Shani Uday 2024: હોળી પહેલા આ રાશિના લોકોના જીવનમાં વધશે સમસ્યાઓ, શનિ ઉદય થઈને વધારશે મુશ્કેલીઓ

Shani Uday 2024: શનિ પોતાની રાશિ કુંભમાં બિરાજમાન છે અને 2025 સુધી આ રાશિમાં જ ગોચર કરશે. પરંતુ 18 માર્ચે સવારે 7.49 કલાકે શનિનો ઉદય થશે. શનિના ઉદય થવાથી કેટલીક રાશિના લોકોને લાભ થશે તો કેટલીક રાશિ માટે શનિનું ઉદય થવું સમસ્યાનું કારણ બનશે.જેને પગલે આ રાશિના જાતકોએ સાચવવાની જરૂર છે. 

Shani Uday 2024: હોળી પહેલા આ રાશિના લોકોના જીવનમાં વધશે સમસ્યાઓ, શનિ ઉદય થઈને વધારશે મુશ્કેલીઓ

Shani Uday 2024: વૈદિક જ્યોતિષ અનુસાર દરેક ગ્રહ તેના નિશ્ચિત સમય પર ગોચર કરે છે. બધા જ ગ્રહોમાં શનિ ક્રુર ગ્રહ માનવામાં આવે છે તેથી જ્યારે શનિનું રાશિ પરિવર્તન થાય છે કે તેનો ઉદય કે અસ્ત થાય છે તો તેનો પ્રભાવ પણ દરેક રાશિના લોકોના જીવન પર જોવા મળે છે. શનિ એક રાશિમાંથી બીજી રાશિમાં અઢી વર્ષે પ્રવેશ કરે છે પરંતુ આ દરમિયાન તેનો ઉદય અને અસ્ત ઘણી વખત થઈ શકે છે. 

શનિ પોતાની રાશિ કુંભમાં બિરાજમાન છે અને 2025 સુધી આ રાશિમાં જ ગોચર કરશે. પરંતુ 18 માર્ચે સવારે 7.49 કલાકે શનિનો ઉદય થશે. શનિના ઉદય થવાથી કેટલીક રાશિના લોકોને લાભ થશે તો કેટલીક રાશિ માટે શનિનું ઉદય થવું સમસ્યાનું કારણ બનશે. કેટલીક રાશિ એવી છે જેમના પર શનિના ઉદય થવાથી નકારાત્મક પ્રભાવ જોવા મળશે.જેથી હોળી પહેલાં આ રાશિના જાતકો કેટલાક કામો પેન્ડીંગ રાખે એ જરૂરી છે. નહીં તો નુક્સાન જવાની સંભાવના વધારે છે. 

શનિના ઉદય થવાથી આ રાશિની વચ્ચે સમસ્યા

વૃશ્ચિક રાશિ

આ રાશિના ચોથા ભાગમાં શનિનો ઉદય થશે. આ રાશિના લોકો માતા પિતાનું ખાસ ધ્યાન રાખે. પરિવારમાં કોઈ વાતને લઈને અણબનાવ થઈ શકે છે. માનસિક ચિંતા વધી શકે છે. આ સમય દરમિયાન આત્મવિશ્વાસ નબળો પડી શકે છે. મહેનતનું ફળ મળશે. સાવધાન રહેવાની જરૂર છે. 

કર્ક રાશિ

શનિ આ રાશિના આઠમા ભાવમાં ઉદય થશે. તેથી આ રાશિના લોકોને સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. બીમારી અચાનક આવી શકે છે. આ સમય દરમિયાન સંભાળીને રહેવું. સમજી વિચારીને નિર્ણય લેવો. સફળતા મેળવવા માટે શોર્ટકટ પસંદ ન કરવા. ભાગ્યનો સાથ મળશે.

મીન રાશિ

મીન રાશિના બારમાં ભાવમાં શનિમાં ઉદય થશે. આ રાશિના લોકો માટે સ્થિતિ મિશ્ર ફળદાઇ દિવસ રહેશે. આ સમય દરમિયાન સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. નાની મોટી બીમારીને પણ નજરઅંદાજ ન કરવી. ખર્ચ વધી શકે છે અને આર્થિક સ્થિતિ નબળી પડી શકે છે. બચત કરવામાં સફળતા નહીં મળે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news