ભારત સામે હાર બાદ ભડક્યા પાકના પૂર્વ ખેલાડીઓ, કહ્યું- મલિકનું કરિયર લગભગ સમાપ્ત

37 વર્ષના મલિકે આ વર્ષની શરૂઆતમાં કહ્યું હતું કે, તે વિશ્વકપ બાદ એકદિવસીય ક્રિકેટને અલવિદા કહી દેશે અને આગામી વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 વિશ્વ કપ પર ધ્યાન આપશે.

 ભારત સામે હાર બાદ ભડક્યા પાકના પૂર્વ ખેલાડીઓ, કહ્યું- મલિકનું કરિયર લગભગ સમાપ્ત

કરાચીઃ પાકિસ્તાનના પૂર્વ ખેલાડીઓએ ભારત વિરુદ્ધ આઈસીસી વિશ્વ કપ મુકાબલામાં પ્રથમ બોલ પર ખાતું ખોલાવ્યા વિના આઉટ થનાર ઓલરાઉન્ડર શોએબ મલિકની આલોચના કરતા કહ્યું કે, આ અનુભવી ખેલાડીએ તે માની લેવું જોઈએ કે તેનું કરિયર લગભગ પૂરુ થઈ ગયું. રવિવારે માનચેસ્ટરમાં રમાયેલા મુકાબલામાં ભારતે પાકિસ્તાનને 89 રને પરાજય આપ્યો હતો. 

37 વર્ષના મલિકે આ વર્ષની શરૂઆતમાં કહ્યું હતું કે, તે વિશ્વકપ બાદ એકદિવસીય ક્રિકેટને અલવિદા કહી દેશે અને આગામી વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 વિશ્વ કપ પર ધ્યાન આપશે. મલિકે વિશ્વકપની ત્રણ મેચોમાં માત્ર 8 રન બનાવ્યા છે અને ભારત વિરુદ્ધ શૂન્ય પર આઉટ થતાં મોટા ભાગના પૂર્વ ખેલાડી માની રહ્યાં છે કે મલિક પોતાનો અંતિમ એકદિવસીય મુકાબલો રમી ગયો છે. 

પૂર્વ ટેસ્ટ સ્પિનર ઇકબાલ કાસિમે કહ્યું, 'તેણે પોતે વિશ્વકપ પેલા કહ્યું હતું કે તે ત્યારબાદ વનડેમાંથી નિવૃતી લઈ લેશે. ટૂર્નામેન્ટમાં તેના પ્રદર્શનને જોતા મને લાગતું નથી કે તેને બાકી ચાર (લીગ) મેચોમાં તક મળશે. આ પૂર્વ કેપ્ટને 35 ટેસ્ટ, 287 વનડે અને 111 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. પાકિસ્તાન માટે 1999માં એકદિવસીયમાં પર્દાપણ કરનાર મલિકે રમતના આ ફોર્મેટમાં 7534 રન બનાવવાની સાથે 158 વિકેટ પણ ઝડપી છે.'

પૂર્વ બેટ્સમેન મોહમ્મદ યુસૂફે કહ્યું, 'મને લાગે છે કે પાકિસ્તાન માટે તેનું કરિયર સમાપ્ત થઈ ગયું. હાલના વિશ્વકપમાં મને નથી લાગતું કે તેને હવે તક મળશે. તેને ફરીથી ટીમમાં રાખવો મોટી ભૂલ હશે. કેપ્ટન સરફરાઝ અહમદ અને કોચ મિકી આર્થરે પરંતુ મલિકનો બચાવ કર્યો હતો.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news