AFG vs WI: વિન્ડીઝે કરી ટેસ્ટ, ODI, T20 ટીમની જાહેરાત, ગેલ અને રસેલ બહાર

West Indies vs Afghanistan: વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટે અફઘાનિસ્તાન સિરીઝ માટે ટીમમાં કેટલાક મહત્વના ફેરફાર કર્યાં છે. ડેરેન બ્રાવો ટેસ્ટ ટીમથી બહાર થઈ ગયો છે. 


 

AFG vs WI: વિન્ડીઝે કરી ટેસ્ટ, ODI, T20 ટીમની જાહેરાત, ગેલ અને રસેલ બહાર

જમૈકાઃ વેસ્ટ ઈન્ડિઝ ટીમમાથી ક્રિસ ગેલ સહિત ઘણા ખેલાડીઓને બહાર કરી દેવામાં આવ્યા છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ ભારત આવી રહી છે. ભારતમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ પહેલા અફઘાનિસ્તાન વિરુદ્ધ ત્રણેય ફોર્મેટમાં સિરીઝ રમશે. ત્યારબાદ ભારત સામે કેરેબિયન ટીમે વનડે અને ટી20 સિરીઝ રમવાની છે. બીજીતરફ વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે અફઘાનિસ્તાન વિરુદ્ધ રમાનારી ત્રણેય ફોર્મેટની સિરીઝ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. 

વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં ઓપનિંગ બેટ્સમેન ક્રિસ ગેલ, ઓલરાઉન્ડર આંદ્રે રસેલ અને શેનન ગ્રેબિયલને તક મળી નથી. આ ત્રણેય ખેલાડીઓને એકપણ ફોર્મેટમાં સ્થાન મળ્યું નથી. તેવામાં કહી શકાય કે હવે ક્રિસ ગેલનું કરિયર સમાપ્ત થઈ ગયું છે. 

આ સિવાય કેરેબિયન પ્રીમિયર લીગમાં તોફાની બેટિંગ કરી સદી ફટકારવાની સાથે સાથે ઘણી આક્રમક ઈનિંગ રમનાર બ્રેન્ડન કિંગને ટી20 અને વનડે ટીમમાં સ્થાન મળ્યું છે. બ્રેન્ડન કિંગ સિવાય ફાસ્ટ બોલર અલ્જારી જોસેફને પણ સ્થાન મળ્યું છે, જે આ પહેલા ટેસ્ટ અને વનડે આંતરરાષ્ટ્રીયમાં ટીમનું પ્રતિનિધિત્વ કરી ચુક્યો છે. સાથે હેડન વાલ્શની પણ ટીમમાં વાપસી થઈ છે. 

ટીમ આ પ્રકારે છે
ટેસ્ટ ટીમઃ જેસન હોલ્ડર (કેપ્ટન), શાઇ હોપ, જોન કેમ્પબેલ, ક્રેગ બ્રેથવેટ, શિમરોન હેટમાયર, શામર્હ બ્રૂક્સ, રોસ્ટન ચેજ, શેન ડોરિચ, સુનીલ એબ્રિસ, જોમેલ વોરિકન, રકીમ કોર્નવાલ, કેમાર રોચ, કીમો પોલ અને અલ્જારી જોસેફ. 

વનડે ટીમ
કિરોન પોલાર્ડ (કેપ્ટન), શાઈ હોપ, ઇવિન લુઈસ, શિમરોન હેટમાયર, સુનીલ એમ્બ્રિસ, નિકોલસ પૂરન, બ્રેન્ડન કિંગ, રોસ્ટન ચેજ, જેસન હોલ્ડર, હેડન વોલ્શ, ખેરી પિયરે, શેલ્ડન કોટરેલ, કીમો પોલ, અલ્જારી જોસેફ અને રોમારિયો શેફર્ડ. 

ટી20 ટીમ
કિરોન પોલાર્ડ (કેપ્ટન), નિકોલસ પૂરન, ઈવન લુઈસ, બ્રેન્ડન કિંગ, શિમરોન હેટમાયર, શેફરન રદરફોર્ડ, જેસન હોલ્ડર, લેન્ડલ સિમન્સ, ફેબિયન એલેન, હેડન વોલ્શ, ખેરી પિયરે, શેલ્ડન કોટરેલ, દિનેશ રામદીન, કેસરિક વિલિયમ્સ અને અલ્જારી જોસેફ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news