હવે પછીના 2 મહિના રહેશે વિષ યોગની અસર, સંકટથી બચવું હોય તો આ રાશિના લોકોએ કરવા આ ઉપાય

Vish Yog: 15 એપ્રિલે શનિની રાશિમાં ચંદ્ર આવશે જેના કારણે ખાસ યુતીનું નિર્માણ થઈ રહ્યું છે. જેના કારણે વિષ યોગ બની રહ્યો છે. આ યોગની અસર બધી જ રાશિઓ પર જોવા મળશે પરંતુ કેટલીક રાશિના લોકોના જીવનમાં તેનો નકારાત્મક પ્રભાવ જોવા મળશે. 

હવે પછીના 2 મહિના રહેશે વિષ યોગની અસર, સંકટથી બચવું હોય તો આ રાશિના લોકોએ કરવા આ ઉપાય

Vish Yog: વૈદિક ગણના અનુસાર બધા જ ગ્રહ નક્ષત્ર એક નિશ્ચિત સમય પર રાશિ પરિવર્તન કરે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચંદ્ર એ મનનો કારક છે અને શનિ કર્મના અને ન્યાયના દેવતા છે. શનિ ધીમી ગતિએ આગળ વધે છે તેથી રાશિ પરિવર્તન કરતા તેને અઢી વર્ષનો સમય લાગે છે જ્યારે ચંદ્ર ઝડપથી રાશિ પરિવર્તન કરે છે. 15 એપ્રિલે શનિની રાશિમાં ચંદ્ર આવશે જેના કારણે ખાસ યુતીનું નિર્માણ થઈ રહ્યું છે. જેના કારણે વિષ યોગ બની રહ્યો છે. આ યોગની અસર બધી જ રાશિઓ પર જોવા મળશે પરંતુ કેટલીક રાશિના લોકોના જીવનમાં તેનો નકારાત્મક પ્રભાવ જોવા મળશે. આ સમય દરમિયાન આ રાશિના લોકોએ સાવધાન રહેવાની જરૂર પડશે. 

આ પણ વાંચો:

શનિ અને ચંદ્રની યુતિથી આ લોકોએ રહેવું સાવધાન

જ્યોતિષશાસ્ત્રમાં શનિને ક્રૂર અને ન્યાયપ્રિય ગ્રહ કહેવામાં આવે છે. જ્યારે ચંદ્ર મનનો કારક ગ્રહ છે. ચંદ્ર નો સંબંધ માતા સાથે પણ છે તેનો સ્વભાવ ચંચળ હોય છે. જ્યારે કુંડળીમાં આ બે ગ્રહ એક સાથે હોય છે ત્યારે તેને વિષયોગની સ્થિતિ કહેવાય છે. તેની અસર અઢી મહિના સુધી રહે છે. આ વખતે જે વિષ યોગનું નિર્માણ થયું છે તેમાં કર્ક, કન્યા અને વૃશ્વિક રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. 

વિષ યોગથી બચવા કરો આ ઉપાય

- આ યોગનો પ્રભાવ ઓછો કરવા માટે શનિદેવ પાસે તેલનો દીવો કરવો જોઈએ.

- શનિદોષનો પ્રભાવ ઓછો કરવા માટે ગાય અને કૂતરાને નિયમિત રોટલી ખવડાવવી 

- શનિવારે પીપળાના ઝાડમાં પાણી અર્પણ કરીને દીવો પ્રજ્વલિત કરવો. 

- હનુમાન ચાલીસાનો પાઠ કરવો આ ઉપરાંત સોમવારે શિવલિંગની પૂજા કરી ગાયત્રી મંત્રનો જાપ કરવો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news