ડેન્જર હોય છે આ 4 રાશિવાળા! ગજબના માસ્ટરમાઈન્ડ, 'આ' શક્તિને કારણે પોતાના પક્ષમાં કરી લે છે બાજી
People Who Play Mind Game : જ્યોતિષ શાસ્ત્ર મુજબ કેટલીક ખાસ રાશિઓના વ્યક્તિ પોતાના કામ કઢાવવા કે પોતાની વાત મનાવવા માટે માઈન્ડ ગેમ રમવાથી પણ બાજ આવતા નથી. કઈ રાશિના વ્યક્તિઓમાં માસ્ટર માઈન્ડ હોવાની આવી પ્રકૃતિ મળી આવે છે તે ખાસ જાણો.
Trending Photos
Mind Game : તમે માર્ક કર્યું હશે કે કેટલાક લોકો ખુબ તિકડમબાજ હોય છે, તેઓ દિમાગ લગાવીને કઈકને કઈક ખુરાફત કરતા રહે છે અથવા તો માઈન્ડ ગેમ રમ્યા કરે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આવી વ્યક્તિઓમાં માસ્ટર માઈન્ડ હોવાની આ પ્રકૃતિ તેમના રાશિના ગુણોને કારણે હોય છે. એવું પણ જોવા મળ્યું છે કે આવા લોકો ક્યારેય સંબંધોની પરવા કરતા નથી. ખાસ જાણવું જરૂરી છે જેથી કરીને તમે તમારા સંબંધોમાં સતર્ક રહી શકો. તમે આ લોકો સામે ક્યારેય જીતી શકો નહીં... તમારા પણ નજીકના આ રાશિના લોકો હોય તો તમે થોડા સાચવીને રહેશો..
મિથુન રાશિ
આ રાશિનો સ્વામી ગ્રહ બુધ છે, જે બુદ્ધિ અને કોમ્યુનિકેશનનો કારક છે. આ રાશિના વ્યક્તિ સ્માર્ટ, તેજ અને પરિસ્થિતિઓ મુજબ પોતાને ઢાળવામાં અવ્વલ હોય છે. તેમના વ્યક્તિત્વ અને સ્વભાવના બે પહેલું હોવાથી એ જાણવું મુશ્કેલ બને છે કે તેમનો વાસ્તવિક ઈરાદો શું છે? મિથુન રાશિવાળા લોકો માનસિક પડકારો પસંદ કરે છે. તેઓ લોકોને જોડવા અને તોડવા માટે પોતાના વાચાળ સ્વભાવનો ઉપયોગ કરે છે અને મિસલિડિંગ ઈન્ફોર્મેશનને પણ એવા તરીકા અને તર્કથી રજૂ કરે છે કે લોકો તેમના પર વિશ્વાસ કરી લે છે.
વૃશ્ચિક રાશિ
જ્યોતિષ શાસ્ત્રમાં વૃશ્ચિક મંગળથી પ્રભાવિત રાશિ છે. જે ગંભીર હોવાની સાથે સાથે રહસ્યમય પણ હોય છે. તેઓ હંમેશા થિંકર પ્રકારના માસ્ટર માઈન્ડ લોકો હોય છે. જે સરળતાથી પોતાનો ઈરાદો વ્યક્તિ થવા દેતા નથી. આ સાથે જ તેઓ એ જાણવામાં કુશળ હોય છે કે લોકોને શું જોઈએ. પોતાના આ ગુણનો ઉપયોગ માઈન્ડ ગેમ ત રીકે લોકોને પોતાના હકમાં કરવા માટે કરે છે. જ્યારે આ ગુણ અવગુણમાં ફેરવાય છે ત્યારે આવા લોકોને જ શાતિર કહેવાય છે.
તુલા રાશિ
તુલા રાશિવાળાનો સ્વામી શુક્ર ગ્રહ છે. આ રાશિના વ્યક્તિ પણ માઈન્ડ ગેમ રમી શકે છે. આ તેમની સાથે રહીને પણ સમજવું મુશ્કેલ છે. કારણ કે તેઓ ખુબ મિલનસાર સ્વભાવના હોય છે. પરંતુ તેઓ ઘણા ડિપ્લોમેટિક હોય છે. જે પરિસ્થિતિઓને પોતાના હકમાં જાળવી રાખવા માટે તથ્યો અને પરિસ્થિતિઓમાં હેરફેર કરી શકે છે. આ માસ્ટર માઈન્ડ વ્યક્તિ સમજાવવામાં નિષ્ણાંત હોવાના કારણે કોઈને પણ ધીમે ધીમે પ્રભાવિત કરીને પોતાનું કામ કઢાવી લે છે.
કુંભ રાશિ
આ શનિ દ્વારા શાસિત રાશિ છે. જે બૌદ્ધિક અને અપરંપરાગત હોવાની સાથે સાથે વ્યવહારિક અને થોડી રહસ્યમય પણ હોય છે. તેમની સોચ ખુબ જ અનોખી હોય છે. તેમને લોકો અને સ્થિતિઓને ઓળખતા સારું આવડે છે જેનાથી તેઓ પોતાની સ્માર્ટ રણનીતિઓ બનાવી શકે છે. તેઓ નાની નાની વાતોને નોટિસ કરે છે અને તેમને પોતાના ફાયદા માટે ઉપયોગમાં લે છે. તેનાથી તેઓ ખુબ સરળતાથી અને યોજનાબદ્ધ રીતે મનોવૈજ્ઞાનિક હેરફેર કરવામાં સફળ રહે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે