Lizard Indication: જાણો ઘરમાં ગરોળી હોવી શુભ કે અશુભ?

Lizard Indication: સામાન્ય રીતે દરેકના ઘરમાં ગરોળી સહિતના કીડા મકોડા અવાર નવાર જોવા મળે છે. ઘણા લોકો તેની અવગણના કરે છે, તો કેટલાક લોકો સુગ અને ડરના કારણે તેને ભગાડવા માટેના ઉપાયો કરે છે. જેમાં સૌથી વધુ ચર્ચાઓ અને ઉપાયો ગરોળીને લઈને કરવામાં આવે છે.

Lizard Indication: જાણો ઘરમાં ગરોળી હોવી શુભ કે અશુભ?

Lizard Indication: મોટાભાગના લોકોના ઘરમાં ગરોળી જોવા મળે જ છે. આ જીવ આમ તો ચુપચાપ ઘરની દિવાલો પર જોવા મળે છે. પરંતું તેનાથી લોકો ખૂબ ડરે છે. ઘરમાં ગરોળી આવે કે તેને તુરંત ઘરની બહાર કાઢવાના પ્રયત્ન શરુ થઈ જાય છે.  જો કે જ્યોતિષ શાસ્ત્રમાં ગરોળી વિશે ઘણી વાતો કહેવામાં આવી છે. કેટલાક લોકો ગરોળી દેખાવી શુભ ગણે છે તો કેટલાક લોકો અશુભ માને છે. તો આજે તમને જણાવીએ ખરેખર ઘરમાં ગરોળી હોવી તે કેવો સંકેત છે. 

આ પણ વાંચો:

1. મોટાભાગના લોકો ગરોળીનું નામ આવતાં જ મોં બગાડે છે. કારણ કે તેમને તેનાથી ડર લાગે છે અને ચીતરી ચઢતી હોય છે. જ્યારે શાસ્ત્રોમાં ગરોળીને રૂપિયાની દ્રષ્ટિએ શુભ માનવામાં આવે છે. ગરોળીનો સંબંધ ધન અને માતા લક્ષ્મી સાથે છે. આ જ કારણ છે કે નવા ઘરની વાસ્તુ પૂજામાં પણ ચાંદીની ગરોળીનો ઉપયોગ કરવામાં આવે છે. ઘરમાં ગરોળી હોય તો સુખ-સમૃદ્ધિ આવે છે તેવી માન્યતા છે.

 
2. શુકન અને વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા ઘરની આસપાસ ગરોળી જોવા મળે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે નજીકના ભવિષ્યમાં પૈસા મળવાનો સંકેત આપે છે. જો દિવાળીની રાત્રે ઘરમાં ગરોળી દેખાય તો માની લો કે માં લક્ષ્મી આખા વર્ષ દરમિયાન તમારા પર અપાર આશીર્વાદ વરસાવશે. તે સુખ અને ધન પ્રાપ્તિનો સંકેત હોય છે.

3. ઘરમાં એક સાથે 3 ગરોળી જોવી પણ ખૂબ જ શુભ હોય છે. આવું થવું એ કોઈ સારા સમાચાર મળવાનો સંકેત છે. જો તમે નવા ઘરમાં પ્રવેશ કરી રહ્યા છો અને તે જ સમયે ગરોળી દેખાય છે, તો તે ખૂબ જ શુભ છે. તેનો અર્થ એ છે કે તમને પૂર્વજોનો આશીર્વાદ છે અને માં લક્ષ્મી પણ તેમના આશીર્વાદ વરસાવશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news