Vastu Upay: ઘરની આ દિશામાં લગાવો આ સામાન્ય વસ્તુ, 24 કલાકમાં જોવા મળશે ચમત્કાર

Good Luck Upay: તમે ઘણા લોકોના ઘરમાં વિંડ ચાઈમ લગાવેલા જોયા હશે. વિંડ ચાઈમનો કર્ણપ્રિય અવાજ મનને શાંતિ આપે છે. જો કે વિંડ ચાઈમ ફક્ત અવાજ કે ડેકોરેશન માટે નથી હોતા. વાસ્તુ શાસ્ત્ર અનુસાર વિંડ ચાઈમ ઘરમાં ગુડ લક માટે હોય છે. આ એટલી પ્રભાવશાળી વસ્તુ છે કે યોગ્ય રીતે રાખવામાં આવે તો 24 કલાકમાં અસર દેખાડે છે.

Vastu Upay: ઘરની આ દિશામાં લગાવો આ સામાન્ય વસ્તુ, 24 કલાકમાં જોવા મળશે ચમત્કાર

Good Luck Upay: વાસ્તુશાસ્ત્ર અને ફેંગશૂઈમાં વિંડ ચાઈમને ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે. જે પણ ઘરમાં વિંડ ચાઈમ લગાડવામાં આવે છે ત્યાં ખુશીઓ જળવાઈ રહે છે. આજ કારણ છે કે મોટાભાગના લોકો પોતાના ઘરમાં વિંડ ચાઈમ લગાવે છે. વિંડ ચાઈમનું કનેક્શન ગુડ લક સાથે હોય છે. વિંડ ચાઈમનો અવાજ અને આકાર ભાગ્ય સુધારે છે. નિષ્ણાંતો તો ત્યાં સુધી કહે છે કે વિંડ ચાઈમને યોગ્ય દિશામાં રાખવામાં આવે તો 24 કલાકની અંદર જ તેની અસર જોવા મળે છે. ટૂંકમાં કહીએ તો ઘરમાં લગાવતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખાસ કરીને તેને કઈ દિશામાં લગાડવામાં આવે છે તે નિયમનું પાલન કરવામાં આવે તો લાભ અચૂક થાય છે.

વિંડ ચાઈમ લગાડવાના નિયમ

આ પણ વાંચો:

- વાસ્તુશાસ્ત્ર અનુસાર સીધું કનેક્શન ઘરમાં રહેતા લોકોની પ્રસન્નતા સાથે હોય છે. તેનો અવાજ ઘરમાં ગુડ લક વધારે છે. તેથી હંમેશા એવું વિંડ ચાઈમ પસંદ કરવું જેનો અવાજ કર્ણપ્રિય હોય. તીવ્ર અવાજ વાળા વિંડ ચાઈમ નકારાત્મકતા વધારે છે.

- વિંડ ચાઈમ લગાડતી વખતે તેની દિશાનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કોઈપણ જગ્યાએ લગાડી દેવાથી અશુભ પ્રભાવ વધે છે. વિંડ ચાઈમને હંમેશા ઘરની પશ્ચિમ અથવા તો ઉત્તર દિશામાં લગાડવું જોઈએ. જો વિંડ ચાઈમ લાકડાનું બનેલું હોય તો તેને પૂર્વ અથવા તો દક્ષિણ દિશામાં લગાડવું શુભ હોય છે.

- વિંડ ચાઈમ લગાડતી વખતે દિશાનું ધ્યાન રાખવામાં ન આવે તો ઘરમાં નકારાત્મક ઊર્જા વધે છે જેના કારણે ધનહાનિ અને કલેશ જેવી સ્થિતિ ઉત્પન્ન થાય છે. સાથે જ ભાગ્ય પણ સાથ આપતું નથી.

- વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કોઈપણ જગ્યાએ લટકાવી દેવું નહીં. ઘરમાં હંમેશા એવી જગ્યાએ રાખવું જ્યાં હવાનો પ્રવાહ સતત થતો હોય. ખાસ કરીને રસોડામાં ક્યારેય વિંડ ચાઈમ ન લગાડવું તેનાથી ઘરમાં બીમારીઓ વધે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news