IPL-2024 પહેલા બેંગલોર-હૈદરાબાદ વચ્ચે થઈ ડીલ, આ ખેલાડીઓની થઈ અદલા-બદલી

IPL 2024 : આઈપીએલ-2024 પહેલા ખેલાડીઓને રિલીઝ અને રિટેન કરવા માટેની છેલ્લી તારીખ 26 નવેમ્બર છે. એટલે કે આવતીકાલે સાંજ સુધી તમામ ટીમોએ પોતાના ખેલાડીઓનું લિસ્ટ જાહેર કરવું પડશે. આ વચ્ચે હૈદરાબાદ અને બેંગલોર વચ્ચે ખેલાડીની અદલા-બદલી થઈ છે. 

IPL-2024 પહેલા બેંગલોર-હૈદરાબાદ વચ્ચે થઈ ડીલ, આ ખેલાડીઓની થઈ અદલા-બદલી

IPL 2024 Trade : આઈપીએલની આગામી સીઝન (IPL-2024) પહેલા બધાની નજર ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા પર ટકેલી છે. કેટલાક રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો કે હાર્દિક પંડ્યા ગુજરાત ટાઈટન્સ છોડી મુંબઈ ઈન્ડિયન્સમાં સામેલ થઈ શકે છે. આ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા કે રોયલ ચેલેન્જર્સ બેંગલોરે મંયક ડાગરને ટ્રેડ દ્વારા ટીમમાં સામેલ કરી લીધો છે. 

બેંગલોરથી હૈદરાબાદમાં થઈ અદલા-બદલી
ટ્રેડ-વિન્ડો હજુ ખુલી છે અને વિરાટ કોહલીની ટીમ પણ આ લિસ્ટમાં સામેલ થઈ ગઈ છે. ક્રિકબઝના રિપોર્ટ પ્રમાણે રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ઓલરાઉન્ડર શાહબાઝ અહમદ (Shahbaz Ahmed)ને ટ્રેડ કરી સનરાઇઝર્સ હૈદરાબાદના સ્પિનર મયંક ડાગરને ટીમમાં સામેલ કર્યો છે. 

દિલ્હી માટે રમે છે મયંક
મયંક ડાગરની વાત કરીએ તો તે ડોમેસ્ટિક ક્રિકેટમાં દિલ્હીનું પ્રતિનિધિત્વ કરે છે. 27 વર્ષીય સ્પિનરે પાછલી સીઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે 3 મેચ રમી અને 1 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન તેનો ઈકોનોમી રેટ 7.55નો રહ્યો હતો. શાહબાઝના આઈપીએલ કરિયરની વાત કરીએ તો તેણે 39 મેચમાં 14 વિકેટ લીધી છે. શાહબાઝ આરસીબી માટે પાછલી સીઝનમાં 10 મેચ રમ્યો હતો અને 1 વિકેટ લીધી હતી. શાહબાઝ ભારત માટે 3 વનડે અને 2 ટી20 મેચ રમી ચુક્યો છે. વનડેમાં તેણે 3 તથા ટી20 આંતરરાષ્ટ્રીયમાં 2 વિકેટ ઝડપી છે. 

શાહબાઝને 2.4 કરોડમાં ખરીદ્યો હતો
27 વર્ષીય મયંક ડાગરને સનરાઇઝર્સ હૈદરાબાદે 2023ના મિની ઓક્શનમાં 1.80 કરોડમાં ખરીદ્યો હતો. આરસીબીએ 2022માં શાહબાઝ અહમદને 2.4 કરોડમાં ખરીદ્યો હતો. મયંક ડાગરે ફર્સ્ટ ક્લાસ કરિયરમાં અત્યાર સુધી 34 મેચ રમી છે અને 97 વિકેટ લીધી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news