300 વર્ષ બાદ બનશે ખતરનાક યોગ, હવામાન-રાજકારણ માટે હાનિકારક, અનેક દેશોમાં સત્તાપલટો થઈ શકે

Panchgrahi Yog: જૂન મહિનો પણ જરાય કમ નહીં હોય. આ મહિનામાં 5 ગ્રહો ભેગા થઈને એક એવો ખતરનાક યોગ બનાવશે જેનો સમયગાળો ભલે ઓછો હશે પરંતુ તેની અસર ખુબ લાંબા સમય સુધી લોકોને પરેશાન કરી શકે છે. જૂન મહિનામાં જે પંચગ્રહી યોગ બની રહ્યો છે તેની અસર શું પડશે તે પણ ખાસ જાણો. 

300 વર્ષ બાદ બનશે ખતરનાક યોગ, હવામાન-રાજકારણ માટે હાનિકારક, અનેક દેશોમાં સત્તાપલટો થઈ શકે

વર્ષ 2024નો મે મહિનો ગ્રહોના રાશિ પરિવર્તન અને ગોચરથી ખુબ ઉથલપાથલવાળો રહ્યો છે. જેની શુભ અશુભ અસર દેશ દુનિયા સહિત તમામ રાશિના જાતકો ઉપર પણ જોવા મળી છે. પરંતુ ગ્રહ ગોચરના મામલે આગામી મહિનો એટલે કે જૂન મહિનો પણ જરાય કમ નહીં હોય. આ મહિનામાં 5 ગ્રહો ભેગા થઈને એક એવો ખતરનાક યોગ બનાવશે જેનો સમયગાળો ભલે ઓછો હશે પરંતુ તેની અસર ખુબ લાંબા સમય સુધી લોકોને પરેશાન કરી શકે છે. જૂન મહિનામાં જે પંચગ્રહી યોગ બની રહ્યો છે તેની અસર શું પડશે તે પણ ખાસ જાણો. 

ક્યારે બની રહ્યો છે આ પંચગ્રહી યોગ?
હિન્દુ પંચાંગ મુજબ જૂન મહિનામાં બનનારા આ પંચગ્રહી યોગનું નિર્માણ વૃષભ રાશિમાં થઈ રહ્યું છે. જે 5 ગ્રહોની યુતિથી આ દુર્લભ યોગ બનશે તે છે સૂર્ય, ગુરુ, શુક્ર, બુધ અને ચંદ્રમા. આ પંચગ્રહી યોગના નિર્માણમાં સૌથી મોટી ભૂમિકા ચંદ્રની રહેશે. કારણ કે ચંદ્ર સિવાય બાકીના 4 ગ્રહો તો પહેલેથી જ વૃષભ રાશિમાં હશે. પંચાંગ મુજબ વૃષભ રાશિમાં આગામી મહિને બનનારો આ યોગ 5 ગ્રહોની યુતિથી વૃષભ રાશિમાં 5 જૂનના રોજ સવારે 4 વાગ્યાને 14 મિનિટે બનશે જે 7 જૂનની સવારે 7.55 મિનિટ સુધી રહેશે. 

5 ગ્રહોની કેતુ પર વક્ર દ્રષ્ટિ
વૃષભ રાશિમાં બની રહેલા આ પંચગ્રહી યોગમાં સામેલ તમામ ગ્રહોની વક્ર દ્રષ્ટિ કેતુ ગ્રહ પર રહેશે. આ પંચગ્રહી યોગ કાળપુરુષના 10માં ભાવ (ઘર)માં બની રહ્યો છે. આ  ભાવથી તમામ ગ્રહોની પંચમ દ્રષ્ટિ દ્વિતિય ભાવમાં સ્થિત છાયા ગ્રહ કેતુ પર રહેશે. જે ખુબ અસરકારક સિદ્ધ થવાના યોગ બની રહ્યા છે. 

300 વર્ષ પહેલા બન્યો હતો આવો યોગ
હિન્દુ પંચાંગ મુજબ વર્ષ 2024 પહેલા આ પ્રકારનો પંચગ્રહી યોગ આજથી 300 વર્ષ પહેલા સન 1724માં બન્યો હતો જેનું પુનરાવર્તન આ વર્ષે થઈ રહ્યું છે. આ વર્ષે બનનારો આ પંચગ્રહી યોગ ખુબ ખતરનાક હોવાનું કહેવાય છે. જેની અસર દુરંદર્શી રહેશે. 

પંચગ્રહી યોગની અસર
પંચગ્રહી યોગ 2024ની અસર રાજકારણ, અર્થવ્યવસ્થા, વેપાર, શિક્ષણ, હવામાન, અને કૃષિ સહિત વિવિધ ક્ષેત્રો પર પડશે. અનેક દેશોના રાજકારણમાં ઉથલપાથલ રહે તેવી શક્યતા છે. જ્યારે કેટલાક દેશોમાં તો તખ્તાપલટ પણ થઈ શકે છે. રાજકીય નેતાઓ પર હુમલા પણ થઈ શકે છે. રોજબરોજના ઉપયોગની જરૂરી વસ્તુઓની કિંમતમાં ઘણો વધારો થવાના યોગ છે. જે જનતામાં અસંતોષ અને વિદ્રોહની ભાવના વિક્સિત કરી શકે છે. વેપારમાં લાભ ઓછો થવાથી વેપારીઓની મુશ્કેલીઓ વધી શકે છે. શાળા, કોલેજો, યુનિવર્સિટીઓ, કોચિંગ સંસ્થાઓની ફીમાં વધારાથી ખિસ્સા પર અસર પડશે. શિક્ષણની ગુણવત્તામાં નુકસાનના યોગ પણ છે. હદથી વધુ તાપમાન અને વરસાદની અસર ખેતીવાડી પર પડશે. પાકનું ઉત્પાદન પ્રભાવિત થઈ શકે છે. ચેપી બીમારીઓ વધવાના પણ યોગ છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ ગણતરીઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news