Astro Tips: અલગ અલગ પ્રકારના હોય છે શિવલિંગ, જાણો કયા શિવલિંગની પૂજા કરવાથી કેવું ફળ મળે?

Astro Tips:શિવલિંગ અલગ અલગ પ્રકાર હોય છે. લોકો પોતાની સુવિધા અનુસાર શિવલિંગ બનાવીને તેની પૂજા કરે છે. આજે તમને શિવલિંગના અલગ અલગ પ્રકાર અને તેની પૂજા કરવામાંથી મળતા ફળ વિશે જણાવીએ. 

Astro Tips: અલગ અલગ પ્રકારના હોય છે શિવલિંગ, જાણો કયા શિવલિંગની પૂજા કરવાથી કેવું ફળ મળે?

Astro Tips:શિવલિંગને શિવજીનું પ્રતિક માનવામાં આવે છે. દેશભરમાં અનેક સ્થળ પર સ્વયંભૂ શિવલિંગની પૂજા થાય છે. જ્યારે કેટલાક શિવલિંગ રાજા મહારાજા, સંત મહાત્મા અને ભક્તો દ્વારા પણ બનાવવામાં આવેલા હોય છે. શિવલિંગ અલગ અલગ પ્રકાર હોય છે. લોકો પોતાની સુવિધા અનુસાર શિવલિંગ બનાવીને તેની પૂજા કરે છે. 

મહાદેવ વિશે કહેવાય છે કે તેઓ ભક્તોની ભક્તિના ભૂખ્યા હોય છે. ભક્ત તેમની પૂજા કોઈપણ રીતે કરે તો તે પ્રસન્ન થાય છે. તેથી ભક્તો પોતાની સુવિધા અનુસાર શિવલિંગ બનાવીને તેની પૂજા કરે છે. આજે તમને શિવલિંગના અલગ અલગ પ્રકાર અને તેની પૂજા કરવામાંથી મળતા ફળ વિશે જણાવીએ. 

શિવલિંગના વિવિધ પ્રકાર

ફૂલનું શિવલિંગ

ઘણા મંદિરમાં ફૂલથી શિવલિંગ બનાવવામાં આવે છે અને ભક્તો તેની પૂજા કરે છે. ફૂલના શિવલિંગની પૂજા કરવાથી ભૂમિ,ભવનની પ્રાપ્તિ થાય છે. જે વ્યક્તિને ભૂમિ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તે ભૂલથી શિવલિંગ બનાવી તેની પૂજા કરે તો લાભ થાય છે.

ચાંદીનું શિવલિંગ

જો કોઈ વ્યક્તિ ચાંદીના શિવલિંગની પૂજા કરે તો તેને પિતૃદોષથી મુક્તિ મળે છે. ચાંદીનો શિવલિંગનો અભિષેક કરવાથી પિતૃઓને મુક્તિ પ્રાપ્ત થાય છે. 

સ્ફટિકનું શિવલિંગ

સ્ફટિકથી બનેલા શિવલિંગ પર અભિષેક કરવાથી વ્યક્તિની બધી જ મનોકામના પૂર્ણ થાય છે. જો તમારે મનમાં કોઈ ઈચ્છા હોય અને તે પૂરી થતી ન હોય તો તમે સ્ફટિકના શિવલિંગની વિધિ વિધાનથી પૂજા કરી શકો છો.

કાંસ્ય શિવલિંગ

આ શિવલિંગનો અભિષેક કરવાથી વ્યક્તિને યશ, કીર્તિ પ્રાપ્ત થાય છે. તેનાથી વ્યક્તિને સમાજમાં માન સન્માન અને પ્રશંસા પ્રાપ્ત થાય છે. 

પિત્તળનું શિવલિંગ

જો તમે અલગ અલગ પ્રકારની સમસ્યાથી પરેશાન છો તો પિત્તળથી બનેલા શિવલિંગનો અભિષેક કરો. તેનાથી સમસ્યાથી મુક્તિ મળશે અને સુખ પ્રાપ્ત થશે.

પારદ શિવલિંગ

પારદ શિવલિંગનો અભિષેક કરવો અને પૂજા કરવી સૌથી ઉત્તમ માનવામાં આવે છે. કહેવાય છે કે આ શિવલિંગના દર્શન માત્રથી જ વ્યક્તિ સૌભાગ્યશાળી બની જાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news