Bhuvneshwar Kumar: તો શું સંન્યાસ લેશે ભુવનેશ્વર કુમાર? ઇંસ્ટાગ્રામ પર ફેરફારે વધારી ચર્ચા

Bhuvneshwar Kumar Team India: ભુવનેશ્વર કુમારે ઇંસ્ટાગ્રામ એકાઉન્ટના બાયોમાં એક ફેરફાર કર્યો છે. તેના લીધે તે ચર્ચામાં આવી ગયા છે. 

Bhuvneshwar Kumar: તો શું સંન્યાસ લેશે ભુવનેશ્વર કુમાર? ઇંસ્ટાગ્રામ પર ફેરફારે વધારી ચર્ચા

Bhuvneshwar Kumar Team India: ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર લાંબા સમયથી ઈન્ટરનેશનલ ક્રિકેટથી દૂર છે. ભુવનેશ્વરે નવેમ્બર 2022માં ભારત માટે છેલ્લી મેચ રમી હતી. ત્યારબાદ તે ટીમ ઈન્ડિયામાં પરત ફરી શક્યો નહોતો. ભુવનેશ્વરે હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટના બાયોમાં ફેરફાર કર્યો છે. આ કારણે સોશિયલ મીડિયા પર તેની નિવૃત્તિની ચર્ચા શરૂ થઈ ગઈ છે. ઘણા ટ્વિટર હેન્ડલ્સે ભુવનેશ્વરને લઈને નિવૃત્તિ સંબંધિત સવાલો ટ્વીટ કર્યા છે.

જોકે ભુવનેશ્વરે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટના બાયોમાંથી ભારતીય ક્રિકેટરને હટાવી દીધો છે. તેના બદલે તેણે માત્ર ભારતીય લખ્યું છે. ભુવનેશ્વરનો આ બદલાવ ચર્ચામાં આવ્યો છે. ટ્વિટર પર ઘણા યુઝર્સે ભુવીની નિવૃત્તિ વિશે ટ્વિટ કર્યું છે. જો કે ભુવનેશ્વર તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ભુવી હવે 33 વર્ષનો છે. પરંતુ તે જાન્યુઆરી 2022 પછી ભારતની ODI ટીમમાં પરત ફરી શક્યો નથી. અને છેલ્લી ટેસ્ટ જાન્યુઆરી 2018માં રમી હતી.

 

— MSDian™ (@AdityaSingh5143) July 27, 2023

ઉલ્લેખનીય છે કે ભુવનેશ્વર છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈન્ડિયાના સૌથી મહત્વપૂર્ણ બોલરોમાંથી એક છે. તેણે અત્યાર સુધી 21 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 63 વિકેટ ઝડપી છે. આ દરમિયાન એક મેચમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 96 રનમાં 8 વિકેટ લેવાનું રહ્યું છે. ભુવનેશ્વરે 121 વનડેમાં 141 વિકેટ લીધી છે. તેણે 87 ટી20 મેચમાં 90 વિકેટ લીધી છે. ભુવનેશ્વરે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પણ અસરકારક પ્રદર્શન કર્યું છે. તેણે IPLની 160 મેચમાં 170 વિકેટ લીધી છે.
 

— Gaurav Agarwal (@7Gaurav8) July 27, 2023

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news