મીઠું પ્રસાદમાં ચઢાવવાથી દરેક ઈચ્છા પૂરી થાય છે, ગુજરાતમાં આવેલું છે આ ચમત્કારિક મંદિર

Kohli Mata Mandir Radhanpur : રાધનપુરમાં આવેલું છે ચમત્કારિક ખોહલી માતાનું મંદિર, જ્યાં મીઠું ચઢાવવાથી દરેક માનતા પૂરી થાય છે 

મીઠું પ્રસાદમાં ચઢાવવાથી દરેક ઈચ્છા પૂરી થાય છે, ગુજરાતમાં આવેલું છે આ ચમત્કારિક મંદિર

Gujarat Tourism : ગુજરાતમા અનોખા મંદિર આવેલા છે, જ્યાં લોકો શ્રદ્ધાથી માથું ટેકવે છે. એક મંદિર એવુ પણ છે જ્યાં સાત વખત લપસિયા ખાવાથી ચામડીના રોગો મટે છે. પરંતુ આજે વાત કરીએ એક અનોખા મંદિરની. આ ચમત્કારિક મંદિરમાં મીઠું ચઢાવવાથી દરેક ઈચ્છા, દરેક મનોકામના પૂરી થાય છે. આ મંદિર ઉત્તર ગુજરાતમાં આવેલું છે. રાધનપુરના સિનાડ ગામે ખોહલી માતાનું મંદિર આવેલું છે, જ્યાં માનતામાં મીઠું ચઢાવાય છે. 

આખું આયખુ મહેનત મજૂરી કરી જીવન પસાર કરતા સમુદાયોને જ્યારે શારીરિક-માનસિક પરિતાપ વેઠવા પડે છે અને શાસન કે સમાજ દ્વારા ઉભી થયેલી વ્યવસ્થા જ્યારે કારગત નીવડતી નથી ત્યારે તેમના માટે કુદરત અને દૈવી શક્તિ એકમાત્ર આધાર બની જતો હોવાની વાતમાં તથ્ય વર્તાય છે. ત્યારે રાધનપુરમાં આવેલુ ખોહલી માતાનું ગુજરાતનું એક એવું મંદિર, જ્યાં માતાજીને આજેય "મીઠું" પ્રસાદ તરીકે ધરાવાય છે. રાધનપુરના સિનાડ ગામે આવેલા ખોહલી માતાને સબરસ કહેવાતું પાસાદાર વડાગરૂ "મીઠું" ચડાવવામાં આવે છે.

ખોહલી માતાજીના મંદિરમાં શ્રીફળ કે પ્રસાદ નહિ, પણ મીઠું ચઢાવવાની પ્રથા છે. અહી તમારી બાધા પૂરી થવા પર મંદિરમાં મીઠું ચઢાવવામાં આવે છે. ઈચ્છા પૂરી થવા માટે લોકો મીઠું ચઢાવવાની માનતા માને છે. બાધા પૂરી થાય એટલે મંદિરમાં યથાશક્તિ પ્રમાણે મીઠું ચઢાવાય છે. 

ક્યા આવેલુ છે આ મંદિર
ખોહલી માતાનું આ મંદિર હુજરાતના રાધનપુરની બાજુમાં આવેલું છે. જે સિનાડ ગામમાં સ્થિત છે. આ કોઈ ભવ્ય મંદિર નથી. એક નાનકડું મંદિર છે. જેની આસપાસ તમને અન્ય ભક્તોએ ચઢાવેલું મીઠું જોવા મળશે. 
 
ખાસ ખોહલી માતાજીના મંદિરે ભક્તોઈ મોટાપ્રમાણમાં ભીડ જોવા મળે છે. આ બાબત શ્રદ્ધા સાથે જોડાયેલી છે. દુનિયામાં અનેક અજીબોગરીબ મંદિરો આવેલા છે, જ્યાં કોઈ ને કોઈ ચીજ ચઢાવાતી હોય છે. ત્યારે ખોહલી માતાનુ મંદિર પણ આ મંદિરોમા એક છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news