IPL ઈતિહાસઃ આઈપીએલમાં 6 અલગ-અલગ ટીમ તરફથી રમનાર 3 ભારતીય ખેલાડી
આઈપીએલના ઈતિહાસને 12 વર્ષ થયા છે. આ દરમિયાન ઘણા ખેલાડીઓ એક ટીમ તરફથી રમ્યા તો અમુક ખેલાડી ક્યારેય એક ટીમમાં જગ્યા બનાવી શક્યા નથી. જેમાં દિનેશ કાર્તિક, પાર્થિવ પટેલ અને ઈશાંત શર્મા જેવા ખેલાડીનો સમાવેશ થાય છે.
Trending Photos
નવી દિલ્હીઃ આઈપીએલની 13મી સીઝનનો પ્રારંભ યૂએઈમાં થવાનો છે. 19 સપ્ટેમ્બરથી આઈપીએલ 2020ની શરૂઆત થશે અને આ માટે ટીમોએ દુબઈમાં અભ્યાસ શરૂ કરી દીધો છે. બધી ફ્રેન્ચાઈઝી લીગની જેમ આઈપીએલમાં બધી ટીમો પોતાનો એક ફેન બેઝ તૈયાર કરવાનો પ્રયાસ કરે છે અને આ હેઠળ ઘણા દિગ્ગજ ખેલાડીઓને સાઇન કરે છે.
જો કોઈ ટીમોએ લોકપ્રિયતા હાસિલ કરવી છે તો પછી તે કોઈ મોટા ખેલાડીને પોતાની ટીમમાં સામેલ કરે છે, તેનું સૌથી મોટું ઉદાહરણ છે રોહિત શર્મા, એમેસ ધોની અને વિરાટ કોહલી પોત-પોતાની ટીમના સૌથી મોટા ચહેરા છે અને તેના કારણે ટીમોની લોકપ્રિયતા વધુ છે. આવી રીતે કોઈ ક્રિસ ગેલને પસંદ કરે છે તો કોઈ ડેવિડ વોર્નરની ટીમને પસંદ કરે છે.
પરંતુ આઈપીએલમાં ઘણા એવા ખેલાડી હોય છે જેને એક કાયમી ટીમ મળી શકી નથી. આ ખેલાડી એક ટીમથી બીજી ટીમમાં દરેક કે એક-બે સીઝનમાં જતા રહે છે. આ ચક્કરમાં આ ખેલાડી ઘણી ટીમો સાથે રમી ચુક્યા છે. અમે તમને આ આર્ટિકલમાં તે ત્રણ ભારતીય ખેલાડીઓ વિશે જણાવીશું જેણે આઈપીએલમાં 6 અલગ અલગ ટીમોનું પ્રતિનિધિત્વ કર્યું છે.
આ ત્રણ ભારતીય ખેલાડી જે આઈપીએલમાં 6 અલગ-અલગ ટીમો માટે રમ્યા
1. દિનેશ કાર્તિક
કોલકત્તા નાઇટ રાઇડર્સના વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિક પણ આઈપીએલમાં છ અલગ અલગ ટીમો માટે રમી ચુક્યો છે. 182 મેચ રમી ચુકેલ દિનેશ કાર્તિકે 2008મા દિલ્હી ડેયરડેવિલ્સની સાથે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. 2010 સુધી તે દિલ્હીની ટીમમાં હતો અને 42 મેચ રમી. ત્યારબાદ 2011મા તે કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ સાથે જોડાયો. ત્યારબાદ 2012 અને 2013ની સીઝનમાં કાર્તિક મુંબઈ સાથે રહ્યો.
2014મા તેણે ફરી દિલ્હીની ટીમમાં વાપસી કરી. આગામી સીઝનમાં આરસીબીએ તેના પર દાંવ લગાવ્યો. ત્યારબાદ 2016 અને 2017ની સીઝનમાં તે ગુજરાત લાયન્સ તરફથી રમ્યો હતો. 2018ની આઈપીએલ સીઝનથી તે કેકેઆર સાથે જોડાયેલો છે.
IPL 13: ચેન્નઈ સુપરકિંગ્સને મોટો ઝટકો, સુરેશ રૈના વ્યક્તિગત કારણોસર આઈપીએલમાંથી બહાર
2. પાર્થિવ પટેલ
આ લિસ્ટમાં વધુ એક વિકેટકીપર બેટ્સમેનનું નામ છે. દિનેશ કાર્તિકની જેમ પાર્થિવ પટેલ પણ આઈપીએલમાં 6 અલગ-અલગ ટીમ માટે રમી ચુક્યો છે. પાર્થિવ પટેલ 2008થી 2010 સુધી ચેન્નઈ સુપર કિંગ્સમાં હતો.
2011થી 2013 સુધી એક-એક સીઝન તે કોચ્ચિ ટસ્કર્સ કેરલ, ડેક્કન ચાર્જર્સ હૈદરાબાદ અને સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમનો સભ્ય રહ્યો. 2014મા તે આરસીબીની ટીમમાં સામેલ થયો હતો. ત્યારબાદ 2015થી 2017 સુધી સતત 3 સીઝન મુંબઈ ઈન્ડિયન્સમાં રહ્યો અને આ દરમિયાન મુંબઈએ બે વખત આઈપીએલ ટ્રોફી જીતી હતી. 2018થી લઈને અત્યાર સુધી તે આરસીબીની ટીમનો સભ્ય છે.
3. ઈશાંત શર્મા
આ લિસ્ટમાં આગામી નામ ઈશાંત શર્માનું છે, જેને 2008ની સીઝનમાં કેકેઆરે 3.8 કરોડની મોટી રકમ સાથે ખરીદ્યો હતો. 3 સીઝન કેકેઆર માટે રમ્યા બાદ 2011મા ઇશાંત ડેક્કન ચાર્જર્સ સાથે જોડાયો હતો. ત્યારબાદ સનરાઇઝર્સ હૈદરાબાદમાં સામેલ થયો અને ત્યાંથી રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સમાં પહોંચ્યો હતો. ઇશાંત પુણે માટે માત્ર એક સીઝન રમ્યો અને ત્યારબાદ તેને રિલીઝ કરી દેવામાં આવ્યો હતો.
2018મા કિંગ્સ ઇલેવન પંજાબે તેને સાઇન કર્યો પરંતુ એક સીઝન બાદ રિલીઝ કરી દીધો હતો. ત્યારબાદ 2019ની હરાજીમાં દિલ્હીએ તેને ટીમમાં સામેલ કર્યો અને હાલ તે ડીસી સાથે જોડાયેલો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે