એશિયન ચેમ્પિયનશિપ વિજેતા દોડવીર ગોમતી ડોપ પરીક્ષણમાં નિષ્ફળ

એશિયન ચેમ્પિયનશિપમાં પાછલા મહિને 800 મીટરની દોડમાં ગોલ્ડ મેડલ જીતનારી ગોમતી મારીમુથુ ડોપ પરીક્ષણમાં નિષ્ફળ રહેતા મંગળવારે તેના પર અસ્થાયી રૂપે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. 
 

એશિયન ચેમ્પિયનશિપ વિજેતા દોડવીર ગોમતી ડોપ પરીક્ષણમાં નિષ્ફળ

નવી દિલ્હીઃ એશિયન ચેમ્પિયનશિપમાં પાછલા મહિને 800 મીટરની દોડમાં ગોલ્ડ મેડલ જીતનારી ગોમતી મારીમુથુ ડોપ પરીક્ષણમાં નિષ્ફળ થયા બાદ મંગળવારે અસ્થાયી સમય માટે સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. 

તમિલનાડુની 30 વર્ષની આ દોડવીરે દોહા એશિયન એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં બે મિનિટ અને 2.70 સેકન્ડના સમયની સાથે ગોલ્ડ મેડલ હાસિલ કર્યો હતો પરંતુ તેના એ નમૂનામાં પ્રતિબંધિત સ્ટેરોયડ મળ્યું છે. જો તેનો બી નમૂનો પણ પોઝિટિવ રહ્યો તો તેના પર વધુમાં વધુ ચાર વર્ષનો પ્રતિબંધ લગાવી શકાય છે, કારણ કે તે પ્રથમ વખત ડોપિંગ પરીક્ષણમાં નિષ્ફળ રહી. 

ભારતે આ ટૂર્નામેન્ટમાં ત્રણ ગોલ્ડ, સાત સિલ્વર અને સાત બ્રોન્ઝ મેડલ જીત્યા હતા પરંતુ જો ગોમતીનો બી નમૂનો પોઝિટિવ રહ્યો તો ભારતનો એક ગોલ્ડ મેડલ છીનવાઇ જશે. એક સૂત્રએ ગોપનીયતાની શરત પર જણાવ્યું, 'હા ગોમતીના નમૂના સ્ટેરોયડ માટે પોઝિટિવ આવ્યા અને તેને અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news