Death Signs: મોતના કલાક પહેલા મળે છે કઈંક આવા સંકેત, થવા લાગે છે આ પ્રકારના અનુભવ!
Signs of Death in Garuda Purana: હિન્દુ ધર્મમાં ગરુણ પુરાણને મહાપુરાણનો દરજ્જો આપવામાં આવ્યો છે કારણ કે ગરુડ પુરાણમાં જન્મથી લઈને મોત સુધી અને મૃત્યુ બાદ આત્માના સફર વિશે જણાવવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે દરેક વ્યક્તિનું મોત નક્કી છે પરંતુ તેનો સમય ફક્ત ઈશ્વર જાણે છે. જો કે મૃત્યુ પહેલા વ્યક્તિને કેટલાક સંકેતો મળે છે જેનાથી અંદાજો લગાવી શકાય કે મૃત્યુ નજીક છે.
Trending Photos
Signs of Death in Garuda Purana: હિન્દુ ધર્મમાં ગરુણ પુરાણને મહાપુરાણનો દરજ્જો આપવામાં આવ્યો છે કારણ કે ગરુડ પુરાણમાં જન્મથી લઈને મોત સુધી અને મૃત્યુ બાદ આત્માના સફર વિશે જણાવવામાં આવ્યું છે. ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુએ ગરુડરાજ સાથે કરેલા સંવાદનું વર્ણન છે. ગરુણ પુરાણમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે મૃત્યુ ક્યારે અને કેવી રીતે થાય છે. મૃત્યુ પહેલા વ્યક્તિને કેવા કેવા સંકેત મળે છે. તથા મોત બાદ તેના કર્મોના આધારે આત્મા સાથે કેવો વર્તાવ થાય છે. એવું કહેવાય છે કે દરેક વ્યક્તિનું મોત નક્કી છે પરંતુ તેનો સમય ફક્ત ઈશ્વર જાણે છે. જો કે મૃત્યુ પહેલા વ્યક્તિને કેટલાક સંકેતો મળે છે જેનાથી અંદાજો લગાવી શકાય કે મૃત્યુ નજીક છે.
મૃત્યુ પહેલા મળે છે આવા સંકેત
જે વ્યક્તિનું મૃત્યુ થવાનું હોય તેને મૃત્યુ પહેલા કેટલાક સંકેતો મળવા લાગે છે. આ સંકેત એટલા માટે મળે છે કારણ કે વ્યક્તિ મૃત્યુ પહેલા પોતાના પરિજનોને તથા મિત્રોને મળી શકે અને તેમની સાથે વાત કરી શકે. જો તેની ઈચ્છા કે કામ અધૂરા રહી ગયા હોય તો તે પણ તે જણાવી શકે. આથી વ્યક્તિને મૃત્યુ પહેલા આ સંકેતો મળતા હોય છે.
મૃત્યુ પહેલા મળે છે આ 5 સંકેત
- જ્યારે કોઈ વ્યક્તિનું મોત નજીક હોય તો તેને પોતાના પૂર્વજો કે મૃત્યુ પામેલા સ્વજનો દેખાય છે. તેને પોતાની એ પ્રિય વ્યક્તિ દેખાય છે જેનું મૃત્યુ થઈ ચૂક્યું હોય છે.
- મૃત્યુ શૈયા પર સૂઈ ગયેલા વ્યક્તિને પોતાની આજુબાજુ કોઈ પડછાયો હોય તેવો અહેસાસ થાય છે. તે વારંવાર તેને પોકારે છે.
- મૃત્યુના થોડા સમય પહેલા વ્યક્તિ ગભરાવવા લાગે છે. તેનો અવાજ લથડવા લાગે છે. તે ઈચ્છવા છતાં બોલી શકતો નથી. હકીકતમાં તેને યમરાજા નજર આવવા લાગે છે. તેમનાથી ડરીને તેની બોલતી બંધ થઈ જાય છે.
- મૃત્યુ પહેલા વ્યક્તિને અજવાળું હોવા છતાં આજુબાજુની ચીજો દેખાતી નથી અને તેને ચારેબાજુ અંધારુ દેખાય છે.
- મૃત્યુના થોડા સમય પહેલા વ્યક્તિનો પડછાયો પણ તેનો સાથ છોડી દે છે. તેને અરીસા, તેલ કે પાણીમાં પોતાનો પડછાયો દેખાતો નથી.
- મૃત્યુના થોડા સમય પહેલા વ્યક્તિને પોતાના કર્મોની યાદ આવવા લાગે છે. તેની આંખોની સામે તેનું આખું જીવન કોઈ ફિલ્મની માફક ચાલે છે. તેને પોતાના ખરાબ કર્મ યાદ આવે છે અને તે કર્મોની સજા વિશે વિચારીને ડરે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે