Guru Shani Yuti: મેષ સહિત આ 5 રાશિઓ થશે માલામાલ, 20 ઓગસ્ટથી સર્જાશે ગુરુ-શનિનો લાભકારી કેન્દ્ર દ્રષ્ટિ યોગ

Guru Shani Kendra Drishti: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઓગસ્ટ મહિનો ગ્રહોના રાશિ પરિવર્તન અને નક્ષત્ર પરિવર્તનની દ્રષ્ટિએ ખાસ છે. આ મહિનામાં જ ગુરુ અને શનિનો કેંદ્ર દ્રષ્ટિ યોગ બનશે. આ યોગ 5 રાશિવાળા લોકોને ધનવાન બનાવી શકે છે. તો ચાલો જાણીએ કઈ છે આ 5 લકી રાશિઓ.

Guru Shani Yuti: મેષ સહિત આ 5 રાશિઓ થશે માલામાલ, 20 ઓગસ્ટથી સર્જાશે ગુરુ-શનિનો લાભકારી કેન્દ્ર દ્રષ્ટિ યોગ

Guru Shani Kendra Drishti: ઓગસ્ટ મહિનામાં સૂર્ય, બુધ, શુક્ર, મંગળ અને શનિ સહિતના ગ્રહોની ચાલ બદલાશે. કેટલાક ગ્રહો એ અત્યાર સુધીમાં રાશિ પરિવર્તન અને નક્ષત્ર પરિવર્તન કરી લીધું છે અને કેટલાક ગ્રહ હવે કરશે. જેમાં સૌથી મહત્વની ઘટના 20 ઓગસ્ટે સર્જાશે. 20 ઓગસ્ટથી ગુરુ ગ્રહ શનિ ગ્રહ સાથે ખાસ યુતિ બનાવવા જઈ રહ્યા છે. 20 ઓગસ્ટથી જ્ઞાન, ધન, વિવાહ અને સંતાનનો કારક ગ્રહ ગુરુ કર્મ ફળના સ્વામી અને ન્યાયના દેવતા શનિ સાથે સમકોણીય અવસ્થામાં હશે. જેના કારણે ગુરુ અને શનિનો કેન્દ્ર દ્રષ્ટિ યોગ સર્જાશે. ગુરુ અને શનિની આ કેન્દ્ર અવસ્થા 5 રાશિના લોકોને સૌથી વધુ લાભ કરશે. 

ગુરુ અને શનિની કેન્દ્ર દ્રષ્ટિથી આ 5 રાશિને થશે ફાયદો 

મેષ રાશિ 

ગુરુ અને શનિની કેન્દ્ર દ્રષ્ટિ મેષ રાશિના લોકોને અનુકૂળ પરિણામ આપશે. કામ કરવાની રીત બદલાશે. ભાગીદારીમાં વેપાર સારો ચાલશે. વિદેશથી લાભ થવાની સંભાવના. વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ. નોકરી કરતા લોકોની દોડધામ ઓછી થશે. પારિવારિક જીવન સુખદ રહેશે. 

કર્ક રાશિ 

કર્ક રાશિના લોકોના જીવનમાં ગુરુ અને શનિની કેન્દ્ર દ્રષ્ટિ સકારાત્મક ફેરફાર લાવશે. નવી આંતરદ્રષ્ટિ અને આત્મવિશ્વાસનો ઉદય થશે. ઓફિસમાં વાતાવરણ અનુકૂળ રહેશે. પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી કરતા લોકોની ઇન્કમ વધી શકે છે. સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થશે. મન શાંત રહેશે. માનસિક ચિંતાઓથી રાહત મળશે. 

કન્યા રાશિ 

કન્યા રાશિના લોકોને ગુરુ અને શનિની કેન્દ્ર દ્રષ્ટિ લાભ કરાવશે. વેપારમાં નફો વધશે. નોકરી કરતા લોકોને એક્સ્ટ્રા ઇન્કમ થશે. મન પ્રસન્ન રહેશે. માતા પિતા સાથે સંબંધ સુધરશે. 

ધન રાશિ

ધન રાશિના લોકોને ગુરુ અને શનિની કેન્દ્ર દ્રષ્ટિ અનેક રીતે ઉપયોગી સાબિત થશે. કારકિર્દી વેપાર શિક્ષા રિલેશનશિપ દરેક ક્ષેત્રમાં સકારાત્મક ફેરફાર જોવા મળશે. વિરોધીઓ પરાસ્ત થશે. રાજકારણ સાથે લોક જોડાયેલા લોકો માટે સારો સમય. પરિવાર સાથે યાત્રા પર જવાનું કે માંગલિક કાર્યક્રમમાં ભાગ લેવાનું થઈ શકે છે. 

કુંભ રાશિ 

નોકરી શોધતા લોકોને નોકરી મળી શકે છે. વેપારમાં શાનદાર નફો થવાની શક્યતા. ઓફિસ સંબંધિત સમસ્યા દૂર થશે. લાઈફ પાર્ટનરનો સહયોગ પ્રાપ્ત થશે. કાયદાકીય બાબતોનું નિરાકરણ આવશે. માનસિક પરેશાનીઓ દૂર થશે. ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે.

(Disclaimer: અહીં આપેલી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news