આવતી કાલે ચંદ્રગ્રહણ, શરદ પૂનમ, ગજકેસરી યોગનો મહાસંયોગ, આ જાતકોને આકસ્મિક ધનલાભના પ્રબળ યોગ

Sharad Purnima 2023, Lunar Eclipse And Gajkesari Yoga on 28 October 2023: વર્ષનું છેલ્લું અને બીજું ચંદ્રગ્રહણ આવતી કાલે 28 અને 29 ઓક્ટોબર 2023ના રોજ રાતે લાગવા જઈ રહ્યું છે. આ ગ્રહણ અનેક રીતે ખુબ ખાસ છે. આ ચંદ્રગ્રહણ વર્ષ 2023નું એકમાત્ર ગ્રહણ છે જે ભારતમાં જોવા મળશે.

આવતી કાલે ચંદ્રગ્રહણ, શરદ પૂનમ, ગજકેસરી યોગનો મહાસંયોગ, આ જાતકોને આકસ્મિક ધનલાભના પ્રબળ યોગ

Sharad Purnima 2023, Lunar Eclipse And Gajkesari Yoga on 28 October 2023: વર્ષનું છેલ્લું અને બીજું ચંદ્રગ્રહણ આવતી કાલે 28 અને 29 ઓક્ટોબર 2023ના રોજ રાતે લાગવા જઈ રહ્યું છે. આ ગ્રહણ અનેક રીતે ખુબ ખાસ છે. આ ચંદ્રગ્રહણ વર્ષ 2023નું એકમાત્ર ગ્રહણ છે જે ભારતમાં જોવા મળશે. અત્યાર સુધી લાગેલા સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ ભારતમાં જોવા મળ્યા નહતા આથી તેમનો સૂતક કાળ પણ માનવામાં નહતો આવ્યો. આ  ચંદ્રગ્રહણની અસર  થશે અને સૂતકકાળ પણ માન્ય રહેશે. 

આવી રીતે બનશે મહાસંયોગ
આ ચંદ્રગ્રહણ શરદ પૂનમની રાતે લાગશે. દાયકાઓ બાદ આવો યોગ બન્યો છે. જ્યારે શરદ પૂનમની રાતે ચંદ્રગ્રહણ લાગી રહ્યું છે. આ ઉપરાંત કાલે ચંદ્રમા મેષ રાશિમાં રહેશે. જેમાં પહેલેથી જ ગુરુ ગ્રહ છે. આ પ્રકારે મેષ રાશિમાં ચંદ્ર અને ગુરુની યુતિ ગજકેસરી યોગ બનાવશે. ગજકેસરી રાજયોગને જ્યોતિષમાં ખુબ જ શુભ માનવામાં આવ્યો છે. આ પ્રકારે આવતી કાલે 28 ઓક્ટોબર 2023ના રોજ એક સાથે ચંદ્રગ્રહણ, શરદ પૂર્ણિમા અને ગજકેસરી યોગનો મહાસંયોગ બનશે. આ મહાસંયોગ કેટલાક રાશિવાળા માટે ખુબ જ શુભ રહેવાનો છે. આ રાશિઓ પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા રહેશે. 

વૃષભ રાશિ
આ ચંદ્રગ્રહણ તમારા જીવનમાં સોનેરી દિવસોની શરૂઆત  કરશે. પ્રોફેશનલ લાઈફમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થશે. અટકેલા કામ તેજીથી નીકળી પડશે અને જલદી પૂરા થશે. કરિયરમાં પ્રગતિ થશે. તમને ઊંચુ પદ અને સારો એવો પગારવધારો મળશે. 

મિથુન રાશિ
ચંદ્રગ્રહણ તમારા સ્વાસ્થ્યમાં સુધારો લાવશે. તણાવ ઓછો કરશે. ઘરેલુ ખર્ચાઓમાં કમી આવી શકે છે. ધન આવવાના નવા માર્ગ બનશે. 

કન્યા રાશિ
ચંદ્રગ્રહણના દિવસે બની રહેલો સંયોગ તમને ભાગ્યનો સાથ અપાવશે. નોકરીમાં નવી તકો મળશે. રોકાણ લાભ  કરાવશે. સંપત્તિમાં રોકાણ કરી શકો છો. 

કુંભ રાશિ
કુંભ રાશિવાળા માટે પણ 28 ઓક્ટોબરથી સારો સમય શરૂ થઈ રહ્યો છે. તમને નોકરીમાં પ્રગતિ થઈ શકે છે. વેપારમાં લાભ થશે. ઘરમાં સુખ શાંતિ બની રહેશે. પરિવાર સાથે સારો સમય પસાર કરશો. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news