Holi 2024: હોળીના રંગોના આ ઉપાયો છે ચમત્કારિક, આર્થિક તંગી અને ગ્રહદોષથી એક રાતમાં મુક્તિ મળશે
Holi 2024: હોળીના દિવસે રંગ અને ગુલાલથી એકબીજાને રંગવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં હોળીના રંગોના અને ગુલાલના કેટલાક ઉપાય પણ જણાવવામાં આવ્યા છે જેને કરવાથી વ્યક્તિને ગ્રહ દોષ અને આર્થિક તંગીથી છુટકારો મળી શકે છે.
Trending Photos
Holi 2024: ફાગણ મહિનાની પૂનમની તિથિના દિવસે હોળીનો તહેવાર મનાવવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર હોળીનો તહેવાર ભગવાન શ્રીકૃષ્ણને અતિપ્રિય છે. આ વર્ષે હોળીની ઉજવણી 25 માર્ચે કરવામાં આવશે. આ દિવસનું વિશેષ મહત્વ હોય છે. હોળીના દિવસે રંગ અને ગુલાલથી એકબીજાને રંગવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં હોળીના રંગોના અને ગુલાલના કેટલાક ઉપાય પણ જણાવવામાં આવ્યા છે જેને કરવાથી વ્યક્તિને ગ્રહ દોષ અને આર્થિક તંગીથી છુટકારો મળી શકે છે.
ધાર્મિક માન્યતા અનુસાર હોળીના દિવસે દેવી-દેવતાઓની ઉપાસના કરી તેમની પૂજા કરવાથી વિશેષ લાભ થાય છે. આ દિવસે મંત્રોનો જાપ કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે અને જીવનની સમસ્યાઓ પણ દૂર થાય છે. આજે તમને હોળીના રંગોના કેટલાક વિશેષ ઉપાયો વિશે જણાવીએ.
હોળી 2024 માટેના રંગોના ઉપાય
- જો ઘરમાં કોઈ વ્યક્તિ માનસિક રોગથી પરેશાન હોય તો હોલિકા દહનમાં સૂકુ નાળિયેર, કાળા તલ, લવિંગ અને પીળી સરસવના દાણા બીમાર વ્યક્તિના માથા પરથી ઉતારી પધરાવી દેવા.
- પરિવારમાં કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર છે તો હોલિકા દહનની ભસ્મમાંથી તે વ્યક્તિને તિલક કરવું. થોડી રાખ ઘરમાં રાખી રોજ આ કામ કરવાથી વ્યક્તિને લાભ થશે.
- હોલિકા દહનની ભસ્મનો શિવલિંગની પૂજામાં પણ ઉપયોગ કરી શકાય છે. શિવજીની પૂજા ધૂળેટીના દિવસે કરો ત્યારે આ ભસ્મ તેમને અર્પણ કરવી તેનાથી ગ્રહ દોષથી મુક્તિ મળે છે.
- ધુળેટીના દિવસે ઘરના મુખ્ય વ્યક્તિએ મુખ્ય દરવાજાની બહાર ગુલાલ છંટવો જોઈએ અને બે વાટનો ઘીનો દીવો કરવો જોઈએ. આમ કરવાથી આર્થિક સમસ્યાઓથી છુટકારો મળે છે અને આવકમાં વધારો થાય છે.
- ધુળેટીના દિવસે માં લક્ષ્મીની પૂજા કરી તેમને ગુલાલની સાથે લાલ ફુલ, ફળ વગેરે અર્પણ કરી આરતી ઉતારવી.. આ દિવસે માતાને ખીરનો ભોગ ધરાવો. આ રીતે પૂજા કરવાથી ઘરની પૈસાની સમસ્યાઓ દૂર થવા લાગે છે.
- જ્યોતિષશાસ્ત્ર અનુસાર લીલો રંગ બુધ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે. બુધ ગ્રહ સુખ સમૃદ્ધિનો કારક છે. તેથી ધુળેટીના દિવસે ગુલાલની સાથે લીલા રંગનો પણ ઉપયોગ કરવો. આમ કરવાથી બુધ ગ્રહ મજબૂત થાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ વધે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે