 રન અને 40 રનની ઇનિંગ રમી હતી. તેની વિકેટકીંપિગ સ્કિલ પણ કમાલની છે. કેએસ ભરત વિસ્ફોટક બેટિંગમાં ફેમસ છે. તેણે શ્રેયસ અય્યરની જગ્યાએ તક આપવામાં આવી શકતી હતી. ભરતે આઇપીએલમાં પોતાના દમ પર આરસીબી ટીમને ઘણી મેચ જીતાડી છે.
3. ઉમેશ યાદવ
વિદેશી પિચ હંમેશાથી ફાસ્ટ બોલર્સના સપોર્ટમાં રહી છે. આ પિચ પર ઉમેશ યાદવ તબાહી મચાવવા માટે જાણીતો છે. ઉમેશ યાદવ તેની ચોક્કસ લાઈન લેન્થ માચે ફેમસ છે. તેની પાસે તે કળા છે કે તે કોઈફણ પિચ પર વિકેટ ઝડપી શકે છે. ઉમેશ યાદવે ભારત માટે 58 ટેસ્ટ મેચમાં 158 વિકેટ લીધી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે