એશિયન ચેમ્પિયનશિપઃ રવિ દહિયાને ગોલ્ડ, બજરંગ પૂનિયા, સત્યવ્રત અને ગૌરવને મળ્યો સિલ્વર મેડલ
ભારતના સ્ટાર યુવા રેસલર રવિ દરમિયાએ એશિયન ચેમ્પિયનશિપનો ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો છે. તેણે 57 કિલોની ફ્રીસ્ટાઇલની ફાઇનલમાં દમદાર પ્રદર્શન કરતા તઝાકિસ્તાનના હિકમાતુલો વોહિદોવને 10-0થી હરાવ્યો હતો.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતના સ્ટાર યુવા રેસલર રવિ દરમિયાએ એશિયન ચેમ્પિયનશિપનો ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો છે. તેણે 57 કિલોની ફ્રીસ્ટાઇલની ફાઇનલમાં દમદાર પ્રદર્શન કરતા તઝાકિસ્તાનના હિકમાતુલો વોહિદોવને 10-0થી હરાવ્યો હતો. પરંતુ ભાજપના ગોલ્ડ મેડલના મજબૂત દાવેદાર બજરંગ પૂનિયાએ સિલ્વર મેડલથી સંતોષ કરવો પડ્યો છે. તે કેડી જાધવ ઇન્ડોર હોલમાં 65 કિલો વર્ગની ફાઇનલમાં જાપાનના તાકુતો ઓટોગુરો સાથે 2-10થી હારી ગયો હતો.
આ રીતે દહિયાનો મેડલ ભારત માટે દિવસનો એકમાત્ર ગોલ્ડ મેડલ રહ્યો, કારણ કે અન્ય ત્રણ રેસલર પોતાના વર્ગની ફાઇનલમાં હારી ગયા જેમાં બજરંગ પણ સામેલ છે. સત્યવ્રત કાદિયાન 97 કિલો વર્ગ ફાઇનલમાં ઈરાનના મોજતાબા મોહમ્મદશફી ગોલિજ સામે 0-10થી પરાજીત થયો હતો.
બીજીતરફ 79 કિલો વર્ગમાં ગૌરવ બાલિયાને ગોલ્ડ મેડલ મુકાબલામાં કિર્ગિસ્તાનના અર્સલાન બુડાજાપેવ સામે 5-7થી હારનો સામનો કરવો પડ્યો છે. આ પહેલા દહિયાએ 57 કિલોમાં દમદાર પ્રદર્શન કરતા જાપાનના યુકી તાકાહાશીને 14-5થી પરાજય આપ્યો હતો.
ટોક્યો ઓલિમ્પિક માટે મજબૂત દાવેદારના રૂપમાં આગળ વધી રહેલા રવિએ ફરી મંગોલિયાના તુગ્સ બતજારગલને હરાવ્યો હતો. સેમિફાઇનલમાં ઉઝ્બેકિસ્તાનન નૂરીસ્લામ સનાયેવ રવિની સામે પડકાર રજૂ ન કરી શક્યો.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે