આજથી આ 3 રાશિવાળા માટે 'સુવર્ણ સમય', બે શક્તિશાળી ગ્રહો અકલ્પનીય ધનલાભ કરાવશે, ચારેકોરથી સફળતા મળશે 

Shani Budh Saptam Drishti 2023: શનિ અને બુધની સ્થિતિ તમામ રાશિવાળા પર મોટો પ્રભાવ છોડે છે. આજથી શનિ અને બુધ મળીને ધન રાજયોગ બનાવશે. કેટલાક રાશિવાળા માટે આ શુભ સમયની શરૂઆત રહેશે. જાણો તે લકી રાશિઓ વિશે...

આજથી આ 3 રાશિવાળા માટે 'સુવર્ણ સમય', બે શક્તિશાળી ગ્રહો અકલ્પનીય ધનલાભ કરાવશે, ચારેકોરથી સફળતા મળશે 

Dhan Rajyog 2023: જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરેક ગ્રહ નિશ્ચિત સમય પર રાશિ પરિવર્તન કરે છે. આ સાથે જ અન્ય ગ્રહો સાથે શુભ અશુભ યોગ પણ બનાવે છે. આજે 18 સપ્ટેમ્બરના રોજ બુધ અને શનિ મળીને ધન રાજયોગ બનાવી રહ્યા છે. વાત જાણે એમ છે કે 18 સપ્ટેમ્બરથી બુદ્ધિ અને વેપારના દાતા બુધ અને કર્મફળ દાતા શનિદેવ એકબીજાથી સાતમી દ્રષ્ટિથી ભ્રમણ કરશે. જેનો પ્રભાવ તમામ રાશિવાળા પર પડશે. આ સાથે જ આ સ્થિતિ ધન રાજયોગ પણ બનાવશે અને 3 રાશિવાળાને તગડો લાભ કરાવશે. આ લોકોને અચાનક પૈસા મળી શકે છે. આ સાથે જ ભાગ્યનો ખુબ સાથ મળશે. શનિ અને બુધની કૃપા કોના પર વરસશે તે ખાસ જાણો. 

ધન રાજયોગ અપાવશે અપાર ધન!

1. મેષ રાશિ
શનિ બુધના કારણે બની રહેલો ધન રાજયોગ મેષ રાશિવાળા માટે ખુબ શુભ છે. આ જાતકોને કાર્યક્ષેત્રે પ્રગતિ થશે. સંતાનથી સુખ મળશે. કોઈ સારા સમાચાર મળી શકે છે. ભાઈ બહેનની મદદથી કોઈ મોટું કામ પૂરું થઈ શકે છે. ધનલાભ થશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આ અનુકૂળ સમય છે. તેમને સફળતા મળી શકે છે. 

2. વૃષભ રાશિ
વૃષભ રાશિવાળા માટે આ ધન રાજયોગ ખુબ જ લાભકારી બની શકે છે. આ લોકોને નવી નોકરીની ઓફર મળી શકે છે. પદોન્નતિ અને વેતનમાં વધારો થઈ શકે છે. આર્થિક સ્થિતિ સારી થશે. તમામ સમસ્યાઓ દૂર થશે. માતાનું સ્વાસ્થ્ય સારું થશે. પરિવારમાં ખુશીઓ આવશે. તમારી આવક વધવાની સાથે સાથે જીવનસ્તર પણ સારું થશે. 

3. તુલા રાશિ
તુલા રાશિના જાતકો માટે પણ આ ધન રાજયોગ સારા દિવસની શરૂઆત કરશે. બુધ શનિ આ લોકોનો ભાગ્યોદય કરશે. તમને દરેક કામમાં સફળતા મળશે. ધન વૃદ્ધિના યોગ બનશે. તમારા જૂના રોકાણથી સારું રિટર્ન મળી શકે છે. એકાઉન્ટ, ટેક્નિકલ વર્ક, સીએ, બેંકિંગ, મીડિયા, ફિલ્મ લાઈન કે કારોબાર જગતના લોકોને આ સમય વિશેષ ઉન્નતિ આપશે. 

(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news