World cup 2019 AUSvsSL: ઓસ્ટ્રેલિયાનો 87 રને ભવ્ય વિજય

 World cup 2019 AUSvsSL: ઓસ્ટ્રેલિયાનો 87 રને ભવ્ય વિજય

લંડનઃ કેનિંગ્ટન ઓવલના મેદાન પર રમેયાલી આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ-2019ની 20મી મેચમાં ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને 87 રનથી પરાજય આપીની ટૂર્નામેન્ટમાં ચોથો વિજય મેળવ્યો છે. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 334 રન બનાવ્યા હતા. જેના જવાબમાં શ્રીલંકન ટીમ 45.5 ઓવરમાં 247 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન ફિન્ચે 153, સ્મિથે 73 રન બનાવ્યા હતા. જ્યારે બોલિંગમાં સ્ટાર્કે 4, રિચર્ડસને 3 અને કમિન્સે બે વિકેટ ઝડપી હતી. શ્રીલંકા તરફથી કેપ્ટન કરૂણારત્નેએ સૌથી વધુ 97 રન બનાવ્યા હતા. 

ફિન્ચ-વોર્નર વચ્ચે 80 રનની ભાગીરાદીર
ડેવિડ વોર્નર 48 બોલ પર 26 રન બનાવીને આઉટ થયો હતો. તેને ધનંજય ડી સિલ્વાએ બોલ્ડ કર્યો હતો. તેણે ફિન્ચ સાથએ પ્રથમ વિકેટ માટે 80 રનની ભાગીદારી કરી હતી. ઉસ્માન ખ્વાજાને પણ ધનંજય ડી સિલ્વાએ આઉટ કર્યો હતો. તે માત્ર 10 રન બનાવી શક્યો હતો. ટૂર્નામેન્ટમાં તેનું ખરાબ ફોર્મ જારી છે. તેણે પાંચ મેચોમાં એકપણ અડધી સદી ફટકારી નથી. 

ફિન્ચે ફટકાર્યા 153 રન
ઓસ્ટ્રેલિયન કેપ્ટન એરોન ફિન્ચે શાનદાર બેટિંગ કરી હતી. તેણે 153 રન ફટકાર્યા હતા. આ દરમિયાન 132 બોલનો સામનો કરતા 15 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. આ તેના વનડે કરિયરની 14મી અને વિશ્વકપની બીજી સદી છે. ફિન્ચને ઉડાનાએ આઉટ કર્યો હતો. તેણે સ્ટીવ સ્મિથ સાથે ત્રીજી વિકેટ માટે 173 રનની ભાગીદારી કરી હતી. સ્મીથે 59 બોલનો સામનો કરતા 7 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 73 રન ફટકાર્યા હતા. તેને લસિથ મલિંગાએ બોલ્ડ કર્યો હતો. 

ત્યારબાદ શોન માર્શ પણ 3 રન બનાવી ઉડાનાનો શિકાર બન્યો હતો. તો એલેક્સ કેરી માત્ર 4 રન બનાવી રનઆઉટ થયો હતો. ત્યારબાદ પેટ કમિન્સ પણ રનઆઉટ થયો હતો. આ બંન્નેને ઉડાનાએ સીધા થ્રો દ્વારા રનઆઉટ કર્યાં હતા. 

ઓસ્ટ્રેલિયાએ પોતાની ટીમમાં એક ફેરફાર કર્યો છે. નાથન કૂલ્ટર નાઇલના સ્થાને જેસન બેહરનડોર્ફને તક આપી છે. જ્યારે શ્રીલંકાએ લકમલના સ્થાને મિલિંદા સિરિવર્દનાને તક આપી છે. 

પ્લેઇંગ ઇલેવનઃ 
ઓસ્ટ્રેલિયાઃ એરોન ફિન્ચ, ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, ઉસ્માન ખ્વાજા, શોન માર્શ, ગ્લેન મેક્સવેલ, એલેક્સ કેરી, પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, કેન રિચર્ડસન, જેસન બેહરેનડોર્ફ.

શ્રીલંકાઃ દિમુથ કરૂણારત્ને, કુસલ પરેરા, લાહિરુ થિરિમાને, કુસલ મેન્ડિસ, એન્જેલો મેથ્યુસ, ધનંજય ડિ સિલ્વા, થિસારા પરેરા, ઉસારુ ઉડાના, મિલિંદા સિરિવર્દના, લસિથ મલિંગા, નુવાન પ્રદીપ.  

ઓસ્ટ્રેલિયા માટે ઓપનર ડેવિડ વોર્નર શાનદાર ફોર્મમાં છે અને બે અડધી સદી તથા એક સદી ફટકારી ચુક્યો છે. શ્રીલંકાના બોલરેએ તેને ઝડપથી આઉટ કરવો પડશે. કેપ્ટન એરોન ફિન્ચ પાસેથી પણ ટીમને મોટી ઈનિંગની આશા હશે જ્યારે સ્ટીવ સ્મિથ, ઉસ્માન ખ્વાજા અને શોન માર્શ પણ અહીંની પરિસ્થિતિનો લાભ ઉઠાવવાનો પ્રયત્ન કરશે. 

જ્યાં સુધી શ્રીલંકાની વાત છે તો તેના માટે બેટિંગ ચિંતાનો વિષય છે. તેવામાં મિશેલ સ્ટાર્ક એન્ડ કંપનીની સામે તેના બેટ્સમેનોની પરીક્ષા થશે. શ્રીલંકા તરફથી માત્ર કેપ્ટન દિમુથ કરૂણારત્ને અને કુસલ પરેરા થોડું યોગદાન આપી શક્યા છે પરંતુ અન્ય બેટ્સમેનો ફ્લોપ રહ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news