Shani Gochar 2023: ગણતરીના કલાકોમાં આ રાશિવાળાનું  ભાગ્ય પલટાશે! 3 મહિનામાં આખી જિંદગીની કમાણી કરી લેશે

Shani Powerful Transit: જ્યોતિષશાસ્ત્ર મુજબ સમયાંતરે ગ્રહોનું રાશિ પરિવર્તન અનેક રાશિના જાતકો પર શુભ અને અશુભ પ્રભાવ નાખે છે. ગ્રહોની ચાલનો પ્રભાવ રાશિઓના જાતકો પર સકારાત્મક અને નકારાત્મક બંને રીતે જોઈ શકાય છે. અત્રે જણાવવાનું કે 18 માર્ચે શનિ પોતાની જ રાશિ કુંભમાં પાવરફૂલ થઈને ભ્રમણ કરવા જઈ રહ્યો છે. આ દરમિયાન 3 રાશિવાળા પર શનિદેવ ખુબ કૃપા વરસાવશે. 

Shani Gochar 2023: ગણતરીના કલાકોમાં આ રાશિવાળાનું  ભાગ્ય પલટાશે! 3 મહિનામાં આખી જિંદગીની કમાણી કરી લેશે

Shani Powerful Transit: જ્યોતિષશાસ્ત્ર મુજબ સમયાંતરે ગ્રહોનું રાશિ પરિવર્તન અનેક રાશિના જાતકો પર શુભ અને અશુભ પ્રભાવ નાખે છે. ગ્રહોની ચાલનો પ્રભાવ રાશિઓના જાતકો પર સકારાત્મક અને નકારાત્મક બંને રીતે જોઈ શકાય છે. અત્રે જણાવવાનું કે 18 માર્ચે શનિ પોતાની જ રાશિ કુંભમાં પાવરફૂલ થઈને ભ્રમણ કરવા જઈ રહ્યો છે. આ દરમિયાન 3 રાશિવાળા પર શનિદેવ ખુબ કૃપા વરસાવશે. આ સમયગાળામાં આ રાશિના જાતકોને ખુબ ધનલાભ અને પ્રગતિના યોગ બની રહ્યા છે. જાણો કઈ રાશિના જાતકોને થશે ફાયદો...

મકર રાશિ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિનું પાવરફૂલ થવું એ મકર રાશિના જાતકોનું ભાગ્ય પલટી નાખશે. આ દરમિયાન ઘરનું ફાઈનાન્સ મજબૂત થશે. આવામાં આર્થિક રીતે પણ સહયોગ મળવાની શક્યતા છે. માનસિક તણાવમાંથી જલદી મુક્તિ મળશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. શનિનું પાવરફૂલ ભ્રમણ આ સમયમાં મહેનતનું ફળ અપાવશે. રોકાણથી લાભ થશે. વેપાર, લોઢું, તેલ, પેટ્રોલિયમ પદાર્થ સંલગ્ન મામલાઓમાં ધનલાભ થઈ શકે છે. એટલું જ નહીં આવનારા 3 મહિના આ રાશિના જાતકો માટે ખુબ ફળદાયી રહેશે. 

કુંભ રાશિ
આ રાશિવાળા માટે પણ શનિનું પાવરફૂલ ભ્રમણ લાભદાયી રહેવાનું છે. અત્રે જણાવવાનું કે શનિ પોતાની જ સ્વરાશિમાં ભ્રમણ કરવા જઈ રહ્યા છે. શનિ આ રાશિના જાતકોની કુંડળીમાં શશ મહાપુરુષ રાજયોગ પણ બનાવશે. આ દરમિયાન માન સન્માન મળશે. દાંપત્ય જીવનમાં જો કે પરેશાનીઓ આવી શકે છે. જો વેપાર શનિ ગ્રહ સંલગ્ન હશે તો લાભ થઈ શકે છે. અપરણિત લોકોને વિવાહનો પ્રસ્તાવ આવી શકે છે. 

તુલા રાશિ
આ રાશિવાળા માટે આવનારો સમય અનુકૂળ રહેશે. અત્રે જણાવવાનું કે શનિ તમારી ગોચર કુંડળીમાં કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બનાવવા જઈ રહ્યો છે. આવામાં આધ્યાત્મ, વિચારક, રિસર્ચ, ડોક્ટર, વૈવાહિક વગેરે સાથે જોડાયેલા લોકો માટે સારો સમય છે. આ સાથે જ શેર માર્કેટ, સટ્ટા અને લોટરીમાં પૈસા લગાવવા માટે પણ અનુકૂળ હોવાનું કહેવાય છે. પ્રેમ સંબંધમાં સફળતા મળી શકે છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news