Budhwar Ke Upay: બુધવારની રાત્રે કરી લો આ કામ, ગણેશજીના આશીર્વાદથી સર્જાશે અચાનક ધનલાભના યોગ
Budhwar Ke Upay: આજના સમયમાં મોટાભાગના લોકોના જીવનમાં આર્થિક સમસ્યાઓ જોવા મળે છે. જેનાથી લોકો પરેશાન થઈ જાય છે. આવી સમસ્યા તમારા જીવનમાં પણ હોય તો બુધવારની રાત્રે આ ઉપાય કરી લેવો. આ ઉપાય કરી લેવાથી ધન પ્રાપ્તિના રસ્તા ખુલે છે.
Trending Photos
Budhwar Ke Upay: સપ્તાહના સાતેય દિવસનું અલગ અલગ મહત્વ છે. દરેક દિવસનો સંબંધ અલગ અલગ દેવી-દેવતા સાથે હોય છે જેમાં બુધવારના દિવસને ગણપતિજીનો વાર કહેવાય છે. બુધવાર ગણેશજીને સમર્પિત છે. હિન્દુ ધર્મમાં ગણેશજીને પ્રથમ પૂજનીય દેવનું સ્થાન પ્રાપ્ત છે. કોઈપણ શુભ અને માંગલિક કાર્યની શરૂઆત ગણપતિજીની પૂજા કરીને જ કરવી જોઈએ. ગણેશ પૂજા કર્યા પછી જે કામ કરવામાં આવે તે નિર્વિઘ્ન પૂર્ણ થાય છે અને કાર્યમાં સફળતા પણ મળે છે.
તેવી જ રીતે જો જીવનમાં પણ સફળતા મેળવવી હોય અને પ્રગતિ કરવી હોય તો ગણેશજીના આશીર્વાદ જરૂરી છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધવારના દિવસે ગણેશજીની પૂજા કરવાની સાથે કેટલાક વિશેષ ઉપાય પણ કરવામાં આવે તો વ્યક્તિના જીવનની સૌથી મોટી સમસ્યા એટલે કે આર્થિક તંગીથી છુટકારો મળી શકે છે. આજના સમયમાં મોટાભાગના લોકોના જીવનમાં આર્થિક સમસ્યાઓ જોવા મળે છે. જેનાથી લોકો પરેશાન થઈ જાય છે. આવી સમસ્યા તમારા જીવનમાં પણ હોય તો બુધવારની રાત્રે આ ઉપાય કરી લેવો. આ ઉપાય કરી લેવાથી ધન પ્રાપ્તિના રસ્તા ખુલે છે.
બુધવારની રાતના ચમત્કારી ઉપાય
1. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘણી વખત વ્યક્તિ મહેનત તો ખૂબ કરે છે પરંતુ તેમ છતાં તેને સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સમસ્યા રહેતી હોય તો બુધવારની રાત્રે ગણેશ મંદિરમાં જઈને તેમને 21 શમીના પાન અર્પણ કરવા. માન્યતા છે કે શમીના પાન અર્પણ કરવાથી ગણેશજી પ્રસન્ન થાય છે અને કારકિર્દીમાં આવતી બાધાઓ દૂર કરે છે.
2. જીવનમાં ધન સંબંધિત સમસ્યાથી પરેશાન રહેતા લોકોએ બુધવારના દિવસે ગણેશ મંદિરમાં જઈને પીપળાના ઝાડની નીચે ઘીનો દીવો કરવો. આ ઉપાય કરવાથી ધન સંબંધિત સમસ્યાથી છુટકારો મળે છે અને જીવનમાં સુખ, સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
3. જો નોકરી કે વેપારમાં સમસ્યા આવતી હોય તો બુધવારની રાત્રે 6 એલચી તકિયા નીચે રાખીને સૂઈ જવું. બીજા દિવસે સવારે આ એલચીને સુનસાન જગ્યાએ ફેંકી દેવી. જ્યારે તમે એલચી ફેંકવા જાવ ત્યારે કોઈ ટોકે નહીં તે વાતો ખાસ ધ્યાન રાખવું. આ એલચી ફેંકવાની સાથે જીવનની સમસ્યાઓ પણ તમારા જીવનમાંથી દૂર થઈ જશે અને ધન વૃદ્ધિના રસ્તા ખુલશે.
4. બુધવારની રાત્રે ઘરના મંદિરમાં દીવો કરી ગણપતિજીની સામે આસન પાથરી બેસવું. ત્યાર પછી ગણેશ મંત્રની શક્ય હોય એટલી માળા કરવી. તમે " વક્રતુંડ મહાકાય, સુર્યકોટી સમપ્રભ, નિર્વિઘ્નં કુરુમે દેવ, સર્વ કાર્યેષુ સર્વદા.." આ મંત્રનો જાપ પણ કરી શકો છો. તેનાથી ગણપતિજીના આશીર્વાદથી જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે