શનિવારે કરવું આ વસ્તુઓનું દાન, શનિ ગ્રહ સંબંધિત સમસ્યાથી મળશે મુક્તિ

Shani Grah Shanti Upay: શનિ દેવ દરેક વ્યક્તિને તેના કર્મ અનુસાર ફળ આપે છે. જેના પર શનિદેવ પ્રસન્ન થાય છે તેને રાતોરાત રાજા સમાન સુખ આપે છે અને જેના પર શનિદેવનો ક્રોધ પડે છે તેનું બધું છીનવાઈ જતા પણ સમય નથી લાગતો. આવી સ્થિતિમાં દાન-પુણ્ય કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. 

શનિવારે કરવું આ વસ્તુઓનું દાન, શનિ ગ્રહ સંબંધિત સમસ્યાથી મળશે મુક્તિ

Shani Grah Shanti Upay: શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત હોય છે. જ્યારે શનિદેવની કૃપા કોઈ જાતક ઉપર હોય તો તેના કામ અટકતા નથી અને દરેક કાર્યમાં સફળતા મળે છે. જો શનિદેવની સ્થિતિ અશુભ હોય તો જાતકને ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે. શનિવારના દિવસે શનિદેવને પ્રસન્ન કરવા માટે કેટલાક ઉપાય પણ કરી શકાય છે. જ્યોતિષશાસ્ત્રમાં જણાવાયું છે કે શનિવારના દિવસે આ ઉપાયો કરવાથી જીવનની સમસ્યાઓ દૂર થાય છે. તો ચાલો તમને જણાવીએ શનિવારના દિવસે કરવાના કેટલાક આવા ઉપાયો વિશે.

આ પણ વાંચો:

- જો તમારા જીવનમાં શનિની સાડાસાતિ ચાલતી હોય તો શનિવારે સવારે પંચામૃતમાં કાળા તલ મિક્સ કરી અને શિવજીને અર્પણ કરો તેનાથી કષ્ટથી મુક્તિ મળશે અને શનિ ગ્રહ શાંત થશે.

- શનિવારે કોઈ અસહાય વ્યક્તિને ભોજન કરાવો તેનાથી શનિ કૃપા પ્રાપ્ત થાય છે.

- એક વાટકીમાં સરસવનું તેલ લેવું અને તેમાં પોતાનો ચહેરો જોઈને વાટકી સહિત તેલ જરૂરિયાતમંદને દાન કરી દો આમ કરવાથી શનિ કૃપા પ્રાપ્ત થાય છે.

- શનિવારના દિવસે ગરીબ વ્યક્તિમાં ધાબડા, કપડા કે કાળા રંગના ઉનના કપડા દાન કરવા. જરૂરિયાતમંદ વ્યક્તિને જૂતા ચપ્પલનું દાન કરવાથી પણ શનિ કૃપા પ્રાપ્ત થાય છે.

- શનિવારના દિવસે પીપળાના ઝાડમાં પાણી અર્પણ કરવું જોઈએ. સાથે જ ઘઉંના લોટના બનેલા દીવામાં સરસવના તેલનો દીવો પ્રગટાવવો.

- શનિના ખરાબ પ્રભાવથી બચવું હોય તો રોજ સવારે જલ્દી જાગી જવું જોઈએ અને માંસ તેમજ મદિરાનું સેવન ન કરવું જોઈએ. આ સિવાય પોતાનું ચરિત્ર સારું રાખવું અને ખોટા કામ કરવા નહીં. જેના કર્મ સારા હોય છે તેને શનિદેવ દંડ દેતા નથી.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news