AUS vs WI 2nd Test: વેસ્ટ ઈન્ડિઝને મળી પોતાના ઈતિહાસની સૌથી શરમજનક હાર, ઓસ્ટ્રેલિયાએ 419 રનથી હરાવ્યું

AUS vs WI 2nd Test Match: ઓસ્ટ્રેલિયાએ જબરદસ્ત પ્રદર્શન કરતા વેસ્ટ ઈન્ડિઝને બીજી ટેસ્ટમાં ધૂળ ચટાડી દીધી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ એકતરફી જીત મેળવતા વેસ્ટ ઈન્ડિઝને ક્યારેય ન ભૂલી શકાય તેવી હારનો સામનો કરાવ્યો. ઓસ્ટ્રેલિયાએ બીજી ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝને 419 રનના મોટા અંતરથી હરાવ્યું અને સિરીઝ પણ 2-0થી જીતી લીધી.

AUS vs WI 2nd Test: વેસ્ટ ઈન્ડિઝને મળી પોતાના ઈતિહાસની સૌથી શરમજનક હાર, ઓસ્ટ્રેલિયાએ 419 રનથી હરાવ્યું

AUS vs WI 2nd Test Match: ઓસ્ટ્રેલિયાએ જબરદસ્ત પ્રદર્શન કરતા વેસ્ટ ઈન્ડિઝને બીજી ટેસ્ટમાં ધૂળ ચટાડી દીધી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ એકતરફી જીત મેળવતા વેસ્ટ ઈન્ડિઝને ક્યારેય ન ભૂલી શકાય તેવી હારનો સામનો કરાવ્યો. ઓસ્ટ્રેલિયાએ બીજી ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝને 419 રનના મોટા અંતરથી હરાવ્યું અને સિરીઝ પણ 2-0થી જીતી લીધી. તથા આગામી વર્ષે થનારી આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલ તરફ ડગ વધાર્યું છે. 

શરમજનક હાર
ઓસ્ટ્રેલિયાએ વેસ્ટઈન્ડિઝ સામે 497 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો અને વેસ્ટ ઈન્ડિઝને ચોથા દિવસના રોજ 40.5 ઓવરમાં 77 રને સમેટીને જીત મેળવી લીધી. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્ક, માઈકલ નીસર અને સ્કોટ બોલેન્ડે 3-3 વિકેટ ઝટકીને વેસ્ટ ઈન્ડિઝને શરમજનક હાર ઝેલવા માટે મજબૂર કરી દીધુ. રનની રીતે ટેસ્ટ ક્રિકેટમાં વેસ્ટ ઈન્ડિઝની આ સૌથી મોટી હાર છે. આ અગાઉ વેસ્ટ ઈન્ડિઝને 53 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયાએ જ 382 રનના અંતરથી હરાવ્યું હતું. 

ઓસ્ટ્રેલિયાનું જબરદસ્ત પરફોર્મન્સ
પહેલી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાએ 7 વિકેટ ગુમાવીને 511 રન કરીને દાવ ડિક્લેર કર્યો હતો. જ્યારે વેસ્ટ ઈન્ડિઝ પહેલી ઈનિંગમાં ફક્ત 214 રન કરી શક્યું. આખી ટીમ 214 રનના સ્કોરે પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટે 199 રનના સ્કોરે દાવ ડિક્લેર કર્યો હતો. આમ જીતવા માટે વેસ્ટ ઈન્ડિઝને 497 રનનું લક્ષ્યાંક મળ્યું હતું. પણ વેસ્ટ ઈન્ડિઝની આખી ટીમ 77 રને ઓલઆઉટ થઈ ગઈ. 

આ ખેલાડીઓ રહ્યા જીતના હીરો
ટ્રેવિસ હેડને બીજી ટેસ્ટ મેચ માટે પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરાયો, જ્યારે માર્નસ લાબુશેનને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ મળ્યો. આ સિરીઝ જીતનો અર્થ એ છે કે ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના પોઈન્ટ ટેબલમાં હવે આગળ વધ્યું છે. ઓસ્ટ્રેલિયાની હાલ પોઈન્ટ્સ ટેબલમાં જ જીતની ટકાવારી 75 ટકા થઈ ગઈ છે. 

સાઉથ આફ્રિકા વિરુદ્ધ 3 મેચની સિરીઝ
પેટ કમિન્સની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના પોઈન્ટ ટેબલમાં પોતાની ટકાવારી વધારી શકે છે. હવે સાઉથ આફ્રિકાની 3 ટેસ્ટ મેચોની સિરીઝ માટે મેજબાની કરવાની છે. ત્યારબાદ ફેબ્રુઆરી-માર્ચમાં ચાર ટેસ્ટ મેચની સિરીઝ માટે ભારતનો પ્રવાસ ખેડવાનો છે. જેનાથી આગામી વર્ષે થનારી ફાઈનલની બે ટીમોનો નિર્ણય થશે. 

આ વીડિયો પણ ખાસ જુઓ...

વેસ્ટ ઈન્ડિઝને મોટો ઝટકો
વેસ્ટ ઈન્ડિઝ માટે સિરીઝ એકદમ નિરાશાજનક રહી. સતત બે હાર સાથે તે ટેસ્ટ ચેમ્પિયનશીપના પોઈન્ટ ટેબલની ફાઈનલની હોડમાંથી બહાર થઈ ગઈ. વિન્ડિઝની બીજી ઈનિંગમાં 77 રન તેનો ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ ઈતિહાસમાં સૌથી ઓછો સ્કોર રહ્યો અને ઓવરઓલ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બીજો સૌથી ઓછો સ્કોર છે. તે પોઈન્ટ ટેબલમાં ઈંગ્લેન્ડથી પાછળ 40.91 જીત ટકાવારીના આધારે ઓવરઓલ સાતમા નંબરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news