Asia Cup 2023: પાકિસ્તાનમાં રમાશે એશિયા કપ 2023, ટીમ ઈંડિયાના મેચને લઈ આ છે અપડેટ

Asia Cup 2023: ગત વર્ષે બીસીસીઆઈના સચિવ જય શાહે સ્પષ્ટ કર્યું હતું કે ટીમ ઇન્ડિયા કોઈ પણ હાલતમાં પાકિસ્તાન જશે નહીં. બીસીસીઆઈના આ નિર્ણય પછી એશિયા કપ 2023 માટે હાઇબ્રીડ મોડલ બનાવવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ હાઇબ્રીડ મોડલ અંગે 13 જૂને કાઉન્સિલ તરફથી સત્તાવાર જાહેરાત થઈ શકે છે. 
 

Asia Cup 2023: પાકિસ્તાનમાં રમાશે એશિયા કપ 2023, ટીમ ઈંડિયાના મેચને લઈ આ છે અપડેટ

Asia Cup 2023: એશિયા કપ 2023 સપ્ટેમ્બર મહિનામાં પાકિસ્તાનમાં રમાશે. પરંતુ એશિયા કપના આયોજનને લઈને હજી પણ કોઈ સ્પષ્ટતા નથી. તેવામાં ટુર્નામેન્ટને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એશિયા કપ 2023 પાકિસ્તાનમાં જ રમાશે પરંતુ ટુર્નામેન્ટની કેટલીક મેચ પાકિસ્તાનની બહાર આયોજિત થશે. 

આ પણ વાંચો:

એશિયા કપ 2023 માટે પીસીબીના પ્રસ્તાવિત હાઇબ્રીડ મોડલને એશિયાઈ ક્રિકેટ પરિષદ મંજૂરી આપે તેવી સંભાવના છે. ગત વર્ષે બીસીસીઆઈના સચિવ જય શાહે સ્પષ્ટ કર્યું હતું કે ટીમ ઇન્ડિયા કોઈ પણ હાલતમાં પાકિસ્તાન જશે નહીં. બીસીસીઆઈના આ નિર્ણય પછી એશિયા કપ 2023 માટે હાઇબ્રીડ મોડલ બનાવવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ હાઇબ્રીડ મોડલ અંગે 13 જૂને કાઉન્સિલ તરફથી સત્તાવાર જાહેરાત થઈ શકે છે. 

પાકિસ્તાનમાં રમાશે આ 4 મેચ

હાઇબ્રીડ મોડેલ અંતર્ગત એશિયા કપ 2023 ની ચાર મેચ પાકિસ્તાનમાં આયોજિત થશે. આ બધી મેચ પાકિસ્તાનના લાહોરમાં રમાશે. પાકિસ્તાનમાં રમાનાર મેચમાં પાકિસ્તાન-નેપાળ, બાંગ્લાદેશ-અફઘાનિસ્તાન, અફઘાનિસ્તાન-શ્રીલંકા અને શ્રીલંકા-બાંગ્લાદેશ મેચ થઈ શકે છે. ત્યાર પછી ની બધી જ મેચ શ્રીલંકામાં રમાશે. ટીમ ઈન્ડિયાની મેચ પણ શ્રીલંકામાં જ રમાશે.

એશિયા કપ 2023નું હાઈબ્રીડ મોડલ

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા એશિયા કપ 2023 માટે હાઇબ્રીડ મોડલ માં બે વિકલ્પ આપવામાં આવ્યા છે. હાઇબ્રીડ મોડલના પહેલા વિકલ્પમાં પાકિસ્તાનમાં બધા જ મેચ રમાશે જ્યારે ભારતના મેચ ન્યુટ્રલ વેન્યુ પર રમાશે. જ્યારે બીજો વિકલ્પ એવો છે કે ટુર્નામેન્ટને બે ભાગમાં વિભાજીત કરવામાં આવે. જેમાં પહેલા રાઉન્ડમાં પાકિસ્તાનમાં મેચ રમાશે અને બીજા રાઉન્ડમાં ભારતના મેચ ન્યુટ્રલ વેન્યુ પર રાખવામાં આવે. એશિયા કપ 2023 નો ફાઇનલ મેચ પણ ન્યુટ્રલ વેન્યુ પર રમાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news