Shravan Month: શ્રાવણ મહિનો શરુ થાય એટલે ઘરમાં લાવજો આ છોડ, ઘરમાં વધશે ધન અને દુર થશે ગરીબી

Shravan Month 2023: ભોળાનાથની પૂજા શ્રાવણ માસ દરમિયાન શ્રદ્ધાથી કરવામાં આવે તો શિવજી દરેક મનોકામના પૂર્ણ કરે છે. શ્રાવણ માસ વ્રત અને તહેવારોનો મહિનો ગણાય છે. જો કે આ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન તમે એક છોડ ઘરમાં લાવો છો તો તમારા માટે સુખ-સમૃદ્ધિના દ્વાર ખુલી જાય છે. શિવજીની આરાધના કરવાની સાથે આ ઉપાય કરવાથી પણ વ્યક્તિને લાભ થાય છે.

Shravan Month: શ્રાવણ મહિનો શરુ થાય એટલે ઘરમાં લાવજો આ છોડ, ઘરમાં વધશે ધન અને દુર થશે ગરીબી

Shravan Month 2023: હાલ અધિક શ્રાવણ ચાલી રહ્યો છે. ત્યારે ગણતરીના જ દિવસોમાં અધિકમાસની પૂર્ણાહુતિ થશે અને શ્રાવણ માસની શરુઆત થશે. શ્રાવણ માસ મહાદેવની આરાધના કરવા માટેનો સમય હોય છે. ભોળાનાથની પૂજા શ્રાવણ માસ દરમિયાન શ્રદ્ધાથી કરવામાં આવે તો શિવજી દરેક મનોકામના પૂર્ણ કરે છે. શ્રાવણ માસ વ્રત અને તહેવારોનો મહિનો ગણાય છે. જો કે આ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન તમે એક છોડ ઘરમાં લાવો છો તો તમારા માટે સુખ-સમૃદ્ધિના દ્વાર ખુલી જાય છે. શિવજીની આરાધના કરવાની સાથે આ ઉપાય કરવાથી પણ વ્યક્તિને લાભ થાય છે. 

આ પણ વાંચો:

હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું ખૂબ જ મહત્વ છે. પરંતુ જો તમે શ્રાવણ મહિના દરમિયાન ઘરના આંગણામાં કે બગીચામાં તુલસીનો છોડ લગાડો છો તો તે તમારા ઘર માટે સમૃદ્ધિનું કારણ બની શકે છે. શ્રાવણ મહિનો એવો સમય છે જ્યારે છોડ ઝડપથી ઉડી જાય છે. તેવામાં શ્રાવણ મહિના દરમિયાન જો તમે ઘરમાં તુલસીનો છોડ વાવો છો તો તેનાથી સૌથી વધુ લાભ થાય છે. પદ્મિ પુરાણ અનુસાર તુલસીના મૂડમાં બ્રહ્માજી નો વાસ હોય છે અને આ છોડમાં સ્વયં ભગવાન નારાયણ વાસ કરે છે આ છોડમાં આવતી માંજરમાં શિવજીનો વાસ હોય છે. તેવામાં શ્રાવણ મહિના દરમિયાન જો તમે તુલસીનો છોડવા આવો છો તો તેનાથી ઘરમાં સમૃદ્ધિ વધે છે. 

ઘરમાં તુલસીનો છોડ લગાડવાથી ભગવાન વિષ્ણુ પણ ઘરમાં વાસ કરે છે અને જ્યાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે ત્યાં માતા લક્ષ્મી પણ સ્થાયી નિવાસ કરે છે. શાસ્ત્રોનુસાર શ્રાવણ મહિનામાં તુલસીનો છોડ ઘરમાં લાવવાથી દરિદ્રતા દૂર થાય છે અને ધનનું આગમન વધે છે. વાસ્તુશાસ્ત્રમાં પણ તુલસીનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. તુલસીનો છોડ ઘરમાંથી નકારાત્મક ઊર્જાને દૂર કરે છે અને વાતાવરણને પવિત્ર બનાવે છે. તુલસી ના છોડ ના કારણે સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news