Zomato ના ગ્રાહકોને મળશે અનલિમિટેડ ફ્રી ડિલીવરી! જાણો કેવી રીતે મળશે લાભ

નવી દિલ્લીઃ શેરબજારમાં શાનદાર લિસ્ટિંગના માધ્યમથી પોતોના રોકાણકારોને નફો આપ્યા બાદ ઑનલાઈન ફૂડ ડિલીવરી એપ Zomato પોતાના કેટલાક ખાસ ગ્રાહકો માટે એક નવી સર્વિસ લૉન્ચ કરવા જઈ રહ્યું છે. જેનું નામ છે Zomato Pro Plus મેમ્બરશિપ.

Zomato કરશે ફ્રી હોમ ડિલિવરી

1/5
image

શેરબજારમાં શાનદાર લિસ્ટિંગના માધ્યમથી પોતોના રોકાણકારોને નફો આપ્યા બાદ ઑનલાઈન ફૂડ ડિલીવરી એપ Zomato પોતાના કેટલાક ખાસ ગ્રાહકો માટે એક નવી સર્વિસ લૉન્ચ કરવા જઈ રહ્યું છે. જેનું નામ છે Zomato Pro Plus મેમ્બરશિપ.

યૂજર્સનેે મોકલાશે આમંત્રણ

2/5
image

Zomato કેટલાક લકી યૂઝર્સને એક આમંત્રણ મોકલવા જઈ રહ્યું છે, જેનાથી તેઓ Zomato Pro Plus મેમ્બરશિપ ઈનેબલ કરી શકે છે. જેનાથી યૂઝર્સને ફ્રી ડિલિવરી મળશે. Zomatoની આ સર્વિસ કેટલાક ગણતરીના યૂઝર્સને સર્જ અને ડિસ્ટન્સ ફી પર પણ છૂટ આપશે. Zomatoના કો-ફાઉન્ડર અને સીઈઓ દીપિંદર ગોયલે ટ્વિટર પર આ જાણકારી આપી છે. તમને જણાવી ગઈએ કે ફ્રી ડિલિવરીની સુનિધા એમેઝોન પોતાના પ્રાઈમ મેમ્બર્સને પહેલેથી જ આપી રહ્યું છે.

Zomato પ્રો પ્લસનો ફાયદો

3/5
image

Zomato ના સીઈઓએ કહ્યું કે આ સુવિધા યુઝર્સ માટે શાનદાર બેનિફિટ્સ લઈને આવશે. Zomato Pro Plusની મેમ્બરશિપ ચૂંટાયેલા લકી યૂઝર્સને એક ઈનવાઈટના માધ્યમથી મોકલવામાં આવશે. જેના માટે યૂઝર્સે એપ ખોલીને એ ચેક કરવાનું છે કે, તે એના માટે એલિજિબલ છે કે નહીં. Zomato એડિશન બ્લેક ક્રેડિટ કાર્ડ હોલ્ડર ઑટોમેટિક રીતે Zomato Pro Plusમાં  અપગ્રેડ થઈ જશે. જ્યારે રેગ્યુલર યૂઝરને Zomato એપથી Pro Plus અપગ્રેડ ખરીદવાની રહેશે.

મળશે વધારાના લાભ

4/5
image

દીપિંદર ગોયલે ટ્વિટર પર લખ્યું છે કે, અમે પસંદગીના ગ્રાહકો માટે Zomatoનું લિમિટેડ એડિશન પ્રો પ્લસ મેમ્બરશિપ શરૂ કરી રહ્યા છે. Zomatoના 18 લાખથી વધુ પ્રો પ્લસ ગ્રાહકોએ સૌથી વધુ ડિમાન્ડ જેની કરી છે તેવી સુવિધાઓમાંથી એક અનલિમિટેડ ફ્રી ડિલીવરી આપવાનું છે. Zomato પ્રોપ્લસ મેમ્બર્સને કોઈ જ સર્જ કે ડિસ્ટન્સ ફી જેવા એક્સ્ટ્રા બેનિફિટ આપવામાં આવશે. યૂઝર્સને Zomato પ્રોના બેનિફિટ મળતા રહેશે. Zomato પ્રો પ્લસ મેમ્બરશિપ ભારતના 41 શહેરોમાં મળશે.

Zomato ગોલ્ડ અને પ્રો યૂજર

5/5
image

તમને જણાવી દઈએ કે કેટલાક અઠવાડિયા પહેલા જ ઝોમેટો ગોલ્ડને ઝોમેટો પ્રોમાં અપગ્રેડ કરવામાં આવ્યું હતું. જે ડિલીવરી સાથે ડાઈન ઈન પર પણ છૂટ આપે છે. Zomato Pro યૂઝરને ઑર્ડરમાં વધારાની છૂટ સાથે ભોજન પર 40 ટકા ડિસ્કાઉન્ટ આપે છે. Zomato Pro મેમ્બરશિપ માટે તમારે 3 મહિનાના 200 રૂપિયા આપવાના હોય છે. જ્યારે વાર્ષિક 750 આપવાના રહે છે. Zomato Proના ઉપયોગ માટે કોઈ ડેઈલી, વીકલી કે મંથલી લિમિટ નથી.