ટીમ ઈન્ડિયાને ઝટકો, ટીમ ઈન્ડિયાને ઝટકો, ઈશાંત અને રોહિત પ્રથમ બે ટેસ્ટમાંથી થયા બહારઃ રિપોર્ટ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 17 ડિસેમ્બરથી ટેસ્ટ સિરીઝની શરૂઆત થવાની છે. પરંતુ આ સિરીઝ પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. અનુભવી ઈશાંત શર્મા અને બેટ્સમેન રોહિત શર્મા હજુ સંપૂર્ણ રીતે ફિટ થઈ શક્યા નથી. 
 

ટીમ ઈન્ડિયાને ઝટકો, ટીમ ઈન્ડિયાને ઝટકો, ઈશાંત અને રોહિત પ્રથમ બે ટેસ્ટમાંથી થયા બહારઃ રિપોર્ટ

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગતો દેખાઈ રહ્યો છે. વિસ્ફોટક બેટ્સમેન રોહિત શર્મા અને ફાસ્ટ બોલર ઈશાંત શર્મા સંપૂર્ણ રીતે ફિટ નથી અને શરૂઆતી બે ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છે. ક્રિકઇન્ફોના રિપોર્ટ અનુસાર, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ  (BCCI) જલદી આ વિશે જાહેરાત કરશે. આ બંન્નેને કાંગારૂ ટીમ વિરુદ્ધ અંતિમ ત્રણ ટેસ્ટમાં સામેલ કરવામાં આવ્યા હતા, પરંતુ બંન્ને ખેલાડી બેંગલુરૂ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબમાં છે. તેના પર એનસીએની મેડિકલ ટીમ નજર રાખી રહી છે. 

ઈશાંત શર્મા વિશે બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યુ- વાત જો ટી20ની હોત તો જ્યાં માત્ર 4 ઓવર ફેંકવાની હોય છે તો આ ફાસ્ટ બોલર ફિટ છે, પરંતુ ટેસ્ટમાં લાંબો સ્પેલ હોય છે. તેવામાં ઈશાંતને લઈને રિસ્ક ન લઈ શકાય. બીજીતરફ પ્રથમ ટેસ્ટ રમ્યા બાદ વિરાટ કોહલી પેટરનિટી લીવ હેઠળ સ્વદેશ પરત ફરશે. માનવામાં આવી રહ્યું છે કે શ્રેયસ અય્યરને ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવશે, જે વનડે અને ટી20 ટીમમાં સામેલ છે. 

IPL 2021 : મેગા ઓક્શનમાં આ 3 ક્રિકેટર્સને રિટર્ન કરી શકે છે ચેન્નઈ

રિપોર્ટસ પ્રમાણે રહિત અને ઈશાંતા ફિટનેસ સ્ટેટ પર હાલમાં એક બેઠકમાં એનસીએની ટીમ સાથે ચર્ચા થઈ હતી. બંન્નેની ફિટનેસમાં વધુ સુધાર નથી. આ વિશે ટીમ મેનેજમેન્ટ, પસંદગીકાર અને બીસીસીઆઈને અનૌપચારિક રીતે જાણ કરી દેવામાં આવી છે. આ ભારત માટે મોટો ઝટકો હશે કારણ કે વિરાટ કોહલી પેટરનિટી લીવ હેઠળ પ્રથમ ટેસ્ટ બાદ સ્વદેશ પરત ફરશે. 

આ પહેલા ભારતના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ રોહિત શર્મા અને ઈસાંત શર્માની આગામી ટેસ્ટ સિરીઝમાં ભાગ લેવા પર આશંકા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, જો ટેસ્ટ રમવી હોય તો આગામી કેટલાક દિવસમાં ઓસ્ટ્રેલિયા પહોંચવુ પડશે. રોબિત (હેમસ્ટ્રિંગ) અને ઈશાંત (સાઇટ સ્ટ્રેન) બંન્ને સ્નાયુ ખેંચાઈ જવાને કારણે રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીમાં રિહેબિલિટેશન પર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news