WTC Final માટે બીસીસીઆઈએ જાહેર કરી 15 સભ્યોની ટીમ, જાણો કોણ થયું બહાર
ભારતીય ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે 15 સભ્યોની ટીમ જાહેર કરી દીધી છે. ઓપનર મયંક અગ્રવાલને આ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી.
Trending Photos
નવી દિલ્હીઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 18 જૂનથી આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ રમાવાની છે. ભારતીય ટીમે ઈંગ્લેન્ડમાં ઇન્ટ્રા સ્કોવડ મેચ રમીને પોતાની તૈયારી પણ કરી લીધી છે. હવે 18 જૂનથી સાઉથમ્પ્ટનમાં મેદાનમાં ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ ટકરાવાની છે. આ મેચ માટે બીસીસીઆઈએ 15 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે.
બીસીસીઆઈએ કરી 15 સભ્યોની ટીમ જાહેર
ભારતીય ટીમ આશરે 20 ખેલાડી અને 5 નેટ બોલરની સાથે ઈંગ્લેન્ડના પ્રવાસે પહોંચી છે. આ પ્રવાસમાં ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ અને ત્યારબાદ ઈંગ્લેન્ડ સામે 5 મેચોની ટેસ્ટ સિરીઝ રમવાની છે. પરંતુ આઈસીસી ઇવેન્ટ માટે 15 સભ્યોની ટીમ જાહેર કરવાની હોય છે. આ માટે બીસીસીઆઈએ ફાઇનલ મેચ માટે 15 સભ્યોની ટીમ જાહેર કરી દીધી છે.
🗒️ #TeamIndia announce their 15-member squad for the #WTC21 Final 💪 👇 pic.twitter.com/ts9fK3j89t
— BCCI (@BCCI) June 15, 2021
ભારતીય ટીમ
વિરાટ કોહલી કેપ્ટન, રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, રિષભ પંત, હનુમા વિહારી, રિદ્ધિમાન સાહા, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ અને મોહમ્મદ સિરાજ.
ભારતે પોતાની ટીમમાં ઓપનર તરીકે શુભમન ગિલ અને રોહિત શર્માને રાખ્યા છે. તો સ્પિન બોલર તરીકે જાડેજા અને અશ્વિન ટીમમાં છે. ભારતે પાંચ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ અને ઈશાંત શર્માને ટીમમાં સામેલ કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે