Peetal ke Upay: આ ગણેશ ઉત્સવમાં અજમાવો આ પિત્તળના 4 અચૂક ઉપાય, તમારું ભાગ્ય ખુલી જશે

Peetal Ke Totke: જો ખુબ મહેનત કરવા છતાં તમારા ભાગ્યનો દરવાજો ખુલતો ન હોય તો પિત્તળના વાસણના આ 4 ઉપાય તમને કામ લાગી શકે છે. આ ઉપાય અજમાવવાથી તમારું ભાગ્ય ચમકી શકે છે. 

Peetal ke Upay: આ ગણેશ ઉત્સવમાં અજમાવો આ પિત્તળના 4 અચૂક ઉપાય, તમારું ભાગ્ય ખુલી જશે

How to please Lord Vishnu:  સનાતન ધર્મમાં પિત્તળને ખુબ શુભ માનવામાં આવે છે. આ જ કારણ છે કે પૂજા પાઠમાં સામેલ તમામ ધાર્મિક કાર્યોમાં મોટાભાગે પિત્તળના વાસણોનો ઉપયોગ થાય છે. વિદ્વાનોના જણાવ્યાં મુજબ ફક્ત ધાર્મિક જ નહીં પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિથી પણ પિત્તળના વાસણોના અનેક લાભ છે. એવું કહે છે કે પિત્તળના વાસણો સંલગ્ન કેટલાક વિશેષ ઉપાય અજમાવવાથી વ્યક્તનું ભાગ્ય ખુલી જાય છે. અમે તમને આજે આવા જ કેટલાક ઉપાયો વિશે જણાવીશું. 

પિતળના વાસણોના આ ઉપાય અજમાવી જુઓ....

કુંડળીમાં સૂર્યને કરે મજબૂત
જ્યોતિષ શાસ્ત્ર મુજબ સવારે ઉઠીને સ્નાન પછી પિત્તળના લોટામાં જળ ભરીને તેમા અક્ષત અને કંકુ ભેળવો. ત્યારબાદ તેનાથી સૂર્યને નિયમિત રીતે જળ અર્પણ કરવું જોઈએ. તાંબાના લોટામાં પણ કરી શકાય. એવું કહેવાય છે કે આમ કરવાથી કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત થાય છે અને અશુભ પ્રભાવ ખતમ થાય છે. આમ કરવાથી કરિયરમાં પણ પ્રગતિ થાય છે. 

ગુરુવારે કરો આ કામ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગુરુવાર ભગવાન વિષ્ણુની આરાધનાનો દિવસ મનાય છે. તેઓ સમૂળગા સંસારનું સંચાલન કરે છે. તેમને પ્રસન્ન કરવા માટે કળશ કે પિત્તળના લોટામાં ચણાની દાળ ભરીને ભગવાન વિષ્ણુના મંદિરમાં જરૂરિયાતવાળા લોકોને દાન કરવું જોઈએ. આ ઉપાયથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈને જાતકોને પોતાના આશીર્વાદ આપે છે. 

ધન સમૃદ્ધિ માટે ઉપાય
માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે શુક્રવારે પિત્તળના દીવામાં દેશી ઘી લઈને દીવો પ્રગટાવવો જોઈએ. એવું કહે છે કે આ ઉપાયથી માતા લક્ષ્મી ખુબ પ્રસન્ન થાય છે અને ઘરમાં ક્યારેય ધન દૌલતની કમી રહેતી નથી. તે પરિવારના લોકો નિરોગી અને જીવનનો ભરપૂર આનંદ ઉઠાવે છે. કારોબારમાં વધારો થાય છે. 

બીમારી દૂર કરવાનો ઉપાય
જો તમે માનસિક બિમારીઓ કે તણાવ સામે ઝઝૂમતા હોવ તો સૂતા પહેલા રોજ પિત્તળના લોટામાં પાણી ભરીને માથા પાસે રાખો. ત્યારબાદ સવારે ઉઠીને તે પાણીને કોઈ ઝાડ કે છોડને અર્પણ કરી દો. એવું મનાય છે કે આ ઉપાય અજમાવવાથી બીમારીઓ ધીરે ધીરે ઠીક થઈ જાય છે અને તણાવ પણ દૂર થાય છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news