રમત જ નહીં અમદાવાદમાં અફઘાની ક્રિકેટર રહેમાનુલ્લાહ ગુરબાઝે કર્યું આ કામ, જીતી લીધા લોકોના દિલ
ભલે અફઘાનિસ્તાનની ટીમ વર્લ્ડ કપ 2023ની સેમીફાઈનલમાં પહોંચવામાં સફળ ન થઈ શકી, પરંતુ તેણે પોતાની રમત દ્વારા ચોક્કસપણે દરેકના દિલ જીતી લીધા. અફઘાનિસ્તાનના ખેલાડી રહેમાનુલ્લા ગુરબાઝે પણ મેગા ઈવેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
Trending Photos
અમદાવાદઃ વનડે વિશ્વકપ 2023માં કોઈ ટીમે પોતાની રમતથી લોકોના સૌથી વધુ દિલ જીત્યા તે અફઘાનિસ્તાનની ટીમ છે. સેમીફાઈનલમાં ભલે અફઘાનિસ્તાનની ટીમ જગ્યા બનાવવામાં સફળ ન રહીં, પરંતુ તેણે ટૂર્નામેન્ટમાં ઈંગ્લેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકા જેવી ટીમોને પરાજય આપ્યો હતો. તો હવે અફઘાન ટીમના વિકેટકીપર બેટર રહેમાનુલ્લાહ ગુરબાઝે પોતાના એક કામ દ્વારા ભારતીયોના દિલ ફરી જીત્યા છે.
દિવાળી પહેલા જરૂરીયાતમંદ લોકોની મદદ
અફઘાનિસ્તાનના ખેલાડી રહેમાનુલ્લાહ ગુરબાઝે દિવાળીની એક રાત પહેલા અમદાવાદમાં ઘણા જરૂરીયાતમંદોને રૂપિયા આપી તેની મદદ કરી હતી. ગુરબાઝનો રૂપિયા આપતો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. અમદાવાદમાં એક ફુટપાથ પર સૂઈ રહેલા કેટલાક લોકો પાસે જઈને ગુરબાઝે તેને રૂપિયા આપ્યા હતા, જેનાથી તે લોકો દિવાળી ઉજવી શકે. ગુરબાઝના આ કાર્યની ખુબ પ્રશંસા કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે અફઘાનિસ્તાનની ટીમે વિશ્વકપમાં પોતાનો અંતિમ મુકાબલો આફ્રિકા વિરુદ્ધ અમદાવાદમાં રમ્યો હતો. જેમાં તેણે પાંચ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.
Rahmanullah Gurbaz silently gave money to the needy people on the streets of Ahmedabad so they could celebrate Diwali.
- A beautiful gesture by Gurbaz. pic.twitter.com/6HY1TqjHg4
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 12, 2023
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે કર્યું ક્વોલીફાઈ
વિશ્વકપમાં અફઘાનિસ્તાનની ટીમે 9 મેચમાં 4 જીત હાસિલ કરી હતી. પોઈન્ટ ટેબલમાં અફઘાનિસ્તાનની ટીમ 8 પોઈન્ટ સાથે ચોથા સ્થાને રહી હતી. આ સાથે અફઘાનિસ્તાને 2025માં રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે પણ ક્વોલીફાઈ કરી લીધુ છે. અફઘાનિસ્તાન માટે આ વિશ્વકપમાં સૌથી વધુ રન ઇબ્રાહિમ ઝાદરાને બનાવ્યા, જેણે 9 ઈનિંગમાં 47ની એવરેજથી 376 રન ફટકાર્યા હતા. તો ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રાશિદ ખાને 11 વિકેટ ઝડપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે