Grah Gochar 2022: ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં બદલી જશે આ રાશિના જાતકોનું નસીબ, થશે ધનલાભ
December Grah Gochar 2022: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દર મહિનામાં કેટલાક ગ્રહ પોતાનું રાશિ પરિવર્તન કરે છે. ડિસેમ્બરમાં કેટલાક ગ્રહ ગોચક કરવાના છે, જેની અસર દરેક રાશિના જાતકો પર પડશે. ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં કેટલીક રાશિના જાતકોને આ ગ્રહ ગોચરનો વિશેષ લાભ થવાનો છે.
Trending Photos
નવી દિલ્હીઃ Grah Gochar Impact 2022: વૈદિક જ્યોતિષમાં દરેક એક ગ્રહ ચોક્કસ સમયે ગોચર કરે છે. ડિસેમ્બર મહિનામાં પણ ઘણા ગ્રહ ગોચર કરવા જઈ રહ્યાં છે. તો નવા વર્ષની શરૂઆતમાં પણ થવાની છે. તેવામાં દરેક ઈચ્છે છે કે નવુ વર્ષ બધા માટે શુભ ફળયાદી અને લાભદાયી થાય. તેવામાં ડિસેમ્બરનો અંતિમ મહિનો કેટલીક રાશિના જાતકો માટે વિશેષ ફળદાયી થઈ શકે છે. ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં ઘણા ગ્રહ બીજી રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 28 ડિસેમ્બરે બુધ અને 29 ડિસેમ્બરે શુક્ર મકર રાશિમાં પ્રવેશ કરી જશે. તો બુધ ગ્રહ વક્રી અવસ્થામાં 31 ડિસેમ્બરના ધનુ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે. આ ગોચરનો પ્રભાવ કેટલીક રાશિના જાતકોના ભાગ્યમાં જબરદસ્ત ફેરફાર આવવાનો છે. આ દરમિયાન વિશેષ ધનલાભ થશે.
મેષ રાશિઃ ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં ગ્રહ ગોચરથી મેષ રાશિના જાતકો માટે સમય અનુકૂળ રહેશે. કારોબાર અને કાર્યક્ષેત્ર પર કામ કરી રહેલ લોકો માટે આ સમય ફળયાદી રહેશે. તો જો કોઈ નવો કારોબાર શરૂ કરવાનું વિચારી રહ્યાં છે તો આ સમય તેના માટે ઉત્તમ છે.
કર્ક રાશિઃ કર્ક રાશિના જાતકોને મહિનાના અંતમાં બુધનો સાથ મળશે. જો તમે ભાગીદારીમાં કામ કરી રહ્યાં છો તો આ દરમિયાન વિશેષ લાભ થશે. આ સમયે કોઈ વિદેશ યાત્રા પર જઈ શકો છો. જીવનસાથીની સાથે પણ આ સમયે અનુકૂળ રહેશે. પૈતૃક સંપત્તિમાં લાભ થવાની સંભાવના છે. તો શુક્ર દેવના ગોચરથી તેના શુભ અને અશુભ બંને પ્રભાવ પડશે.
કન્યા રાશિઃ આ રાશિના જાતકો માટે પણ સમય ખુબ ફળયાદી સાબિત થશે. નોકરી શોધી રહેલા જાતકો માટે પણ આ સમય સારો છે. નોકરીની સારી તક મળશે. કરિયરમાં પણ પ્રગતિના માર્ગ ખુલશે. કારોબારમાં ખુબ નફો થશે. બિઝનેસમાં નવો આઈડિયો તમને જબરદસ્ત લાભ પહોંચાડી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે