રાજસ્થાનના આ ગામમાં ક્યારેય નથી થતી પાણીની સમસ્યા, હનુમાન મંદિરમાં છુપાયેલું છે રહસ્ય
Miraculous Hanuman Temple: રાજસ્થાનના નાગોર નજીક આવેલા રોલની ધરતી ઉપર અનેક દેવી-દેવતાઓ વાસ કરી ચૂક્યા છે. આ ગામ મહાભારતકાળથી અસ્તિત્વમાં છે. અહીં અનેક સંતોએ તપસ્યા પણ કરી છે. અહીં એક ચમત્કારિક હનુમાન મંદિર પણ આવેલું છે.
Trending Photos
Miraculous Hanuman Temple: રાજસ્થાનના નાગોર નજીક આવેલા રોલની ધરતી ઉપર અનેક દેવી-દેવતાઓ વાસ કરી ચૂક્યા છે. આ ગામ મહાભારતકાળથી અસ્તિત્વમાં છે. અહીં અનેક સંતોએ તપસ્યા પણ કરી છે. જેના કારણે આ ધરતી ચમત્કારી મંદિરો આવેલા છે. અહીં એક ચમત્કારિક હનુમાન મંદિર પણ આવેલું છે. આ મંદિરનો પરચો એવો છે કે અહીંના પાણી પુરવઠા ના અધિકારીઓને પણ હનુમાનજી સામે માથું નમાવવું પડે છે.
આ પણ વાંચો:
આ હનુમાનજીને પાણીવાળા હનુમાનજી કહેવામાં આવે છે. નાગોરના રોલ ગામમાં 1983માં પાણીની સમસ્યાને દૂર કરવા માટે પાણીનો ટાંકો બનાવવામાં આવ્યો હતો. પાણીનો ટાંકો ગામની બહાર જંગલના વિસ્તારમાં બનાવવામાં આવી રહ્યો હતો. પાણીના ટકાનું કામ પૂરું થયું અને તેમાં પાણી ભરવામાં આવે તે પહેલા જ ટાંકો તૂટી ગયો. તે સમયે પાણી વિભાગમાં જે અધિકારી હતા તેઓ હનુમાનજીના મોટા ભક્ત હતા. પાણીનો ટાંકો તૂટી જતા તેમણે તે જગ્યા પર હનુમાન ચાલીસાના પાઠ કરાવીને પછી ફરીથી ટાંકાનું નિર્માણ કરાવ્યું. ત્યાર પછી ટાંકાનું નિર્માણ સારી રીતે થયું અને તેમાં પાણી પણ ભરી દેવામાં આવ્યું.
કાકાનું કામ નિર્વિઘ્ન પાર પડતાં ગ્રામજનોએ અહીં હનુમાનજીના મંદિરનું નિર્માણ કરાવ્યું. ત્યાર પછી એટલે કે વર્ષ 1983 પછી ગામમાં ક્યારેય પાણીની તંગી સર્જાઈ નથી. ગામ લોકો આ વાતને હનુમાનજી નો ચમત્કાર માને છે. સ્થાનિકોનું કહેવું છે કે કોઈ વર્ષમાં ઓછો વરસાદ થયો હોય અને નહેરમાંથી પાણી ન આવ્યું હોય તો પણ ગામમાં રહેતા લોકોને પાણીની સમસ્યાનો સામનો નથી કરવો પડ્યો. સ્થાનિકોનું કહેવું છે કે આ મંદિરે દર્શન કરીને કોઈ પણ મનોકામના વ્યક્ત કરવામાં આવે તો તે અચૂક પૂરી થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે