પુરૂષોના ડાબા હાથમાંથી મળે છે પૂર્વ જન્મની જાણકારી, શું કહે છે હસ્તરેખા જ્યોતિષ?

Past Birth Lines:  હસ્તરેખાશાસ્ત્રમાં વ્યક્તિનો સ્વભાવ, વ્યક્તિત્વ વગેરે તેના હાથને જોઈને જાણી શકાય છે. વ્યક્તિના હાથ પરની રેખાઓ તેના પૂર્વ જન્મ વિશે પણ માહિતી આપે છે.

પુરૂષોના ડાબા હાથમાંથી મળે છે પૂર્વ જન્મની જાણકારી, શું કહે છે હસ્તરેખા જ્યોતિષ?

Mens Hand Lines: ભારતમાં હસ્તરેખા જ્યોતિષનો હજારો વર્ષ જૂનો ઈતિહાસ છે અને આ વિષય પર ખુબ જ સાહિત્ય પણ લખાયેલું છે. તેથી કયા વ્યક્તિએ કયો હાથ જોવો જોઈએ તે વિષય પર હસ્તરેખા જ્યોતિમાં વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. જો કે આ વિષયને લઈ ઘણો વિવાદ પણ છે. 

શું કહે છે પુરુષોનો ડાબો હાથ?
કેટલાક વિદ્વાનોના મતે માણસના જમણા હાથથી વ્યક્તિત્વ, ચારિત્ર્ય, સ્વભાવ અને ભૂતકાળ, ભવિષ્ય અને વર્તમાનની માહિતી મળે છે. તો ડાબા હાથમાં તે વ્યક્તિની પત્નીના વ્યક્તિત્વ, સ્વભાવ અને ચારિત્ર્ય વિશેની માહિતી મળે છે. 

શા માટે સ્ત્રીઓ ડાબા હાથ
હસ્ત રેખા શાસ્ત્ર મુજબ મહિલાઓનો ડાબો હાથ તેમના વ્યક્તિત્વ અને સ્વભાવનું પ્રતિનિધિત્વ કરે છે અને જમણો હાથ તેમના પતિના ગુણો, સ્વભાવ અને વ્યક્તિત્વ વગેરે વિશે માહિતી આપે છે.

પુરુષોનો ડાબો હાથ પાછલા જન્મની આપે છે જાણકારી
હસ્ત રેખા શાસ્ત્ર મુજબ માણસનો ડાબો હાથ તેના પાછલા જન્મની જાણકારી આપે છે અને જમણો હાથ તેના વર્તમાન જન્મની માહિતી આપે છે. એ જ રીતે સ્ત્રીઓનો ડાબો હાથ વર્તમાન સાથે અને જમણો હાથ પાછલા જન્મ સાથે સંબંધિત છે. કેટલાક વિદ્વાનોના મતે, સ્ત્રી અને પુરૂષ બંનેનો ડાબો હાથ તેમના પાછલા જન્મના ફળનું પ્રતીક છે.

વિદ્વાનો વચ્ચે મતભેદો
લિંગ ભેદભાવ અંગે હસ્ત રેખા શાસ્ત્રીઓમાં પણ ઘણા મતભેદો છે. આ બાબતે કોને કોનો હાથ જોવો જોઈએ. તેના નિર્ણય માટે નીચે કેટલાક નિયમો આપવામાં આવ્યા છે. 

પુખ્ત પુરુષનો જમણો હાથ જોવો જોઈએ.
-સ્વાવલંમ્બી મહિલાઓએ પણ તેમનો જમણો હાથ જોવો જોઈએ.

- એક વર્ષથી ઓછી ઉંમરના બાળકના બંને હાથ જોવા જોઈએ અથવા વધુ વિકસિત થયેલા હાથને પ્રાથમિક્તા આપવી જોઈએ 

-વૃદ્ધ લોકોએ પણ બંને હાથ જોવા જોઈએ

- ક્રૂર, સ્વાવલંબી, બહાદુર, ઉચ્ચ આત્મસન્માન ધરાવતી સ્ત્રીઓનો જમણો હાથ જોવો જોઈએ.

- જે વ્યક્તિનો જે હાથ વધુ સક્રિય હોય તેને જ જોવો જોઈએ.

(Disclaimer:- અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news