Mangalwar Ke Totke: ધનથી ભરેલી રહેશે તિજોરી, સમસ્યાઓ થશે દુર, મંગળવારે કરી લો લવિંગ-લીંબુનો આ ઉપાય

Mangalwar Ke Totke: હનુમાનજી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ આપે છે. મંગળવારના દિવસે ભગવાન હનુમાનની પૂજા કરવાથી અને કેટલાક ઉપાય કરવાથી ખૂબ જ લાભ થાય છે. સાથે જ આ પૂજા કરવાથી તમારા બગડેલા કામ પણ પૂર્ણ થવા લાગશે. 

Mangalwar Ke Totke: ધનથી ભરેલી રહેશે તિજોરી, સમસ્યાઓ થશે દુર, મંગળવારે કરી લો લવિંગ-લીંબુનો આ ઉપાય

Mangalwar Ke Totke: મંગળવારે બજરંગબલીની પૂજા કરવાથી બધી જ સમસ્યાઓ દૂર થાય છે. હનુમાનજી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ આપે છે. મંગળવારના દિવસે ભગવાન હનુમાનની પૂજા કરવાથી અને કેટલાક ઉપાય કરવાથી ખૂબ જ લાભ થાય છે. સાથે જ આ પૂજા કરવાથી તમારા બગડેલા કામ પણ પૂર્ણ થવા લાગશે. જ્યોતિષ શાસ્ત્ર અને લાલ કિતાબમાં મંગળવાર માટેના કેટલાક ચમત્કારી ઉપાય જણાવવામાં આવ્યા છે. જેમાંથી લીંબુ અને લવિંગના ઉપાયો ખૂબ લાભકારી હોય છે. 

મંગળવારે કરો લવિંગના આ ઉપાય

આ પણ વાંચો:

- જો આર્થિક સમસ્યાઓ તમારો પીછો છોડતી ન હોય તો મંગળવારે હનુમાન જીના મંત્ર 'ઓમ હં હનુમતે નમઃ' નો 21 વાર જાપ કરો.

- જો ઘરમાં નકારાત્મક ઉર્જા હોય તો મંગળવારના દિવસે ઘરની બહાર, મંદિરમાં અથવા કોઈપણ સાર્વજનિક સ્થળે લીંબુનું ઝાડ લગાવો. તે ઝાડને રોજ પાણી આપો. તેનાથી ઘરમાં સુખ-શાંતિ રહેશે.  

- ધંધામાં વારંવાર નુકસાન થતું હોય તો મંગળવાર અને શનિવારે દુકાનની સામે લીંબુ અને લીલા મરચાં લટકાવી દો. આ ઉપાય ખરાબ નજરથી બચાવે છે. જો ઘરમાં કોઈ સમસ્યા હોય તો ઘરના મુખ્ય દ્વાર પર લીંબુ અને મરચું લટકાવી દો.

- જો તમને મહેનત કર્યા પછી પણ સફળતા ન મળી રહી હોય તો મંગળવારે એક લીંબુ અને 4 લવિંગ લઈને હનુમાનજીના મંદિરમાં જવું. મંદિરમાં હનુમાનજીની સામે લીંબુ પર લવિંગ ખુંચાડો અને પછી હનુમાન ચાલીસાનો પાઠ કરો. ત્યારપછી લીંબુને મંદિરમાં જ છોડી દો. 

- મંગળવારે ગરીબો અને જરૂરિયાતમંદોને ભોજન કરાવો. વાંદરાને ચણા અને કેળા પણ ખવડાવો. આ સિવાય ગાયને રોટલી ખવડાવો. આમ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news