હનુમાનજીના આ રહસ્યો જેણે જાણી લીધાં એનો થઈ જાય છે બેડોપાર....

રામ ભગવાનની લાંબી ઉંમર માટે સીતા માતા પોતાની માંગમાં સિંદુર લગાવતા, આ વાત જ્યારે હનુમાનજીને ખબર પડી તો તેમણે પૂરા શરીર પર સિંદુર લગાવી દીધું , ત્યારથી બજરંગબલીને સિંદુર લગાવવાની પરંપરા છે. અને આ માત્ર ને માત્ર પોતાના પ્રભુ રામ માટે કર્યુ હતું.

હનુમાનજીના આ રહસ્યો જેણે જાણી લીધાં એનો થઈ જાય છે બેડોપાર....

નવી દિલ્હીઃ રામ ભક્ત હનુમાનને મહાબલી માનવામાં આવે છે. જે અજર અમર છે. કોઇ નથી જાણતું પરંતુ અંજની પુત્ર હનુમાનના કેટલાક એવા રહસ્ય છે. જે કદાચ જ આપ જાણતા હશો ,  તો જુઓ  પવનપુત્ર હનુમાનના ખાસ રહસ્ય...એ તો સૌ કોઇ જાણે છે હનુમાનજી ભગવાન શંકરનો રુદ્ર અવતાર છે. તે પણ 11 મો રુદ્ર અવતાર અને આપને એ પણ નહિ ખ્યાલ હોય કે તે પોતની માતાના શ્રાપને હણવા માટે તેમણે જન્મ લીધો હતો , જી હાં માતા અંજનીને એક શ્રાપ મળ્યો હતો જેમાં વર્ણ ન હતું કે માતા અંજની કોઇ પણ પુત્રી કે પુત્રને જન્મ નહિ આપી શકે , પરંતુ માતા અંજનિએ ભગવાન શંકરની ઘોર તપસ્યા કરી જેના કારણે 11 મા રુદ્ર અવતારના રુપમાં ભગવાન શંકરે માતા અંજનિની કોખથી જન્મ લીધો.

રામ ભગવાનની લાંબી ઉંમર માટે સીતા માતા પોતાની માંગમાં સિંદુર લગાવતા, આ વાત જ્યારે હનુમાનજીને ખબર પડી તો તેમણે પૂરા શરીર પર સિંદુર લગાવી દીધું , ત્યારથી બજરંગબલીને સિંદુર લગાવવાની પરંપરા છે. અને આ માત્ર ને માત્ર પોતાના પ્રભુ રામ માટે કર્યુ હતું.

હવે જાણીએ કે હનુમાનનું નામ હનુમાન કેવી રીતે પડ્યું-
પોતાના મુખના આકારના કારણે તેમનું નામ હનુમાન પડ્યું , સંસ્કૃતમાં હનુમાનનો મતલબ થાય છે. બગડેલી થોટી અે બાળપણમાં જ તેઓ હનુમાનના નામથી વિખ્યાત થયા 

બ્રહ્મચારી હોવા છતાં હનુમાનજી છે એક પિતા-
રામભક્ત હનુમાનને સૌ કોઇ બ્રહ્મચારી તરીકે જાણે છે. પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે તેમનો એક દિકરો પણ હતો અને તે ક્યારે થયો તેની વાત કરીએ તો જ્યારે હનુમાનજી લંકા તરફ જઇ રહ્યા હતા તે સમયે એક રાક્ષસ સાથે યુદ્ધ થયું અને લડતા લડતાં  થાકી ગયા તો તેમના શરીરમાંથી પરસેવો નીકળ્યો તે પરસેવાની એક બુંદ એક મગરે ગળી લીધી જેના પછી તેમના એક પુત્રનો જન્મ થયો જેનું નામ પડ્યું મકરધ્વજ.

ભગવાન શ્રી રામે હનુમાનને આપ્યો હતો મૃત્યુની સજા આપી-
એકવખત ભગવાન રામના ગુરુ વિશ્વામિત્ર કોઇ કારણ થી હનુમાનજીથી ગુસ્સે થઇ ગયા , તેમણે પ્રભુ રામને હનુમાનને મોતની સજા આપવા માટે કહ્યું , ભગવાન રામે એમ જ કર્યું , તેમણે પોતાના ગુરુના વચનનું પાલન કર્યું અને હનુમાનને મારવા માટે આગળ વધ્યા કેમ કે તે ગુરુને ના નહોતા પાડી શકતા .,, પરંતુ સજા સમયે હનુમાનજી વારંવાર ભગવાન રામનું નામ જપતા રહ્યા અને તેના કારણે શ્રી રામના જેટલા પણ વાર હતા કે અસ્ત્ર શસ્ત્ર હતા તે કઇ પણ હનુમાનજીનું ન બગાડી શક્યા અને તમામ શસ્ત્રો વિફળ થઇ ગયા 

લંકા કાંડ શરૂ થતા જ હનુમાનજીએ હિમાલય જઇને તેમણે પોતાના નખથી સૌથી પહેલા રામાયણ લખી હતી , પરંતુ રામાયણ લખ્યા પછી વાલ્મીકી ને જ્યારે જાણ થઇ કે હનુમાનજી હિમાલય જઇને રામાયણ લખી રહ્યા છે તો તે ખૂબ નિરાશ થયા અને તેવામાં હનુમાનજીએ વાલ્મીકીજીને પરેશઆન જોઇને પોતાની રામાયણ સમુદ્રામાં ફેંકી દીધી 

આપને મહાભારતના એક કિસ્સો તો યાદ હશે જ્યારે ભીંમે એક વાનર સાથે યુદ્ધ કર્યું અને બાદમાં તેમને માલુમ પડ્યું કે વાનર કોઇ બીજો નહિ તે હનુમાનજી છે. આ સિવાય એક રહસ્યની વાત પવનપુત્ર હનુમાનના ભાઇ કોઇ બીજા નહિ ભીમ જ હતા જી હાં , કેમ કે હનુમાનજી પણ પવનના પુત્ર હતા અને ભીમ પણ પવનના પુત્ર હતા , એવામાં બંને ભાઇ ભાઇ હતા 

એ ક્ષણ તો આપને ખ્યાલ જ હશે કે જ્યારે પ્રભુ શ્રી રામે પોતાનો દેહ ત્યાગ કરવાનો હતો , અને તેઓ જાણતા હતા કે હનુમાનજીને તેની જાણ થશે તો તે તબાહી મચાવી દેશે પ્રભુ રામજી જાણતા હતા કે તેમની મૃત્યુ હનુમાનજી સ્વીકાર નહિ કરી શકે , જેના લીધે તે ધરતી પર ઉછલ પાથલ ન મચાવે તેનાથી બચવા માટે તેમણે બ્રહ્માજીનો સહારો લીધો અને હનુમાનજીને શાંત કરવા માટે તેમને પાતાળ લોકમાં મોકલી દીધા અને ત્યારબાદ પ્રભુ શ્રી રામે તેમનો દેહ ત્યાગી દીધો , તે એ પણ જાણતા હતા કે આ વાત તેમના સૌથી મોટા ભકત હનુમાનજીને માલૂમ પડી તો તે સમયે ધરતી પર સંકટ આવવાનું નક્કી હતું 

એક ક્ષણ એવો પણ હતો કે જ્યારે માતા સીતા એ પ્રેમથી હનુમાનજીને સોનાનો હાર આપવાનું વિચાર્યું પરંતુ હનુમાનજીએ તેને લેવાની ના પાડી દીધી તેના લીધે માતા સીતા ખૂબ ગુસ્સે થયા , અને તેમણે કહ્યું કે શું મારા આ હારને તમે નહિ લો ,, તેની પાછળનું કારણ શું છે. ત્યારે હનુમાનજીએ પોતાની છાતી ચીરીને પોતાનામાં વસેલી પ્રભુ રામની છબી બતાવી અને કહ્યું કે તેમના માટે આનાથી બીજું અનમોલ કઇ જ નથી અને તે સમય પછી જ પ્રભુ શ્રી રામના મનમાં હનુમાનજી માટે વધુ પ્રેમ ભરાઇ ગયો , 

દર વખતે એમ કહેવામાં આવે છે પ્રભુ શ્રી રામનું નામ 108 વખત લેવામાં આવે , હનુમાનજીનું નામ 108 વખત લેવામાં આવે પણ શું આપને ખ્યાલ છે કે હનુમાનજીના સંસ્કૃતમાં 108 નામ છે. અને દરેક નામનો મતલબ તેમના જીવનના અધ્યાયોનો સાર બતાવે છે. દરેક નામ તેમની જીવન સાથએ જોડાયેલી ઘટનાથી લીંક છે. એટલે કે પ્રેરિત છએ. તેના કારણે તેમના 108 નામ ખૂબ પ્રભાવિત છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE 24Kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news