રોજ કરો આ પાંચમાંથી કોઈ એક સૂર્ય મંત્રનો જાપ, ગણતરીના દિવસોમાં પલટી મારશે તમારું ભાગ્ય

Surya Mantras Benefits: આજે તમને સૂર્યના આવા જ શક્તિશાળી પાંચ મંત્ર વિશે જણાવીએ. આ પાંચ મંત્ર માંથી કોઈ પણ એક મંત્રનો જાપ પણ નિયમિત કરશો તો તમને સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્યનું વરદાન મળશે.

રોજ કરો આ પાંચમાંથી કોઈ એક સૂર્ય મંત્રનો જાપ, ગણતરીના દિવસોમાં પલટી મારશે તમારું ભાગ્ય

Surya Mantras Benefits: જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને ગ્રહોના રાજા કહેવાય છે. સૂર્ય એકમાત્ર દેવ છે જેને રોજ નરી આંખે જોઈ શકાય છે. સૂર્યની ઉપાસના કરવાથી વ્યક્તિને જીવનમાં સફળતા સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. રોજ સૂર્યદેવને જળ અર્પણ કરી અને મંત્ર જાપ કરનાર વ્યક્તિને સમાજમાં માન સન્માન મળે છે. સાથે જ સૂર્ય મંત્રનો જાપ શરીરને નિરોગી પણ રાખે છે. જીવનમાં આવનાર સમસ્યાઓમાંથી પણ સૂર્યની આરાધના બચાવે છે. આજે તમને સૂર્યના આવા જ શક્તિશાળી પાંચ મંત્ર વિશે જણાવીએ. આ પાંચ મંત્ર માંથી કોઈ પણ એક મંત્રનો જાપ પણ નિયમિત કરશો તો તમને સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્યનું વરદાન મળશે. 

શક્તિશાળી સૂર્ય મંત્ર

આ પણ વાંચો:

1. ॐ સૂર્યાય નમ:

2. ॐ ધૃણિ સૂર્યાય નમ:

3. ॐ આદિત્યાય વિદમહે દિવાકરાય ધીમહિ તન્નો સૂર્ય: પ્રયોદયાત્

4. એહિ સૂર્ય સહસ્ત્રાંશો તેજોરાશે જગત્પતે અનુકમ્પય માં ભક્ત્યા ગૃહાણાર્ધય દિવાકર

5. ઉદસૌ સૂર્યો અગાદુદિદં મામકં વચ: 
યથાહં શત્રુહોડસાન્યસપન્ત: સપન્તહા
સપન્તક્ષયણો વૃષાભિરાષ્ટ્રો વિષ સહિ:
યથાહભેષાં વીરાણાં વિરાજાનિ જનસ્યચ
 

સૂર્ય મંત્રનો જાપ કરવાથી થતા ફાયદા

- સૂર્યદેવની રોજ પૂજા કરીને મંત્રનો જાપ કરવાથી શરીર નિરોગી રહે છે. 

- સૂર્ય મંત્ર નો જાપ કરવાથી માનસિક શાંતિ મળે છે અને જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે.

- સૂર્ય મંત્રના જાપથી સૂર્યના આશીર્વાદ મળે છે અને વ્યક્તિત્વમાં તે જ અને કાંતિ વધે છે. 

- સૂર્યદેવના આશીર્વાદથી આર્થિક સ્થિતિ પણ સુધરે છે અને જીવનની તમામ ચિંતાઓથી મુક્તિ મળે છે. 

- જો તમને ભાગ્યનો સાથ ન મળતો હોય અને વારંવાર કાર્યમાં નિષ્ફળતા મળતી હોય તો નિયમિત સૂર્ય પૂજા કરી મંત્ર જાપ કરવો તેનાથી ભાગ્ય સાથ આપે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news